Surendranagar: ઝાલાવાડમાં મંગળવારે વરસાદનો વિરામ, આગામી બે દિવસ યલો એલર્ટ

તા. 17 અને 18મીએ જિલ્લામાં છૂટાછવાયા વરસાદનો વરતારોલખતરમાં 2 ઈંચ અને લીંબડી,વઢવાણ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડયો હતો 2 દિવસ દરમીયાન છુટો છવાયો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે સપ્તાહની શરૂઆતે બપોર બાદ જિલ્લાના 10માંથી 7તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં લખતરમાં 2 ઈંચ અને લીંબડી, વઢવાણ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડયો હતો. પરંતુ બીજા જ દિવસે એટલે કે, મંગળવારે જિલ્લામાં વરસાદે ફરી વીરામ લીધો છે. અને મંગળવાર સાંજ સુધી જિલ્લામાં કયાંય વરસાદના વાવડ નથી. સુરેન્દ્રનગર શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદને લીધે છેવાડાની સોસાયટીઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તેમજ 80 ફુટ રોડ પર આવેલી કિશોર સોસાયટીમાં જીનાલય પાસે જ ચીક્કાર પાણી ભરાતા સાધુ-સંતો અને શ્રાવકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જયારે આગામી તા. 17 અને 18 જુલાઈ એમ 2 દિવસ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરને યલો એલર્ટ અપાયુ છે. આ 2 દિવસ દરમીયાન છુટો છવાયો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. લખતર પંથકમાં સોમવારે દિવસ દરમિયાન બે ઈંચથી વધુ 53 મીમી વરસાદ વરસ્યો હતો. ત્યારે સારા વરસાદને લીધે તાલુકાના ડેરવાળા અને સાકર ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. જીવના જોખમે બાઈક ચાલકો કોઝવે પસાર થતા નજરે પડયા હતા. આ કોઝવે પર પુલ બનાવવા અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે. પરંતુ તંત્રની લાપરવાહીને લીધે કોઈને જીવ જાય તેમ લાગી રહ્યુ છે.

Surendranagar: ઝાલાવાડમાં મંગળવારે વરસાદનો વિરામ, આગામી બે દિવસ યલો એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તા. 17 અને 18મીએ જિલ્લામાં છૂટાછવાયા વરસાદનો વરતારો
  • લખતરમાં 2 ઈંચ અને લીંબડી,વઢવાણ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડયો હતો
  • 2 દિવસ દરમીયાન છુટો છવાયો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે સપ્તાહની શરૂઆતે બપોર બાદ જિલ્લાના 10માંથી 7તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં લખતરમાં 2 ઈંચ અને લીંબડી, વઢવાણ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડયો હતો.

પરંતુ બીજા જ દિવસે એટલે કે, મંગળવારે જિલ્લામાં વરસાદે ફરી વીરામ લીધો છે. અને મંગળવાર સાંજ સુધી જિલ્લામાં કયાંય વરસાદના વાવડ નથી. સુરેન્દ્રનગર શહેરમાં 2 ઈંચથી વધુ વરસાદને લીધે છેવાડાની સોસાયટીઓમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. તેમજ 80 ફુટ રોડ પર આવેલી કિશોર સોસાયટીમાં જીનાલય પાસે જ ચીક્કાર પાણી ભરાતા સાધુ-સંતો અને શ્રાવકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જયારે આગામી તા. 17 અને 18 જુલાઈ એમ 2 દિવસ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગરને યલો એલર્ટ અપાયુ છે. આ 2 દિવસ દરમીયાન છુટો છવાયો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.

લખતર પંથકમાં સોમવારે દિવસ દરમિયાન બે ઈંચથી વધુ 53 મીમી વરસાદ વરસ્યો હતો. ત્યારે સારા વરસાદને લીધે તાલુકાના ડેરવાળા અને સાકર ગામ વચ્ચે આવેલા કોઝવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે વાહનચાલકો પરેશાન થઈ ગયા હતા. જીવના જોખમે બાઈક ચાલકો કોઝવે પસાર થતા નજરે પડયા હતા. આ કોઝવે પર પુલ બનાવવા અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરાઈ છે. પરંતુ તંત્રની લાપરવાહીને લીધે કોઈને જીવ જાય તેમ લાગી રહ્યુ છે.