Unjha: જીમખાના મેદાન ખાતે સહકાર વિભાગ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

Dec 31, 2024 - 02:00
Unjha: જીમખાના મેદાન ખાતે સહકાર વિભાગ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત રાજ્ય સહકાર વિભાગ ક્રિકેટ ટુર્નામેન્ટનો 2024 નો શહેરના જીમખાના મેદાન ખાતેથી પ્રારંભ થયો છે. જેમાં સહકાર વિભાગ ગુજરાત રાજ્ય અધિકારીઓ તથા કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યભરની 11 ટીમો ભાગ લીધો હતો.

 આજે રાજકોટ અને ભાવનગર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં રાજકોટની ટીમ વિજેતા બની હતી. સહકાર વિભાગ ગુજરાત રાજ્યના અઘિકારી તથા કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટનો ઊંઝા શહેરમાં આવેલ જીમખાના મેદાન ખાતેથી પ્રારંભ તા 28 થી 30 ડિસેમ્બર 2024 એમ ત્રણ દિવસ ચાલી હતી. જેમાં રાજ્યની 11 ટીમોએ ભાગ લીધો છે. જે પૈકી 2 ટીમો મહિલાઓની છે. ગુજરાતની મહેસાણા, પાટણ, બનાસકાંઠા, રાજકોટ, સુરત બરોડા, ભાવનગર, ગીર સોમનાથ સહિતની જિલ્લાઓની ટીમ ભાગ લીધો હતો. સેમી ફાઇનલમાં મહેસાણા અને ભાવનગર તેમજ સાબરકાંઠા અને રાજકોટ રહેવા પામ્યુ હતું. જેમાં આજે ફાઇનલ મેચમાં રાજકોટ અને ભાવનગર વચ્ચે યોજાઈ હતી. જેમાં ફાઇનલમાં રાજકોટ ની ટીમ વિજેતા બની હતી. જ્યારે હાઇવેસ્ટ વિકેટ કીપર નિખિલભાઈ ચાવડા અને મેન ઑફ્ સિરીઝ ધર્મેન્દ્ર ભાઈ ભરવાડ રહ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0