Suratમાં જૈન સમુદાયનો વિરોધ શરૂ, કલેકટર કચેરીથી બહાર કાઢવામાં આવ્યા

જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો સુરતમાં જૈન સમુદાયનો વિરોધ શરૂ થયો છે. જેમાં જૈન સમુદાયના ભક્તોને પોલીસ દ્વારા કલેકટર કચેરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં છેલ્લા દોઢ કલાકથી જૈન સમાજના મહારાજ સ્વામી સાથે પોલીસની વાતચીત ચાલી રહી છે. જેમાં જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ છે. તેમજ જૈન સમુદાયના ઉચ્ચ આગેવાન મુંબઈથી આવ્યા છે. પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો મુંબઈથી આવેલ આગેવાન સાથે કલેકટર કચેરીએ ધરણા પર બેઠેલ મહારાજ સ્વામી સાથે વાતચીત ચાલી રહી છે. કલેકટર કચેરી બહાર જૈન સમાજના સમુદાયોનો ખડકલો છે. તેમજ પોલીસે કલેકટર કચેરીની અંદર બેઠેલા જૈનોને બહાર કાઢ્યા છે. હાલ કલકેટર કચેરી કેમ્પસમાં માત્ર જૈન મહારાજ સાહેબો જ હાજર છે. તેમાં પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો. પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. ન માત્ર ગુજરાતના જ, પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે. એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે. એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન અપાયું છે. 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત માહિતી એવી છે કે, પાવાગઢ ડુંગર પર સ્થિત મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે થઈને મંદિરનું કામ કરવામાં આવતા પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે. પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે.

Suratમાં જૈન સમુદાયનો વિરોધ શરૂ, કલેકટર કચેરીથી બહાર કાઢવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ
  • પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો
  • પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો

સુરતમાં જૈન સમુદાયનો વિરોધ શરૂ થયો છે. જેમાં જૈન સમુદાયના ભક્તોને પોલીસ દ્વારા કલેકટર કચેરીથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમાં છેલ્લા દોઢ કલાકથી જૈન સમાજના મહારાજ સ્વામી સાથે પોલીસની વાતચીત ચાલી રહી છે. જેમાં જૈન સમુદાયના મહારાજ સ્વામીઓ પોતાની માગ પર અડગ છે. તેમજ જૈન સમુદાયના ઉચ્ચ આગેવાન મુંબઈથી આવ્યા છે.

પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો

મુંબઈથી આવેલ આગેવાન સાથે કલેકટર કચેરીએ ધરણા પર બેઠેલ મહારાજ સ્વામી સાથે વાતચીત ચાલી રહી છે. કલેકટર કચેરી બહાર જૈન સમાજના સમુદાયોનો ખડકલો છે. તેમજ પોલીસે કલેકટર કચેરીની અંદર બેઠેલા જૈનોને બહાર કાઢ્યા છે. હાલ કલકેટર કચેરી કેમ્પસમાં માત્ર જૈન મહારાજ સાહેબો જ હાજર છે. તેમાં પોલીસનું કહેવું છે ધરણા માટે પરવાનગી લઈ કાર્યક્રમ કરો.

પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો

પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. ન માત્ર ગુજરાતના જ, પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે. એટલું જ નહીં સુરતમાં રાત્રે કલેક્ટર કચેરી સામે વિરોધ નોંધાવામાં આવ્યો છે. જૈન સમાજના મહારાજ સાહેબે તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે. એટલું જ નહીં રાત્રે જ કલેક્ટર કચેરીએ અધિકારીને આવેદન અપાયું છે.

22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત

માહિતી એવી છે કે, પાવાગઢ ડુંગર પર સ્થિત મહાકાળી માતા મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. જેના માટે થઈને મંદિરનું કામ કરવામાં આવતા પાવાગઢ ડુંગર ઉપર મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈન તીર્થંકરોની પ્રતિમાઓની આડેધડ તોડફોડ કરી નાખવામાં આવી છે. પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જૂના દાદરા છે. તેની બન્ને બાજુ ગોખલાઓમાં 22મા તીર્થંકર નેમિનાથ ભગવાન સહિત 7 મૂર્તિઓ હજારો વર્ષથી સ્થાપિત છે. જૈનો ત્યાં રોજ સેવા પૂજા માટે જાય છે.