Vadodara: સૌથી જૂની સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલમાં દવાઓની અછત

43 પ્રકારના રોગોના સારવારની દવાની અછત થાઇરોઇડના રોગની દવાનો સ્ટોક પણ ખાલી દર્દીઓને બહારના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનો વારો આવ્યો વડોદરાની સૌથી જૂની સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાઇ છે. જેમાં 43 પ્રકારના રોગોના સારવારની દવાની અછત થઇ છે. તેમાં થાઇરોઇડના રોગની દવાનો સ્ટોક પણ ખાલી થયો છે. જેમાં દર્દીઓને બહારના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનો વારો આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ છે પણ સીટીસ્કેનની સુવિધા નથી. જમનાબાઈ હોસ્પિટલમાં સીટીસ્કેન શરૂ કરવાની પણ માગ જમનાબાઈ હોસ્પિટલમાં સીટીસ્કેન શરૂ કરવાની પણ માગ છે. હોસ્પિટલ સત્તાધીશોએ રાજ્ય સરકાર પાસે સ્ટોક માગ્યો છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ પણ 15થી 20 પ્રકારના રોગોની દવા માગવામાં આવી છે. 4થી 5 દિવસમાં દવાઓ આવશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતુ. એક તરફ શહેરમાં રોગચાળો વકર્યો છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ દવાની અછત ઉભી થતા સમસ્યા સર્જાઇ છે. વાત છે વડોદરાની સૌથી જૂની સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલની જેમાં સર સયાજીરાવ ગાયકવાડે એસ.એસ.જી હોસ્પિટલ પહેલા જુના વડોદરા એટલે કે ચસર દરવાજા વિસ્તારમાં પ્રથમ સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલની સ્થાપના કરી હતી. આ હોસ્પિટલ 150 વર્ષથી પણ જૂની છે આ હોસ્પિટલ 150 વર્ષથી પણ જૂની છે. અહીં શહેરના તમામ ગરીબ વર્ગના લોકો સારવાર લેવા મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ અહીં 43 જેટલા રોગોની સારવાર માટેની દવા જ નથી. જેમાં થાઇરોઇડની દવા છેલ્લા બે મહિનાથી નથી જેથી લોકોને મેડિકલ સ્ટોરમાંથી નાણાં ખર્ચીને દવા લેવાનો વારો આવ્યો છે. અને આ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તો છે પરંતુ સીટી સ્કેનનું મશીન ન હોવાથી સીટીસ્કેન પણ શરૂ કરવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ હોસ્પિટલ તંત્ર નું કહેવું છે કે હાલ 15 થી 20 જેટલા રોગોની દવાનો સ્ટોક નથી અને થાઇરોઇડની દવા પણ નથી અને આ મામલે સરકારમાં રજુઆત કરી છે. જે દવા 4 થી 5 દિવસમાં આવી જશે જેથી સમસ્યાનો હલ આવશે. અને સીટી સ્કેન મામલે રજુઆત કરી છે પરંતુ હોસ્પિટલમાં પૂરતી જગ્યા ન હોવાથી હાલ સીટી સ્કેન વિભાગ શરૂ કરવો શક્ય નથી. હવે જોવું એ રહ્યું કે હોસ્પિટલ તંત્રના દાવા વચ્ચે 5 દિવસમાં દવાનો જથ્થો આવે છે કે પછી દર્દીઓને સરકારી હોસ્પિટલને બદલે નાણાં ખર્ચી દવા લેવી પડે છે.

Vadodara: સૌથી જૂની સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલમાં દવાઓની અછત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 43 પ્રકારના રોગોના સારવારની દવાની અછત
  • થાઇરોઇડના રોગની દવાનો સ્ટોક પણ ખાલી
  • દર્દીઓને બહારના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનો વારો આવ્યો

વડોદરાની સૌથી જૂની સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલમાં દવાઓની અછત સર્જાઇ છે. જેમાં 43 પ્રકારના રોગોના સારવારની દવાની અછત થઇ છે. તેમાં થાઇરોઇડના રોગની દવાનો સ્ટોક પણ ખાલી થયો છે. જેમાં દર્દીઓને બહારના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાનો વારો આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ છે પણ સીટીસ્કેનની સુવિધા નથી.

જમનાબાઈ હોસ્પિટલમાં સીટીસ્કેન શરૂ કરવાની પણ માગ

જમનાબાઈ હોસ્પિટલમાં સીટીસ્કેન શરૂ કરવાની પણ માગ છે. હોસ્પિટલ સત્તાધીશોએ રાજ્ય સરકાર પાસે સ્ટોક માગ્યો છે. જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ પણ 15થી 20 પ્રકારના રોગોની દવા માગવામાં આવી છે. 4થી 5 દિવસમાં દવાઓ આવશે તેમ સત્તાધીશોએ જણાવ્યું હતુ. એક તરફ શહેરમાં રોગચાળો વકર્યો છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં જ દવાની અછત ઉભી થતા સમસ્યા સર્જાઇ છે. વાત છે વડોદરાની સૌથી જૂની સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલની જેમાં સર સયાજીરાવ ગાયકવાડે એસ.એસ.જી હોસ્પિટલ પહેલા જુના વડોદરા એટલે કે ચસર દરવાજા વિસ્તારમાં પ્રથમ સરકારી હોસ્પિટલ જમનાબાઈ હોસ્પિટલની સ્થાપના કરી હતી.

આ હોસ્પિટલ 150 વર્ષથી પણ જૂની છે

આ હોસ્પિટલ 150 વર્ષથી પણ જૂની છે. અહીં શહેરના તમામ ગરીબ વર્ગના લોકો સારવાર લેવા મોટી સંખ્યામાં આવતા હોય છે. પરંતુ અહીં 43 જેટલા રોગોની સારવાર માટેની દવા જ નથી. જેમાં થાઇરોઇડની દવા છેલ્લા બે મહિનાથી નથી જેથી લોકોને મેડિકલ સ્ટોરમાંથી નાણાં ખર્ચીને દવા લેવાનો વારો આવ્યો છે. અને આ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તો છે પરંતુ સીટી સ્કેનનું મશીન ન હોવાથી સીટીસ્કેન પણ શરૂ કરવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ હોસ્પિટલ તંત્ર નું કહેવું છે કે હાલ 15 થી 20 જેટલા રોગોની દવાનો સ્ટોક નથી અને થાઇરોઇડની દવા પણ નથી અને આ મામલે સરકારમાં રજુઆત કરી છે. જે દવા 4 થી 5 દિવસમાં આવી જશે જેથી સમસ્યાનો હલ આવશે. અને સીટી સ્કેન મામલે રજુઆત કરી છે પરંતુ હોસ્પિટલમાં પૂરતી જગ્યા ન હોવાથી હાલ સીટી સ્કેન વિભાગ શરૂ કરવો શક્ય નથી. હવે જોવું એ રહ્યું કે હોસ્પિટલ તંત્રના દાવા વચ્ચે 5 દિવસમાં દવાનો જથ્થો આવે છે કે પછી દર્દીઓને સરકારી હોસ્પિટલને બદલે નાણાં ખર્ચી દવા લેવી પડે છે.