Vadodara News : કોઈ કોલર પણ પકડશે તો હું ફાયરિંગ કરીશ

મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને પોતાનું સમર્થન જાહેર કર્યુ કોઈ કાર્યકર્તાએ ડરવાની જરૂર નથી : મધુશ્રીવાસ્તવ જાહેરસભામાં મધુ શ્રીવાસ્તવે કર્યો બફાટ વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની જાહેરસભા યોજાઈ હતી,આ સભામાં શકિતસિંહ ગોહીલ અને કોગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યાં હતા,વડોદરા લોકસભા અપક્ષમાંથી ઉમેદવારી પાછી ખેંચનાર દબંગ નેતા મધુશ્રી વાસ્તવે જાહેરસભામાં બફાટ કર્યો હતો તેને લઈ સૌ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના નિવેદનથી ચૌંકી ઉઠયા હતા. શું બોલ્યા મધુશ્રી વાસ્તવ ગુજરાતના દબંગ નેતા તરીકે મધુશ્રી વાસ્તવનો દબદબો અત્યાર સુધી રહ્યો છે,તેઓ ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા,પરંતુ થોડાક સમય પહેલા તેમને વિધાનસભાની ટિકીટ ન મળતા તેમણે ભાજપને રામ-રામ કર્યા હતા,ત્યારે ગઈકાલે મધુશ્રી વાસ્તવે જાહેરસભામાં બફાટ કર્યો હતો,અને સ્ટેજ પરથી કહ્યું કે,હું મેદાનમાં નિકળ્યો તો મેદાન સાફ કરી નાખીશ,મરવાથી ડરતો નથી ફક્ત બજરંગ બલીથી બીક લાગે છે,મારા કાર્યકર્તાઓનો કોલર કોઈ પણ પકડશે તો હું જાહેરમાં ફાયરીંગ કરીશ. બે મત આપવા પડશે લોકસભાની ચૂંટણી સાથે વાઘોડિયા બેકક ઉપર પેટાચૂંટણી સાથે આવનાર હોવાથી વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારના મતદારોને બે મત આપવા પડશે. ત્યારે મતદારો ભાજપા ઉમેદવારને પસંદ કરશે કે પછી કોંગ્રેસ ઉમેદવારને પસંદ કરશે. તે સમયની રાહ જોવી રહી.વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ તરીકે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે વાઘોડિયા વિધાનસભા બેઠક ખાલી પડતા ફરી વાર પેટા ચૂંટણીની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આ ચૂંટણીમાં ભાજપના મેન્ડેડથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે કોંગ્રેસ માંથી અનગઢ ગામના વતની કનુભાઈ ગોહિલને ઉમેદવારી મળી હતી.

Vadodara News : કોઈ કોલર પણ પકડશે તો હું ફાયરિંગ કરીશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને પોતાનું સમર્થન જાહેર કર્યુ
  • કોઈ કાર્યકર્તાએ ડરવાની જરૂર નથી : મધુશ્રીવાસ્તવ
  • જાહેરસભામાં મધુ શ્રીવાસ્તવે કર્યો બફાટ

વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષની જાહેરસભા યોજાઈ હતી,આ સભામાં શકિતસિંહ ગોહીલ અને કોગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યાં હતા,વડોદરા લોકસભા અપક્ષમાંથી ઉમેદવારી પાછી ખેંચનાર દબંગ નેતા મધુશ્રી વાસ્તવે જાહેરસભામાં બફાટ કર્યો હતો તેને લઈ સૌ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના નિવેદનથી ચૌંકી ઉઠયા હતા.

શું બોલ્યા મધુશ્રી વાસ્તવ

ગુજરાતના દબંગ નેતા તરીકે મધુશ્રી વાસ્તવનો દબદબો અત્યાર સુધી રહ્યો છે,તેઓ ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા,પરંતુ થોડાક સમય પહેલા તેમને વિધાનસભાની ટિકીટ ન મળતા તેમણે ભાજપને રામ-રામ કર્યા હતા,ત્યારે ગઈકાલે મધુશ્રી વાસ્તવે જાહેરસભામાં બફાટ કર્યો હતો,અને સ્ટેજ પરથી કહ્યું કે,હું મેદાનમાં નિકળ્યો તો મેદાન સાફ કરી નાખીશ,મરવાથી ડરતો નથી ફક્ત બજરંગ બલીથી બીક લાગે છે,મારા કાર્યકર્તાઓનો કોલર કોઈ પણ પકડશે તો હું જાહેરમાં ફાયરીંગ કરીશ.

બે મત આપવા પડશે

લોકસભાની ચૂંટણી સાથે વાઘોડિયા બેકક ઉપર પેટાચૂંટણી સાથે આવનાર હોવાથી વાઘોડીયા વિધાનસભા મત વિસ્તારના મતદારોને બે મત આપવા પડશે. ત્યારે મતદારો ભાજપા ઉમેદવારને પસંદ કરશે કે પછી કોંગ્રેસ ઉમેદવારને પસંદ કરશે. તે સમયની રાહ જોવી રહી.વાઘોડિયા વિધાનસભામાં અપક્ષ તરીકે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જીતીને આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે વાઘોડિયા વિધાનસભા બેઠક ખાલી પડતા ફરી વાર પેટા ચૂંટણીની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આ ચૂંટણીમાં ભાજપના મેન્ડેડથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી હતી. જયારે કોંગ્રેસ માંથી અનગઢ ગામના વતની કનુભાઈ ગોહિલને ઉમેદવારી મળી હતી.