પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના સમર્થનમાં માલધારી સમાજે પણ બાયો ચડાવી

માલધારી સમાજે ક્ષત્રિય સમાજને આપ્યો ટેકો મેઘાણીનગરમાં મળી માલધારી સમાજની બેઠક ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને બેઠકમાં વખોડાયું પરશોત્તમ રૂપાલા સામે માલધારી સમાજે પણ બાયો ચડાવી છે. જેમાં માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે. ત્યારે મેઘાણીનગરમાં માલધારી સમાજની બેઠક મળી છે. તેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને બેઠકમાં વખોડાયું છે. તેમજ AMCની ઢોરપોલિસીને લઈ ગોપાલક સમાજમાં રોષ છે. માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે સમસ્યાનું સમાધાન નહીં, તો ભાજપને સમર્થન નહીં માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે સમસ્યાનું સમાધાન નહીં, તો ભાજપને સમર્થન નહીં. ભાજપને વોટ ન આપવા લોકોને સમજાવીશું. તેમજ 6 એપ્રિલે મધ્યસ્થ કચેરી ખાતે આવેદન પત્ર અપાશે. તથા 14 એપ્રિલે પગપાળા કૂચ કરવાનું માલધારી સમાજનું આયોજન છે. અમદાવાદ ખાતે રૂપાલા નિવેદન વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે. રૂપાલા સામે રાજપૂત સમાજના વિરોધ આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. તેમાં શહેરના મેઘાણીનગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી છે. એએમસીની ઢોર પોલિસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ થશે રૂપાલા વિવાદ ઉપરાંત એએમસીની ઢોર પોલિસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ કરવાની ગોપાલક સમિતિની જાહેરાત છે. તેમજ રાજપૂત સમાજ મામલે કરાયેલા નિવેદનને અમે વખોડીએ છીએ. તથા ઢોર પોલિસીમાં પાછલા બારણે રહેઠાંણ પુરાવા માટે ઇન્ડેક્સ નકલનો મુદ્દો ઉમેરી દેતા ગોપાલક સમાજમાં રોષ છે. તેમજ રસ્તે રખડતા ઢોર મામલે કાર્યવાહીનો અમને કોઈ વિરોધ નથી, ઘરમાંથી પકડી જવાય છે એનો વિરોધ છે. જેમાં આગામી 6 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠકના એસજી હાઇવે સ્થિત મધ્યસ્થ કાર્યાલયે રજુઆત કરી આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે. 

પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના સમર્થનમાં માલધારી સમાજે પણ બાયો ચડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માલધારી સમાજે ક્ષત્રિય સમાજને આપ્યો ટેકો
  • મેઘાણીનગરમાં મળી માલધારી સમાજની બેઠક
  • ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને બેઠકમાં વખોડાયું

પરશોત્તમ રૂપાલા સામે માલધારી સમાજે પણ બાયો ચડાવી છે. જેમાં માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે. ત્યારે મેઘાણીનગરમાં માલધારી સમાજની બેઠક મળી છે. તેમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને બેઠકમાં વખોડાયું છે. તેમજ AMCની ઢોરપોલિસીને લઈ ગોપાલક સમાજમાં રોષ છે.

માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે સમસ્યાનું સમાધાન નહીં, તો ભાજપને સમર્થન નહીં

માલધારી સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે સમસ્યાનું સમાધાન નહીં, તો ભાજપને સમર્થન નહીં. ભાજપને વોટ ન આપવા લોકોને સમજાવીશું. તેમજ 6 એપ્રિલે મધ્યસ્થ કચેરી ખાતે આવેદન પત્ર અપાશે. તથા 14 એપ્રિલે પગપાળા કૂચ કરવાનું માલધારી સમાજનું આયોજન છે. અમદાવાદ ખાતે રૂપાલા નિવેદન વિવાદમાં હવે માલધારી સમાજે પણ ઝંપલાવ્યું છે. રૂપાલા સામે રાજપૂત સમાજના વિરોધ આંદોલનને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે. તેમાં શહેરના મેઘાણીનગરના પ્રેમાનંદ આશ્રમમાં માલધારી આગેવાનોની બેઠક મળી છે.

એએમસીની ઢોર પોલિસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ થશે

રૂપાલા વિવાદ ઉપરાંત એએમસીની ઢોર પોલિસી અમલ મામલે પણ પુનઃ લડત શરૂ કરવાની ગોપાલક સમિતિની જાહેરાત છે. તેમજ રાજપૂત સમાજ મામલે કરાયેલા નિવેદનને અમે વખોડીએ છીએ. તથા ઢોર પોલિસીમાં પાછલા બારણે રહેઠાંણ પુરાવા માટે ઇન્ડેક્સ નકલનો મુદ્દો ઉમેરી દેતા ગોપાલક સમાજમાં રોષ છે. તેમજ રસ્તે રખડતા ઢોર મામલે કાર્યવાહીનો અમને કોઈ વિરોધ નથી, ઘરમાંથી પકડી જવાય છે એનો વિરોધ છે. જેમાં આગામી 6 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠકના એસજી હાઇવે સ્થિત મધ્યસ્થ કાર્યાલયે રજુઆત કરી આવેદનપત્ર આપવાની જાહેરાત કરી છે.