Ahmedabad: ડુપ્લીકેટ હોસ્પિટલના ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ, સંચાલકોએ પુરાવાનો કર્યો નાશ

આરોપી ડોક્ટર ધર્મેન્દ્ર આહીર મૂળ ભાવનગરનો વતનીDVR સહિતના મહત્વ પુરાવાની ચોરી થઈ હોસ્પિટલમાં દર્દીઓને ઈન્ડોર તેમજ આઉટડોર સારવાર અપાઈ હતી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી ડુપ્લીકેટ દવાખાનું ઝડપાવવાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 12 જુલાઈએ કેરાલા જીઆઈડીસીમાંથી આ ડુપ્લીકેટ દવાખાનું ઝડપાયુ હતુ. જેમાં ડોક્ટર પાસે માત્ર હોમિયોપેથિક ડિગ્રી જ હતી તેમ છતાં હોસ્પિટલમાં સર્જરીની કામગીરી કરવામાં આવતી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપી ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ કરી અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની તપાસ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી આરોપી ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કબજે કરાયેલા દસ્તાવેજોના આધારે આ હોસ્પિટલની અંદર દર્દીઓને ઈન્ડોર તેમજ આઉટડોર સારવાર અપાતી હોવાનું પણ ધ્યાને આવ્યું છે, આ સાથે જ હોસ્પિટલમાંથી કેટલોક સર્જીકલનો સામાન પણ મળી આવ્યો છે. સંચાલકોએ પુરાવાનો કર્યો નાશ તેમજ હોસ્પિટલને સીલ કર્યા બાદ તેની અંદર રહેલા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે ન લાગે તે માટે તેનું ડીવીઆર પણ ચોરી થયું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે, જેને લઈને પુરાવાનો નાશ કરવા બદલ પણ હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ગુનાની ગંભીરતા જોતા વધુ ચાર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે, ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કલમ 241, 319-2, 61-2, 318-4 મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ પાર્ટનરશીપમાં શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું આરોપી ધર્મેન્દ્ર આહીર મૂળ ભાવનગરનો વતની છે, કેરાલા GIDC તેમજ મોરૈયા વિસ્તારમાં શરૂ કરાયેલી હોસ્પિટલ પાર્ટનરશીપમાં શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ કેરાલા જીઆઈડીસીમાં ઝડપાયેલી હોસ્પિટલ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. મોરૈયા વિસ્તારમાંથી પણ આવી ડુપ્લીકેટ હોસ્પિટલ બાબતે હજુ સુધી આરોગ્ય વિભાગે કોઈ ફરિયાદ ન આપતા કોઈ ગુનો નોંધાયો નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતોની તપાસ હાથ ધરી છે. 

Ahmedabad: ડુપ્લીકેટ હોસ્પિટલના ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ, સંચાલકોએ પુરાવાનો કર્યો નાશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપી ડોક્ટર ધર્મેન્દ્ર આહીર મૂળ ભાવનગરનો વતની
  • DVR સહિતના મહત્વ પુરાવાની ચોરી થઈ
  • હોસ્પિટલમાં દર્દીઓને ઈન્ડોર તેમજ આઉટડોર સારવાર અપાઈ હતી

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી ડુપ્લીકેટ દવાખાનું ઝડપાવવાને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 12 જુલાઈએ કેરાલા જીઆઈડીસીમાંથી આ ડુપ્લીકેટ દવાખાનું ઝડપાયુ હતુ. જેમાં ડોક્ટર પાસે માત્ર હોમિયોપેથિક ડિગ્રી જ હતી તેમ છતાં હોસ્પિટલમાં સર્જરીની કામગીરી કરવામાં આવતી હતી.

અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપી ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ કરી

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની તપાસ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી આરોપી ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કબજે કરાયેલા દસ્તાવેજોના આધારે આ હોસ્પિટલની અંદર દર્દીઓને ઈન્ડોર તેમજ આઉટડોર સારવાર અપાતી હોવાનું પણ ધ્યાને આવ્યું છે, આ સાથે જ હોસ્પિટલમાંથી કેટલોક સર્જીકલનો સામાન પણ મળી આવ્યો છે.

સંચાલકોએ પુરાવાનો કર્યો નાશ

તેમજ હોસ્પિટલને સીલ કર્યા બાદ તેની અંદર રહેલા સીસીટીવી ફૂટેજ પોલીસના હાથે ન લાગે તે માટે તેનું ડીવીઆર પણ ચોરી થયું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે, જેને લઈને પુરાવાનો નાશ કરવા બદલ પણ હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ગુનાની ગંભીરતા જોતા વધુ ચાર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે, ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કલમ 241, 319-2, 61-2, 318-4 મુજબની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

હોસ્પિટલ પાર્ટનરશીપમાં શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

આરોપી ધર્મેન્દ્ર આહીર મૂળ ભાવનગરનો વતની છે, કેરાલા GIDC તેમજ મોરૈયા વિસ્તારમાં શરૂ કરાયેલી હોસ્પિટલ પાર્ટનરશીપમાં શરૂ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હાલ કેરાલા જીઆઈડીસીમાં ઝડપાયેલી હોસ્પિટલ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે. મોરૈયા વિસ્તારમાંથી પણ આવી ડુપ્લીકેટ હોસ્પિટલ બાબતે હજુ સુધી આરોગ્ય વિભાગે કોઈ ફરિયાદ ન આપતા કોઈ ગુનો નોંધાયો નથી. અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલું છે તે બાબતોની તપાસ હાથ ધરી છે.