Surendranagar: આજે દેવશયની એકાદશી,હવે દેવઊઠી અગિયારસ સુધી લગ્નના ઢોલ નહીં ઢબૂકે

આજથી 119 દિવસ સુધી લગ્નના યોગ નહીંતા. 12મી નવેમ્બરને દેવઉઠી અગિયારસથી શુભ કાર્યો કરી શકાશે હવે 119 દિવસ પછી દેવ ઉઠી અગિયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 17મી જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. ત્યારે આજથી 4 માસ દરમિયાન એટલે કે, 119 દિવસ લગ્નના શુભ મુહૂર્તો નથી. હવે 119 દિવસ પછી દેવ ઉઠી અગિયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે.  આજે તા. 17મી જુલાઈના રોજ અષાઢ માસની શુકલ પક્ષની અગિયારસ એટલે કે, દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીથી ચાર માસ સુધી દેવતાઓનો શયનકાળ રહે છે. આથી આ સમય દરમિયાન શુભકાર્યો પર બ્રેક લાગશે. અને તા. 12મી નવેમ્બરે દેવઉઠી અગિયારસથી શુભકાર્યો કરી શકાશે. આ અંગે આચાર્ય મહેન્દ્ર મહારાજ પુરાણીએ જણાવ્યુ કે, કારતક માસના શુકલ પક્ષની એકાદશી એટલે કે, દેવ ઉઠી અગિયારસથી ભગવાન યોગ નિંદ્રામાંથી બહાર આવશે. તા. 12મી નવેમ્બરે દેવ પ્રબોધીની એકાદશીથી લગ્ન સહીતના શુભ કાર્યો કરી શકાશે. દેવશયની અને દેવઉઠી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પીત છે. આ વખતે દેવશયની એકાદશી બુધવારે આવે છે. આ દિવસે ઉપવાસ કરનારને પુજા, જાપ અને તપનું બમણુ ફળ મળે છે. ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ. આથી આજથી 119 દિવસ એટલે કે, તા. 12મી નવેમ્બર સુધી લગ્ન, સગાઈ, વાસ્તુપૂજન સહિતના કાર્યો પર રોક લાગશે. આજથી બાલિકાઓના ગૌરીવ્રતની શરૂઆત થશે ઝાલાવાડમાં આજે અષાઢ માસની શુકલ પક્ષની અગિયારસથી નાની બાળાઓના ગૌરીવ્રત શરૂ થઈ રહ્યા છે. પ દિવસ ચાલનાર આ વ્રત બાળાઓ રહે છે. જેમાં મોળી વસ્તુઓ જ આરોગે છે અને પુજા અર્ચના કરે છે અને પાંચમા દિવસે રાત્રે 12 કલાક સુધીનું જાગરણ કરે છે. બીજી તરફ મોટી દિકરીઓના જયા પાર્વતી વ્રતની પણ તા. 19મીથી શરૂઆત થશે. પાંચ દિવસ આ વ્રત પાળીને પુજા કરીને અંતિમ દિવસે આખી રાતનું જાગરણ દિકરીઓ કરે છે.

Surendranagar: આજે દેવશયની એકાદશી,હવે દેવઊઠી અગિયારસ સુધી લગ્નના ઢોલ નહીં ઢબૂકે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજથી 119 દિવસ સુધી લગ્નના યોગ નહીં
  • તા. 12મી નવેમ્બરને દેવઉઠી અગિયારસથી શુભ કાર્યો કરી શકાશે
  • હવે 119 દિવસ પછી દેવ ઉઠી અગિયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 17મી જુલાઈના રોજ દેવશયની એકાદશી છે. ત્યારે આજથી 4 માસ દરમિયાન એટલે કે, 119 દિવસ લગ્નના શુભ મુહૂર્તો નથી. હવે 119 દિવસ પછી દેવ ઉઠી અગિયારસથી લગ્નની શરણાઈઓ ફરી ગુંજતી થશે.

 આજે તા. 17મી જુલાઈના રોજ અષાઢ માસની શુકલ પક્ષની અગિયારસ એટલે કે, દેવશયની એકાદશી છે. દેવશયની એકાદશીથી ચાર માસ સુધી દેવતાઓનો શયનકાળ રહે છે. આથી આ સમય દરમિયાન શુભકાર્યો પર બ્રેક લાગશે. અને તા. 12મી નવેમ્બરે દેવઉઠી અગિયારસથી શુભકાર્યો કરી શકાશે.

આ અંગે આચાર્ય મહેન્દ્ર મહારાજ પુરાણીએ જણાવ્યુ કે, કારતક માસના શુકલ પક્ષની એકાદશી એટલે કે, દેવ ઉઠી અગિયારસથી ભગવાન યોગ નિંદ્રામાંથી બહાર આવશે. તા. 12મી નવેમ્બરે દેવ પ્રબોધીની એકાદશીથી લગ્ન સહીતના શુભ કાર્યો કરી શકાશે. દેવશયની અને દેવઉઠી એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પીત છે. આ વખતે દેવશયની એકાદશી બુધવારે આવે છે.

આ દિવસે ઉપવાસ કરનારને પુજા, જાપ અને તપનું બમણુ ફળ મળે છે. ચાતુર્માસ દરમિયાન શુભ કાર્યો ન કરવા જોઈએ. આથી આજથી 119 દિવસ એટલે કે, તા. 12મી નવેમ્બર સુધી લગ્ન, સગાઈ, વાસ્તુપૂજન સહિતના કાર્યો પર રોક લાગશે.

આજથી બાલિકાઓના ગૌરીવ્રતની શરૂઆત થશે

ઝાલાવાડમાં આજે અષાઢ માસની શુકલ પક્ષની અગિયારસથી નાની બાળાઓના ગૌરીવ્રત શરૂ થઈ રહ્યા છે. પ દિવસ ચાલનાર આ વ્રત બાળાઓ રહે છે. જેમાં મોળી વસ્તુઓ જ આરોગે છે અને પુજા અર્ચના કરે છે અને પાંચમા દિવસે રાત્રે 12 કલાક સુધીનું જાગરણ કરે છે. બીજી તરફ મોટી દિકરીઓના જયા પાર્વતી વ્રતની પણ તા. 19મીથી શરૂઆત થશે. પાંચ દિવસ આ વ્રત પાળીને પુજા કરીને અંતિમ દિવસે આખી રાતનું જાગરણ દિકરીઓ કરે છે.