કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી! અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ

Representative imageLand Dispute in Ahmedabad: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની, સસરા સહિત ચાર લોકો સામે ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી લીધાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુવકના સસરા કાંતિભાઈ પટેલ સરદારધામમાં ટ્રસ્ટી હોવાથી ભાજપના મોટા નેતાઓ સાથે સંબંધ ધરાવતા હતા. જેથી બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન ભાજપના નેતાઓને વેચી દીધી હતી. એટલું જ નહી બે વર્ષ સુધી સતત રજૂઆત કરવા છતાંય પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે પુરાવાના આધારે ક્રિમીનલ પ્રોસીઝર રિપોર્ટ કરીને ગુનો પોલીસને આદેશ કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો.સસરાએ જમાઇની કરોડોની જમીન પચાવી પાડવાનો મામલોપાલડી ધરણીધર જૈન દેરાસર પાસે આવેલા યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પટેલે તેના સસરા કાંતિભાઇ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વર્ષ 2018માં વિરેન્દ્ર પટેલ ઓસ્ટ્રેલિયામાં હોવા છતાંય, તેમની બનાવટી સહી કરીને ભાગીદારમાંથી રીટાયર્ડમેન્ટ ડીડનો બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો હતો. જેને નોટરાઇઝડ કર્યા વિના અસલ દસ્તાવેજ તરીકે માન્ય ગણાવીને સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હતી. કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચીબીજી તરફ કાંતિભાઈએ અન્ય આરોપીઓ સાથે મળીને વર્ષ 2019માં બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી. જેમાં વિરેન્દ્રભાઈ પટેલની બનાવટી સહી કરીને કરોડો રૂપિયાની જમીનનો હક હિસ્સો જતો કરવાનું લખાણ કરીને જમીનો ભોગવટો કાંતિભાઈ પટેલ અને ગોપી પટેલને સોંપાયાનું લખાણ કરાયું હતું. આમ 2018માં વિરેન્દ્રભાઈના નામે રીટાયર્ડમેન્ટ ડીડ બનાવી, જ્યારે 2019માં વિરેન્દ્રભાઈની પાવર ઓફ એટર્ની બનાવી હતી. ત્યારબાદ આ અનનોટોરાઇઝડ દસ્તાવેજને આધારે વર્ષ 2023માં કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી હતી. જેમાં તકરારી હોવા છતાંય, મામલતદારે સરકારના દબાણમાં આવીને ખોટા દસ્તાવેજને કાયદેસરનો ગણીને જમીનના સોદાની એન્ટ્રી કરી હતી. સાથેસાથે આ કૌભાંડમાં કલેક્ટર કચેરીના અધિકારીઓને સંડોવણીની શક્યતા છે.આ અંગે કોર્ટમાં ન્યાય માટે દાદ માંગતા કોર્ટે સીગ્નેચર એક્સપર્ટ સહિતના તમામ પુરાવા ધ્યાનમાં લઈને ક્રિમીનલ પ્રો. કોડની કલમ 156(3)નો રિપોર્ટ કરીને કાંતિભાઈ અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કરતા પાલડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

કરોડોની જમીન ભાજપના મોટા માથાઓને વેચી! અમદાવાદમાં જમાઈને ઠગનારા સસરા પર નવો આરોપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Representative image

Land Dispute in Ahmedabad: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની, સસરા સહિત ચાર લોકો સામે ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી લીધાના મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં યુવકના સસરા કાંતિભાઈ પટેલ સરદારધામમાં ટ્રસ્ટી હોવાથી ભાજપના મોટા નેતાઓ સાથે સંબંધ ધરાવતા હતા. જેથી બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન ભાજપના નેતાઓને વેચી દીધી હતી. એટલું જ નહી બે વર્ષ સુધી સતત રજૂઆત કરવા છતાંય પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે કોર્ટમાં દાદ માંગતા કોર્ટે પુરાવાના આધારે ક્રિમીનલ પ્રોસીઝર રિપોર્ટ કરીને ગુનો પોલીસને આદેશ કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો.

સસરાએ જમાઇની કરોડોની જમીન પચાવી પાડવાનો મામલો

પાલડી ધરણીધર જૈન દેરાસર પાસે આવેલા યોગેશ્વરનગર સોસાયટીમાં રહેતા વિરેન્દ્ર પટેલે તેના સસરા કાંતિભાઇ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં વર્ષ 2018માં વિરેન્દ્ર પટેલ ઓસ્ટ્રેલિયામાં હોવા છતાંય, તેમની બનાવટી સહી કરીને ભાગીદારમાંથી રીટાયર્ડમેન્ટ ડીડનો બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યો હતો. જેને નોટરાઇઝડ કર્યા વિના અસલ દસ્તાવેજ તરીકે માન્ય ગણાવીને સમગ્ર છેતરપિંડી આચરવામાં આવી હતી. 

કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી

બીજી તરફ કાંતિભાઈએ અન્ય આરોપીઓ સાથે મળીને વર્ષ 2019માં બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી. જેમાં વિરેન્દ્રભાઈ પટેલની બનાવટી સહી કરીને કરોડો રૂપિયાની જમીનનો હક હિસ્સો જતો કરવાનું લખાણ કરીને જમીનો ભોગવટો કાંતિભાઈ પટેલ અને ગોપી પટેલને સોંપાયાનું લખાણ કરાયું હતું. આમ 2018માં વિરેન્દ્રભાઈના નામે રીટાયર્ડમેન્ટ ડીડ બનાવી, જ્યારે 2019માં વિરેન્દ્રભાઈની પાવર ઓફ એટર્ની બનાવી હતી. ત્યારબાદ આ અનનોટોરાઇઝડ દસ્તાવેજને આધારે વર્ષ 2023માં કરોડો રૂપિયાની જમીન ભાજપના મોટા માથાઓને વેચી હતી. જેમાં તકરારી હોવા છતાંય, મામલતદારે સરકારના દબાણમાં આવીને ખોટા દસ્તાવેજને કાયદેસરનો ગણીને જમીનના સોદાની એન્ટ્રી કરી હતી. સાથેસાથે આ કૌભાંડમાં કલેક્ટર કચેરીના અધિકારીઓને સંડોવણીની શક્યતા છે.

આ અંગે કોર્ટમાં ન્યાય માટે દાદ માંગતા કોર્ટે સીગ્નેચર એક્સપર્ટ સહિતના તમામ પુરાવા ધ્યાનમાં લઈને ક્રિમીનલ પ્રો. કોડની કલમ 156(3)નો રિપોર્ટ કરીને કાંતિભાઈ અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધવાનો હુકમ કરતા પાલડી પોલીસે ગુનો નોંધ્યો હતો.