Surendranagar લોકસભા બેઠકના 231 મતદાન મથકોમાંથી ભાજપને 500થી વધુ મત મળ્યા

મત ગણતરી બાદ બેઠકના 2136 મતદાન મથકોનું વિશ્લેષણ કરતા તારણ સામે આવ્યુંભાજપને ખોબલે અને ઘોબલે તો કોંગ્રેસને 417 મતદાન મથકોમાંથી પૂરા 100 મત પણ ન મળ્યા ભાજપના ઉમેદવારને સૌથી વધુ વઢવાણ બેઠકના 63 મતદાન મથકોમાંથી 500થી વધુ મતો મળ્યા સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું પરિણામ તા. 4થી જુને જાહેર થયુ છે. જેમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શીહોરાને લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકોમાંથી કુલ 6,69,749 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીકભાઈ મકવાણાને 4,08,132 મતો જ મળતા તેઓની 2,61,617 મતે હાર થઈ છે. ત્યારે બુથવાઈઝ વીશ્લેષણ કરતા ભાજપને લોકસભા બેઠકના 231 મતદાન મથકોમાંથી 500 કે તેથી વધુ મતો મળ્યા છે. આમ, ભાજપના ઉમેદવારને મતદારોએ ખોબલે અને ધોબલે મત આપ્યા છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર છેલ્લે વર્ષ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતીક સાથે સાંસદ તરીકે સોમાભાઈ પટેલ વિજેતા બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ ફતેપરાએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. જયારે વર્ષ 2019માં ડો. મહેન્દ્ર મુંજપરા વિજેતા બન્યા હતા. ત્યારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શીહોરાએ હરીફ ઉમેદવાર ઋત્વીકભાઈ મકવાણાને હાર આપીને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપની વિજયી હેટ્રીક કરી છે. તા. 4થી જુને જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવારને ઈવીએમ થકી 6,64,093 અને પોસ્ટલ બેલેટ થકી 5656 મળી કુલ 6,69,749 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવારને ઈવીએમ થકી 4,03,461 અને પોસ્ટલ બેલેટ થકી 4671 મતો મળ્યા છે. આમ ભાજપના ઉમેદવારનો 2,61,617 મતોની જંગી બહુમતીથી વિજય થયો છે. ત્યારે જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રાના 2136 મતદાન મથકોમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને મળેલ મતો પર નજર કરીએ તો કુલ 231 મતદાન મથકો એવા છે કે, જેમાંથી ભાજપના ઉમેદવારને પ00 કે તેથી વધુ મતો મળ્યા છે. જયારે 417 મતદાન મથકો એવા છે કે, જયાંથી કોંગ્રેસના ઉમેદવાર પુરા 100 મત પણ મેળવી શકયા નથી. ચોટીલાના પુર્વ ધારાસભ્ય રહી ચુકેલા અને ચોટીલાના વતની એવા ઋત્વીકભાઈને ચોટીલામાં 51 મતદાન મથકોમાંથી 100 મતો પણ મળ્યા નથી. જયારે ભાજપના ઉમેદવારને તેઓના વિધાનસભા વિસ્તાર ધ્રાંગધ્રામાંથી 57 મતદાન મથકોમાંથી 500થી વધુ મત મળ્યા છે. 500થી વધુ મતો ભાજપને આપવામાં સૌથી અગ્રેસર વઢવાણ વિધાનસભા 63 મતદાન મથકો સાથે છે.

Surendranagar લોકસભા બેઠકના 231 મતદાન મથકોમાંથી ભાજપને 500થી વધુ મત મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મત ગણતરી બાદ બેઠકના 2136 મતદાન મથકોનું વિશ્લેષણ કરતા તારણ સામે આવ્યું
  • ભાજપને ખોબલે અને ઘોબલે તો કોંગ્રેસને 417 મતદાન મથકોમાંથી પૂરા 100 મત પણ ન મળ્યા
  • ભાજપના ઉમેદવારને સૌથી વધુ વઢવાણ બેઠકના 63 મતદાન મથકોમાંથી 500થી વધુ મતો મળ્યા

સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું પરિણામ તા. 4થી જુને જાહેર થયુ છે. જેમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શીહોરાને લોકસભા બેઠક અંતર્ગત આવતી 7 વિધાનસભા બેઠકોમાંથી કુલ 6,69,749 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીકભાઈ મકવાણાને 4,08,132 મતો જ મળતા તેઓની 2,61,617 મતે હાર થઈ છે. ત્યારે બુથવાઈઝ વીશ્લેષણ કરતા ભાજપને લોકસભા બેઠકના 231 મતદાન મથકોમાંથી 500 કે તેથી વધુ મતો મળ્યા છે. આમ, ભાજપના ઉમેદવારને મતદારોએ ખોબલે અને ધોબલે મત આપ્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર છેલ્લે વર્ષ 2009ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રતીક સાથે સાંસદ તરીકે સોમાભાઈ પટેલ વિજેતા બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2014માં ભાજપના ઉમેદવાર દેવજીભાઈ ફતેપરાએ આ બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. જયારે વર્ષ 2019માં ડો. મહેન્દ્ર મુંજપરા વિજેતા બન્યા હતા. ત્યારે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શીહોરાએ હરીફ ઉમેદવાર ઋત્વીકભાઈ મકવાણાને હાર આપીને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપની વિજયી હેટ્રીક કરી છે. તા. 4થી જુને જાહેર થયેલા પરિણામમાં ભાજપના ઉમેદવારને ઈવીએમ થકી 6,64,093 અને પોસ્ટલ બેલેટ થકી 5656 મળી કુલ 6,69,749 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના ઉમેદવારને ઈવીએમ થકી 4,03,461 અને પોસ્ટલ બેલેટ થકી 4671 મતો મળ્યા છે. આમ ભાજપના ઉમેદવારનો 2,61,617 મતોની જંગી બહુમતીથી વિજય થયો છે. ત્યારે જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકો વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રાના 2136 મતદાન મથકોમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને મળેલ મતો પર નજર કરીએ તો કુલ 231 મતદાન મથકો એવા છે કે, જેમાંથી ભાજપના ઉમેદવારને પ00 કે તેથી વધુ મતો મળ્યા છે. જયારે 417 મતદાન મથકો એવા છે કે, જયાંથી કોંગ્રેસના ઉમેદવાર પુરા 100 મત પણ મેળવી શકયા નથી. ચોટીલાના પુર્વ ધારાસભ્ય રહી ચુકેલા અને ચોટીલાના વતની એવા ઋત્વીકભાઈને ચોટીલામાં 51 મતદાન મથકોમાંથી 100 મતો પણ મળ્યા નથી. જયારે ભાજપના ઉમેદવારને તેઓના વિધાનસભા વિસ્તાર ધ્રાંગધ્રામાંથી 57 મતદાન મથકોમાંથી 500થી વધુ મત મળ્યા છે. 500થી વધુ મતો ભાજપને આપવામાં સૌથી અગ્રેસર વઢવાણ વિધાનસભા 63 મતદાન મથકો સાથે છે.