Surat સ્વિમિંગ પુલ દારૂ મહેફીલ કેસમાં મનપા ઇન્સ્ટ્રક્ટર પંકજ ગાંધીને સસ્પેન્ડ કરાયા

સ્વિમિંગ પુલમાં દારૂ ચિકન પાર્ટી કેસમાં કાર્યવાહી દારૂ પાર્ટીના વીડિયોમાં પંકજ ગાંધી હોવાનું સામે આવ્યું સિંગણપોર મનપાના સ્વિમિંગ પુલમાં દારૂ ચિકનની પાર્ટીનો કેસ સુરતના સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણતા ત્રણ અધિકારીઓને કોર્પોરેશને પહેલા સસ્પેન્ડ કર્યા હતા.ત્યારે ગઈકાલે સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર પંકજ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વીડિયોમાં દેખાઈ આવ્યું હતુ કે પંકજ ગાંધી મહેફિલમાં હાજર હતા અને તેના પુરાવા મળી આવ્યા હતા.અત્યાર સુધી કુલ પાંચ જેટલા કર્મચારી પર કાર્યવાહી કરવામાં આવી છે. જાગૃત નાગરિકે બનાવ્યો હતો વિડીયો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોવાથી એક જાગૃત નાગરીકે રેડ પાડી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અધિકારીઓ દારૂ પીતા હતા. રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ આરંભી હતી. પાંચ અધિકારીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ સીંગણપોરના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સીનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે. પાલિકાના છે તમામ કર્મચારીઓ દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો કે, પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Surat સ્વિમિંગ પુલ દારૂ મહેફીલ કેસમાં મનપા ઇન્સ્ટ્રક્ટર પંકજ ગાંધીને સસ્પેન્ડ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સ્વિમિંગ પુલમાં દારૂ ચિકન પાર્ટી કેસમાં કાર્યવાહી
  • દારૂ પાર્ટીના વીડિયોમાં પંકજ ગાંધી હોવાનું સામે આવ્યું
  • સિંગણપોર મનપાના સ્વિમિંગ પુલમાં દારૂ ચિકનની પાર્ટીનો કેસ

સુરતના સિંગણપોર સ્વિમિંગ પુલમાં દારૂ અને નોનવેજની મહેફીલ માણતા ત્રણ અધિકારીઓને કોર્પોરેશને પહેલા સસ્પેન્ડ કર્યા હતા.ત્યારે ગઈકાલે સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર પંકજ ગાંધીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વીડિયોમાં દેખાઈ આવ્યું હતુ કે પંકજ ગાંધી મહેફિલમાં હાજર હતા અને તેના પુરાવા મળી આવ્યા હતા.અત્યાર સુધી કુલ પાંચ જેટલા કર્મચારી પર કાર્યવાહી કરવામાં આવી છે.

જાગૃત નાગરિકે બનાવ્યો હતો વિડીયો

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કતારગામ સિંગણપોર સ્વિમિંગ પૂલની ઓફિસમાં દારૂની મહેફિલ માણતા હોવાથી એક જાગૃત નાગરીકે રેડ પાડી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે, અધિકારીઓ દારૂ પીતા હતા. રેડ પડતાં જ તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા.આ અંગે સ્થાનિક કોર્પોરેટરને જાણ કરાતા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તપાસ આરંભી હતી.

પાંચ અધિકારીઓ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ

સીંગણપોરના સ્વિમિંગ પૂલમાં દારૂની મહેફિલ માણવા મામલે સુરત સીંગણપોર પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જેમાં પંકજ ગાંધી, તેજસ ખલાસી, સંજય ભગવાકર, પીનેશ સારંગ અને અજય શેલર નામના આરોપીઓ સામેલ છે. આરોપી પંકજ ગાંધી સીનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર અને પીનેશ સારંગ તેમજ અજય સેલર ઇન્સ્પેક્ટર તરીકે સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવે છે.

પાલિકાના છે તમામ કર્મચારીઓ

દારૂની મહેફિલ માણી રહેલા લોકોમાં ઇન્સ્પેક્ટર અને કોન્ટ્રાક્ટર સહિત સ્વિમિંગ કરવા આવેલા એક સભ્ય સાથે વોચમેન પણ હતો. તમામ પાલિકાના અધિકારીઓ છે અને ક્લાસ-3 અધિકારી તરીકે ફરજ બજાવે છે. જો કે, પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.