Suratમાં પાણી ઓસર્યા બાદ અલથાણ ગ્રીન વિટરી સામે પડયો ભ્રષ્ટ્રાચારનો ભૂવો

સુરતમાં ભૂવો પડવાની ઘટના યથાવત ભૂવો પડતાં વાહન ચાલકોને મુશ્કેલી વારંવાર પડતા ભૂવાથી સ્થાનિકોમાં રોષ સુરતના અલથાણ ગ્રીન વિકટરી સામે ભૂવો પડતા સ્થાનિકો હેરાન થયા છે,સુરતમાં ભૂવો પડવાની ઘટના સામન્ય બની ગઈ છે.કોર્પોરેશન દ્રારા હાલમાં તો કોઈ બેરીકેડ મૂકવામાં આવ્યા નથી પરંતુ સ્થાનિકો દ્રારા ભૂવામાં ઝાડ મૂકી દેવામાં આવ્યું છે માટે કોઈ ભૂવામાં પડે નહી,કોર્પોરેશના પ્રિ-મોન્સૂન પ્લાન ઉઘાડા પડી ગયા છે. કોર્પોરેશન હવે તો જાગો સુરતમાં ધોધમાર વરસાદ વરસાતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને ધીરે ધીરે પાણી ઉતરતા ગયા અને શહેરમાં ભૂવા પડવાની સમસ્યા વધતી ગઈ ત્યારે કોર્પોરેશન આ ભૂવાઓ અને રોડ રસ્તાની કામગીરી કરી નથી રહ્યું તેવું લાગી રહ્યું છે,ભૂવો પડવો એ કોઈ સામન્ય વાત નથી કેમકે જો આ ભૂવામાં કોઈ ખાબકે અથવા કોઈ ગરકાવ થાય તો તેના માટે કોણ જવાબદાર રહે તે એક મોટો સવાલ છે. વ્રજચોક પાસે પણ ભૂવો પડયો સુરતના વ્રજચોક પાસે પસાર થતી ખાડીની બન્ને સાઈડનો રોડ બેસી ગયો છે. આખો ટ્રક સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડી ગયો છે. જેને લઇને તંત્ર દોડતું થઇ ગયું છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રને જવાબદાર ઠેરવ્યા છે. લોકો કહી રહ્યા છે કે, શાસકો અને તંત્રના પાપે રસ્તા બેસી ગયા છે. ઉલેખનીય છે કે, સુરત જિલ્લામાં વરસી રહેલ ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતના બ્રિજ પર પડયા ખાડા સુરત શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે.સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા શહેરના બ્રિજ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે.સુરત શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે,વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,તો જે વ્યકિતઓને કમરના દુખાવાની તકલીફ છે તેમને પણ દુખાવો થઈ રહ્યો છે.

Suratમાં પાણી ઓસર્યા બાદ અલથાણ ગ્રીન વિટરી સામે પડયો ભ્રષ્ટ્રાચારનો ભૂવો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં ભૂવો પડવાની ઘટના યથાવત
  • ભૂવો પડતાં વાહન ચાલકોને મુશ્કેલી
  • વારંવાર પડતા ભૂવાથી સ્થાનિકોમાં રોષ

સુરતના અલથાણ ગ્રીન વિકટરી સામે ભૂવો પડતા સ્થાનિકો હેરાન થયા છે,સુરતમાં ભૂવો પડવાની ઘટના સામન્ય બની ગઈ છે.કોર્પોરેશન દ્રારા હાલમાં તો કોઈ બેરીકેડ મૂકવામાં આવ્યા નથી પરંતુ સ્થાનિકો દ્રારા ભૂવામાં ઝાડ મૂકી દેવામાં આવ્યું છે માટે કોઈ ભૂવામાં પડે નહી,કોર્પોરેશના પ્રિ-મોન્સૂન પ્લાન ઉઘાડા પડી ગયા છે.

કોર્પોરેશન હવે તો જાગો

સુરતમાં ધોધમાર વરસાદ વરસાતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી અને ધીરે ધીરે પાણી ઉતરતા ગયા અને શહેરમાં ભૂવા પડવાની સમસ્યા વધતી ગઈ ત્યારે કોર્પોરેશન આ ભૂવાઓ અને રોડ રસ્તાની કામગીરી કરી નથી રહ્યું તેવું લાગી રહ્યું છે,ભૂવો પડવો એ કોઈ સામન્ય વાત નથી કેમકે જો આ ભૂવામાં કોઈ ખાબકે અથવા કોઈ ગરકાવ થાય તો તેના માટે કોણ જવાબદાર રહે તે એક મોટો સવાલ છે.


વ્રજચોક પાસે પણ ભૂવો પડયો

સુરતના વ્રજચોક પાસે પસાર થતી ખાડીની બન્ને સાઈડનો રોડ બેસી ગયો છે. આખો ટ્રક સમાઈ જાય તેટલો મોટો ભૂવો પડી ગયો છે. જેને લઇને તંત્ર દોડતું થઇ ગયું છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રને જવાબદાર ઠેરવ્યા છે. લોકો કહી રહ્યા છે કે, શાસકો અને તંત્રના પાપે રસ્તા બેસી ગયા છે. ઉલેખનીય છે કે, સુરત જિલ્લામાં વરસી રહેલ ધોધમાર વરસાદને લઈને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સુરતના બ્રિજ પર પડયા ખાડા

સુરત શહેરને વિકસિત શહેર ગણવામાં આવે છે પરંતુ આ ખાડા જોઈને તમે પણ વિચારમાં પડશો કે આ શહેર કેટલું વિકસિત છે.સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા શહેરના બ્રિજ પર ખાડાનું રાજ જોવા મળ્યું છે.સુરત શહેરની શોભા વધારતા કેબલ બ્રિજ પર ખાડા પડી ગયા છે જેના કારણે વાહનચાલકોને ખાડામાંથી પસાર થવું પડે છે,વાહનને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,તો જે વ્યકિતઓને કમરના દુખાવાની તકલીફ છે તેમને પણ દુખાવો થઈ રહ્યો છે.