Narmadaના સાગબારા અને ડેડીયાપાડામાં બે કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબકયો
વરસાદ પડતા રાજપીપળામાં પાણી-પાણી થયું સ્ટેશન રોડ, દરબાર રોડ પર પાણી ભરાયા કાછીયાવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા નર્મદા જિલ્લાના સાગબારા તેમજ ડેડીયાપાડામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે,જેના કારણે રોડ પર પાણી ભરાયા છે.પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.સ્ટેશનરોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.ભારે વરસાદના કારણે જન-જીવન પર અસર જોવા મળી છે,સાથે સાથે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી નર્મદા જિલ્લાનાં તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તિલકવાડાને દેડીયાપાડા, સગબારા તાલુકાના ઘણા નદીમાં પાણીનાં નવા નીર આવ્યા છે અને નદીઓ ગાંડી તુર બની છે.નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. વર્ષાઋતુની સીઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પીછીપુરા અને રામપુરી વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝ-વે પાણીમાં ગરકાવ ડુમખલ કોકમ સરીબાર માથાસર કણજી વાંદરી અને કેટલાક ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામોને જોડતો આ રસ્તો છે. લો લેવલનો કોજવે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે રાહદારીઓને હાલાકી ભોગવી પડી રહી છે. જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી પડી રહી છે. ડુંગર વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી રહી છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વરસાદ પડતા રાજપીપળામાં પાણી-પાણી થયું
- સ્ટેશન રોડ, દરબાર રોડ પર પાણી ભરાયા
- કાછીયાવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
નર્મદા જિલ્લાના સાગબારા તેમજ ડેડીયાપાડામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે,જેના કારણે રોડ પર પાણી ભરાયા છે.પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.સ્ટેશનરોડ, દરબાર રોડ, કાછીયાવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે.ભારે વરસાદના કારણે જન-જીવન પર અસર જોવા મળી છે,સાથે સાથે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદથી નર્મદા જિલ્લાનાં તમામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તિલકવાડાને દેડીયાપાડા, સગબારા તાલુકાના ઘણા નદીમાં પાણીનાં નવા નીર આવ્યા છે અને નદીઓ ગાંડી તુર બની છે.નર્મદાના રામપુરી અને પીછીપુરા વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. વર્ષાઋતુની સીઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પીછીપુરા અને રામપુરી વચ્ચે અશ્વિન નદી ઉપર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
કોઝ-વે પાણીમાં ગરકાવ
ડુમખલ કોકમ સરીબાર માથાસર કણજી વાંદરી અને કેટલાક ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડરના ગામોને જોડતો આ રસ્તો છે. લો લેવલનો કોજવે પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે રાહદારીઓને હાલાકી ભોગવી પડી રહી છે. જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી લોકોને હાલાકી પડી રહી છે. ડુંગર વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી રહી છે.
ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ
મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમની સપાટીમાં વધારો થયો છે. જેમાં ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના 3 દરવાજા 0.3 મીટર ખોલીને 8000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. હડફ ડેમનું રુલ લેવલ 166.2 મીટર છે, જેનું હાલનું લેવલ 165.7 થતાં રુલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે. હડફ નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારમાં આવેલા ખાનપુર, માતરિયા, કડાદરા, મોરવા, ડાંગરીયા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે વ્યારા અને સોનગઢમાં 4 ઈંચથી વધુ વરસાદ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડામાં બે ઈંચ વરસાદ અને સૌથી ઓછો 1 ઈંચ વરસાદ નિઝર તાલુકામાં વરસ્યો છે. ખેતીલાયક વરસાદને લઈને ધરતીપૂત્રો ખુશખુશાલ થયા છે.