Jamnagarના ધ્રોલમાં સમસ્યાનું નિરાકરણ ના આવતા 748 હિંદુઓએ ધર્મપરિવર્તનની CMને કરી રજૂઆત

જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારોએ કરી રજૂઆત  અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવતા ધર્મપરિવર્તનની ઉચ્ચારી ચિમકી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જામનગરના ધ્રોલમા વોર્ડ નંબર ૭, પડધરી નાકા પાછળ, સાત ડેરી મહાદેવ મંદિર વાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક પરિવારના કુલ ૭૪૮ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરતાં આક્ષેપ સાથે જણાવ્યું છે, કે ભાજ૫ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી. માંસ મટનનો જાહેરમાં કરાય છે નિકાલ સ્થાનિકોનું કહેવું છે કે,અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતાં આખરે કંટાળી જઈને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઇચ્છીએ છીએ.અમારા રહેણાક વિસ્તારના માર્ગે ખાટકી વાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આથી અમારી લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરછીયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માંસ માટે અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે. એક પણ તંત્ર દાદ આપતું નથી અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પગલા લેવાયા નથી. મચ્છીપીઠનો કચરો પણ બહાર જાહેરમાં ફેંકવામાં આવે છે. તેમજ મૃત પશુઓનો પણ આડેધડ નિકાલ કરવામાં આવે છે.આ વિસ્તારમાં રોડ રસ્તાની કોઈ સુવિધા આપવામાં આવી નથી. સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ઉપલબ્ધ નથી. ચોમાસામાં કાદવ કીચડ થાય છે. પરિણામે અવર જવર માટે નો રસ્તો બંધ થવા પામે છે. અહીં આવેલા મંદિરોના માર્ગે પણ સફાઈનો અભાવ જોવા મળે છે. ઉપરાંત મહિલાઓની છેડતીના પ્રશ્ન બને છે.અધિકારીઓ દોડતા થયા જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે સ્થાનિક આગેવાનો સહિતના નેતાઓ અમારા વિસ્તારના લોકોનો ઉપયોગ કરે છે.અને સભાઓમાં લઈ જવામાં આવે છે. આ તમામ સમસ્યા માટે રાજકીય આગેવાનો અને અધિકારીઓ જવાબદાર છે. આથી આખરે અમે લોકો આ સરકારથી કંટાળી ગયા છીએ, અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છા ધરાવીએ છીએ. સફાઈ અભિયાન કરાયું શરૂ આ સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતા આ અંગેની અરજીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ધ્રોલના મામલતદાર , એસડીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી અને બનાવ સંદર્ભે કામગીરી હાથધરી છે. તાત્કાલિક આ વિસ્તારમાં જેસીબીની મદદથી સફાઈ અભિયાન શરૂ કરાયું. અને હવે જે લોકો ગંદકી ફેલાવશે તેમના વિરુદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે. આ સાથે જ જે દુકાનવાળાઓ માસ મટન જાહેરમાં ફેંકતા હશે તેમની દુકાનો સીલ કરાશે તેમ જામનગર જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું.  

Jamnagarના ધ્રોલમાં સમસ્યાનું નિરાકરણ ના આવતા 748 હિંદુઓએ ધર્મપરિવર્તનની CMને કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામનગર જિલ્લાના ધ્રોલના વાડી સહિતના વિસ્તારમાં રહેતા હિંદુ પરિવારોએ કરી રજૂઆત
  •  અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવતા ધર્મપરિવર્તનની ઉચ્ચારી ચિમકી
  • મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી

જામનગરના ધ્રોલમા વોર્ડ નંબર ૭, પડધરી નાકા પાછળ, સાત ડેરી મહાદેવ મંદિર વાળા માર્ગે વાડી સહિતના વિસ્તારમાં રહેતા અનેક પરિવારના કુલ ૭૪૮ લોકોએ મુખ્યમંત્રી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખો તેમજ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરને પત્ર પાઠવી રજૂઆત કરતાં આક્ષેપ સાથે જણાવ્યું છે, કે ભાજ૫ કરતાં કોંગ્રેસ સરકાર સારી હતી.

માંસ મટનનો જાહેરમાં કરાય છે નિકાલ

સ્થાનિકોનું કહેવું છે કે,અમારા અનેક પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ લાવવામાં નહીં આવતાં આખરે કંટાળી જઈને અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઇચ્છીએ છીએ.અમારા રહેણાક વિસ્તારના માર્ગે ખાટકી વાડ વિસ્તારમાં માંસ મટનનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે. આથી અમારી લાગણી દુભાય છે. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અહીંના મરછીયા હોલમાં જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે માંસ માટે અને ગંદકીનો બહાર નિકાલ કરવામાં આવે છે.


એક પણ તંત્ર દાદ આપતું નથી

અહીં નજીકમાં જ મરઘા ઉછેર કેન્દ્ર કાર્યરત છે. આ બાબતે પણ ધ્રોલના પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા છતા કોઈ પગલા લેવાયા નથી. મચ્છીપીઠનો કચરો પણ બહાર જાહેરમાં ફેંકવામાં આવે છે. તેમજ મૃત પશુઓનો પણ આડેધડ નિકાલ કરવામાં આવે છે.આ વિસ્તારમાં રોડ રસ્તાની કોઈ સુવિધા આપવામાં આવી નથી. સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ઉપલબ્ધ નથી. ચોમાસામાં કાદવ કીચડ થાય છે. પરિણામે અવર જવર માટે નો રસ્તો બંધ થવા પામે છે. અહીં આવેલા મંદિરોના માર્ગે પણ સફાઈનો અભાવ જોવા મળે છે. ઉપરાંત મહિલાઓની છેડતીના પ્રશ્ન બને છે.

અધિકારીઓ દોડતા થયા

જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે સ્થાનિક આગેવાનો સહિતના નેતાઓ અમારા વિસ્તારના લોકોનો ઉપયોગ કરે છે.અને સભાઓમાં લઈ જવામાં આવે છે. આ તમામ સમસ્યા માટે રાજકીય આગેવાનો અને અધિકારીઓ જવાબદાર છે. આથી આખરે અમે લોકો આ સરકારથી કંટાળી ગયા છીએ, અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઈચ્છા ધરાવીએ છીએ.

સફાઈ અભિયાન કરાયું શરૂ

આ સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતા આ અંગેની અરજીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ધ્રોલના મામલતદાર , એસડીએમ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી અને બનાવ સંદર્ભે કામગીરી હાથધરી છે. તાત્કાલિક આ વિસ્તારમાં જેસીબીની મદદથી સફાઈ અભિયાન શરૂ કરાયું. અને હવે જે લોકો ગંદકી ફેલાવશે તેમના વિરુદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી કરવામા આવશે. આ સાથે જ જે દુકાનવાળાઓ માસ મટન જાહેરમાં ફેંકતા હશે તેમની દુકાનો સીલ કરાશે તેમ જામનગર જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું.