Surat: શહેરમાં વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન ઝડપાયુ

ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમનના દરોડા સુરતના ઓલપાડથી 11.60 લાખનો જથ્થો જપ્ત શંકાસ્પદ જથ્થાના 15 નમૂનાઓ લેવાયા સુરતમાં વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમને દરોડા પાડ્યા છે. તેમાં સુરતના ઓલપાડથી 11.60 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તથા શંકાસ્પદ જથ્થાના 15 નમૂનાઓ લેવાયા છે. જેમાં ઓલપાડ ખાતે વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા પડતા બીજા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. શંકાસ્પદ જથ્થાના 15 નમૂના લેવાયા ફેક્ટરીમાંથી રૂ.11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. જેમાં શંકાસ્પદ જથ્થાના 15 નમૂના લેવાયા છે.તેમજ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઇ, બાકીનો રૂ.11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આશરે રૂ.11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ.દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂ.2 લાખની કિંમતનું રો-મટેરિયલ, રૂ.70 હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, રૂ.2.90 લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ.6 લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ.11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથીક, આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે.

Surat: શહેરમાં વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન ઝડપાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમનના દરોડા
  • સુરતના ઓલપાડથી 11.60 લાખનો જથ્થો જપ્ત
  • શંકાસ્પદ જથ્થાના 15 નમૂનાઓ લેવાયા

સુરતમાં વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમને દરોડા પાડ્યા છે. તેમાં સુરતના ઓલપાડથી 11.60 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તથા શંકાસ્પદ જથ્થાના 15 નમૂનાઓ લેવાયા છે. જેમાં ઓલપાડ ખાતે વગર પરવાને આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા પડતા બીજા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

શંકાસ્પદ જથ્થાના 15 નમૂના લેવાયા

ફેક્ટરીમાંથી રૂ.11.60 લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો છે. જેમાં શંકાસ્પદ જથ્થાના 15 નમૂના લેવાયા છે.તેમજ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઇ, બાકીનો રૂ.11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આશરે રૂ.11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાથ, ચૂર્ણ તથા જોઇન્ટ રીલિફ ઓઈલ નામની અલગ-અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા જોગી હર્બાસ્યૂટીકલ પ્રા.લી. દ્વારા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા, તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. આ પેઢીના ડિરેક્ટર નિલેશભાઈ જોગલ તેમજ ડૉ.દેવાંગી જોગલ સામે કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂ.2 લાખની કિંમતનું રો-મટેરિયલ, રૂ.70 હજારની કિંમતનું પેકીંગ મટેરીયલ, રૂ.2.90 લાખની કિંમતની ફીનીશ્ડ પ્રોડક્ટ તેમજ રૂ.6 લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઈલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂ.11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના પાંચ નમૂના તથા રો-મટીરીયલના દસ નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ, પૃથક્કરણ માટે સરકારી પ્રયોગશાળા-વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દવાના નમૂનાઓનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે તેમજ ગેરકાયદેસર રીતે બનાવટી એલોપેથીક, આયુર્વેદિક અને કોસ્મેટીક્સ દવા બનાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તંત્ર કટિબદ્ધ છે.