USA News: અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ગુજરાતની 3 મહિલાઓના મોત

ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતીદક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં કાર પુલ સાથે અથડાઈઅકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોતઅમેરિકામાં એક દુ:ખદ ઘટના બની જેમાં માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય મહિલાઓના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી. જેમાં રેખા પટેલ, સંગીતા પટેલ અને મનીષા પટેલનો સમાવેશ થાય છે. આ કાર અકસ્માતમાં ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.રેલિંગ ઉપરથી પુલની વિરુદ્ધ બાજુના ઝાડ સાથે અથડાઈ હતીપ્રાપ્ત માહિતી મુજબ, એક SUV કારમાં સવાર ત્રણેય મહિલાઓ દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે તેમની કાર એક પુલ પરથી રોડની નીચે ઉતરી ગઈ હતી. રોડ નંબર I - 85 પર થયેલા અકસ્માત બાદ મુસાફરી કરી રહેલી મહિલાઓને મહામહેતને ગાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત એટલી ગંભીર હતી કે, કાર રેલિંગ ઉપરથી પુલની વિરુદ્ધ દિશામાં ઝાડ સાથે અથડાઈ હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે, કાર હવામાં લગભગ 20 ફૂટ ઉછળી હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોતકાર 20 ફૂટ ઉછળ્યા બાદ જમીન પર પડતાની સાથે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલી ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસે જણાવ્યું કે, કારની સ્પીડ ખૂબ જ વધુ હતી કે તેમની કાર નિર્ધારિત સ્પીડ કરતા ઘણી વધુ ઝડપે હંકારી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે, આ ઘટનામાં અન્ય કોઈ કાર સાથે ટક્કર થઈ ન હતી. માઈક એલિસે એમ પણ જણાવ્યું કે, કાર એક ઝાડ પર લટકતી જોવા મળી હતી, જેમાં કારણો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કારની સ્પીડ ખૂબ જ વધુ હતી.ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર છે અકસ્માતની માહિતી મળતાની સાથે જ, દક્ષિણ કેરોલિના હાઈ-વે પેટ્રોલિંગની ગેન્ટ ફાયર અને બચાવ સહિતની ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ભારે જહેમતથી કારને નીચે ઉતારવામાં આવી હતી. આ અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે. અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.

USA News: અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ગુજરાતની 3 મહિલાઓના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી
  • દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં કાર પુલ સાથે અથડાઈ
  • અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોત

અમેરિકામાં એક દુ:ખદ ઘટના બની જેમાં માર્ગ અકસ્માતમાં ત્રણ ભારતીય મહિલાઓના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાની રહેવાસી હતી. જેમાં રેખા પટેલ, સંગીતા પટેલ અને મનીષા પટેલનો સમાવેશ થાય છે. આ કાર અકસ્માતમાં ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માતમાં એકને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

રેલિંગ ઉપરથી પુલની વિરુદ્ધ બાજુના ઝાડ સાથે અથડાઈ હતી

પ્રાપ્ત માહિતી મુજબ, એક SUV કારમાં સવાર ત્રણેય મહિલાઓ દક્ષિણ કેરોલિનાના ગ્રીનવિલે કાઉન્ટીમાં મુસાફરી કરી રહી હતી, ત્યારે તેમની કાર એક પુલ પરથી રોડની નીચે ઉતરી ગઈ હતી. રોડ નંબર I - 85 પર થયેલા અકસ્માત બાદ મુસાફરી કરી રહેલી મહિલાઓને મહામહેતને ગાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ અકસ્માત એટલી ગંભીર હતી કે, કાર રેલિંગ ઉપરથી પુલની વિરુદ્ધ દિશામાં ઝાડ સાથે અથડાઈ હતી. કારની ટક્કર એટલી ભયાનક હતી કે, કાર હવામાં લગભગ 20 ફૂટ ઉછળી હતી.

અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોત

કાર 20 ફૂટ ઉછળ્યા બાદ જમીન પર પડતાની સાથે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલી ત્રણેય મહિલાઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટના અંગે માહિતી આપતા ચીફ ડેપ્યુટી કોરોનર માઈક એલિસે જણાવ્યું કે, કારની સ્પીડ ખૂબ જ વધુ હતી કે તેમની કાર નિર્ધારિત સ્પીડ કરતા ઘણી વધુ ઝડપે હંકારી હતી. અધિકારીએ એમ પણ કહ્યું કે, આ ઘટનામાં અન્ય કોઈ કાર સાથે ટક્કર થઈ ન હતી. માઈક એલિસે એમ પણ જણાવ્યું કે, કાર એક ઝાડ પર લટકતી જોવા મળી હતી, જેમાં કારણો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે કારની સ્પીડ ખૂબ જ વધુ હતી.

ઘાયલ વ્યક્તિની હાલત ગંભીર છે

અકસ્માતની માહિતી મળતાની સાથે જ, દક્ષિણ કેરોલિના હાઈ-વે પેટ્રોલિંગની ગેન્ટ ફાયર અને બચાવ સહિતની ઈમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ ભારે જહેમતથી કારને નીચે ઉતારવામાં આવી હતી. આ અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત નાજુક છે. અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરવામાં આવી છે.