Surendranagar: ધ્રાંગધ્રામાં તબીબના ઘેર જઈ 4 શખ્સોએ પત્નીની છેડતી કર્યાની પોલીસમાં રાવ

ધ્રાંગધ્રા શહેરમાં આવેલી હોસ્પિટલના ડોક્ટરની પત્નીને એમની હોસ્પિટલમાંથી નોકરી મૂકી દીધેલા કમ્પાઉડર સહિતના ચાર શખ્સોએ ઉપરના માળે જઈ છેડતી કર્યાની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ આદરી છે.ધ્રાંગધ્રામાં આર્ય સમાજ પાસે બ્રહ્મા નર્સિગ હોમમાં બે મહિનાથી તાહિર નામનો છોકરો કમ્પાઉડર તરીકે ફ્રજ બજાવતો હતો. ફ્રજ સમયે એને ત્રણ હજારની સારવાર લીધી હતી અને નોકરી મૂકી દીધા બાદ હિસાબ માંગતા ત્રણ હજાર લેવાના નીકળતા હોઈ હિસાબ સરભર થયાનું ડોકટરની પત્નીએ જણાવ્યું હતું. ત્યારબાદ રાત્રે તાહિરના ફેનમાંથી ફેન આવતા મહિલાએ ફેન ઉપાડતા બીજો કોઈ શખ્સ બોલતો હતો અને ધમકી આપતો હતો. ત્યારબાદ નંબર બ્લોક કરી દેતા બીજા 7 ફેન આવ્યા હતા અને નંબર બ્લોક ના કરી શકો એમ કહી ધમકાવતો હતો. ફેનમાં વાત બંધ થયા બાદ રાત્રે ડોક્ટર નીચે સારવારમાં હોય પત્ની ઉપરના માળે ગઈ હતી. આ દરમ્યાન એકાએક તાહિર સાથે ત્રણ અજાણ્યા શખ્સો હોસ્પિટલના ઉપરના માળે ઘરમાં આવી પહોંચ્યા હતા. ત્યાં આવી બે શખ્સોએ મહિલાને પકડી રાખી બે શખ્સોએ આબરૂ લેવાનો પ્રયાસ કરી શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.આવી ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ આ શખ્સોને બહાર જવાનું કહેવા છતાંય ના જતા મહિલાએ બુમાબુમ કરતા હોસ્પિટલમાં કામ કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા નીચેથી દોડી આવ્યા હતા. તેઓએ આવી ને આ ચારેયને ઘરની બહાર કાઢયા હતા. ડોક્ટરની પત્ની તાત્કાલિક ગંભીર ઘટનાની પોલીસ સ્ટેશન જઈ જાણ કરી આ ચારેય શખ્સો સામે રૂપિયા બાબતની ધમકી આપી આબરૂ લેવાનો પ્રયાસ કર્યાની ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવેલ છે. હોસ્પિટલમાં મહિલાના ડોક્ટર પતિ નીચેના માળે હાજર હોવાં છતાય ચાર શખ્સો હોસ્પિટલના ઉપરના માળે આવેલ ડોકટરના ઘેર જઈ મહિલા સાથે છેડતી કર્યાની હિંમત કર્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગયેલ છે.

Surendranagar: ધ્રાંગધ્રામાં તબીબના ઘેર જઈ 4 શખ્સોએ પત્નીની છેડતી કર્યાની પોલીસમાં રાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ધ્રાંગધ્રા શહેરમાં આવેલી હોસ્પિટલના ડોક્ટરની પત્નીને એમની હોસ્પિટલમાંથી નોકરી મૂકી દીધેલા કમ્પાઉડર સહિતના ચાર શખ્સોએ ઉપરના માળે જઈ છેડતી કર્યાની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ આદરી છે.

ધ્રાંગધ્રામાં આર્ય સમાજ પાસે બ્રહ્મા નર્સિગ હોમમાં બે મહિનાથી તાહિર નામનો છોકરો કમ્પાઉડર તરીકે ફ્રજ બજાવતો હતો. ફ્રજ સમયે એને ત્રણ હજારની સારવાર લીધી હતી અને નોકરી મૂકી દીધા બાદ હિસાબ માંગતા ત્રણ હજાર લેવાના નીકળતા હોઈ હિસાબ સરભર થયાનું ડોકટરની પત્નીએ જણાવ્યું હતું. ત્યારબાદ રાત્રે તાહિરના ફેનમાંથી ફેન આવતા મહિલાએ ફેન ઉપાડતા બીજો કોઈ શખ્સ બોલતો હતો અને ધમકી આપતો હતો. ત્યારબાદ નંબર બ્લોક કરી દેતા બીજા 7 ફેન આવ્યા હતા અને નંબર બ્લોક ના કરી શકો એમ કહી ધમકાવતો હતો. ફેનમાં વાત બંધ થયા બાદ રાત્રે ડોક્ટર નીચે સારવારમાં હોય પત્ની ઉપરના માળે ગઈ હતી. આ દરમ્યાન એકાએક તાહિર સાથે ત્રણ અજાણ્યા શખ્સો હોસ્પિટલના ઉપરના માળે ઘરમાં આવી પહોંચ્યા હતા. ત્યાં આવી બે શખ્સોએ મહિલાને પકડી રાખી બે શખ્સોએ આબરૂ લેવાનો પ્રયાસ કરી શારીરિક અડપલાં કરવા લાગ્યા હતા.આવી ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ આ શખ્સોને બહાર જવાનું કહેવા છતાંય ના જતા મહિલાએ બુમાબુમ કરતા હોસ્પિટલમાં કામ કરતા ધર્મેન્દ્રસિંહ ઝાલા નીચેથી દોડી આવ્યા હતા. તેઓએ આવી ને આ ચારેયને ઘરની બહાર કાઢયા હતા. ડોક્ટરની પત્ની તાત્કાલિક ગંભીર ઘટનાની પોલીસ સ્ટેશન જઈ જાણ કરી આ ચારેય શખ્સો સામે રૂપિયા બાબતની ધમકી આપી આબરૂ લેવાનો પ્રયાસ કર્યાની ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવેલ છે. હોસ્પિટલમાં મહિલાના ડોક્ટર પતિ નીચેના માળે હાજર હોવાં છતાય ચાર શખ્સો હોસ્પિટલના ઉપરના માળે આવેલ ડોકટરના ઘેર જઈ મહિલા સાથે છેડતી કર્યાની હિંમત કર્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગયેલ છે.