Surat : ટેકસી ચાલકની હત્યા કર્યા બાદ 9 વર્ષે આરોપી નોઈડાથી ઝડપાયો

પેરોલ જંમ્પ કેદી રાજુ ઉર્ફે રાજપાલ યાદવની ધરપકડ રાજપાલ યાદવ નોઈડામાં ટેક્સી ડ્રાઇવિંગ કરતો હતો 1998માં આરોપીઓએ હત્યા કરી ટેક્સી લૂંટી લીધી હતી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા 9 વર્ષથી પેરોલ ફરાર પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉતરપ્રદેશના નોઇડા ખાતેથી ઝડપી પાડયો છે.સુરતમાં રહેતો મહમંદ રીયાઝ ભાડેથી ટેક્સી ચલાવતો હતો. દરમિયાન 1 જૂન 1998ના રોજ સુરત રેલવે સ્ટેશનથી બે મુસાફરોને રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસચંદ્ર બાજપાયને લઈને વડોદરા ખાતે જવા રવાના થયો હતો. પરંતુ બંને મુસાફરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મારી ફાયરિંગ કરી મહમંદ રીયાઝની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી.મારુતિવાન ટેક્સીની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. પેરોલ પર આરોપી ફરાર થઈ ગયો પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ સુરતની લાજપોર જેલમાં કેદ હતો. દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાંથી 14 દિવસના પેરોલ રજા પર છૂટવા માટે અરજી કરી હતી. જે નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજુર કરતા કેદીને જેલ મુક્ત કરાયો હતો. 14 એપ્રિલ 2015ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ કેદી હાજર ના થઇ ફરાર થઇ ગયો હતો. અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ છુપાતો રહ્યો કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉતર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં છુપાતો રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. તેનો દીકરો નોઇડા ખાતે બેંકમાં નોકરી કરતો હોવાથી વર્ષ 2021ના વર્ષથી કેદી નોઇડા ખાતે શિફ્ટ થઇ ગયો હતો અને ત્યાં ડ્રાઈવિંગનું કામકાજ કરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચે તેને ત્યાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આરોપી પહેલા મધ્યપ્રદેશથી ઝડપાયો હતો મધ્યપ્રદેશ ખાતે ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વર્ષ 2004માં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને 5 હજાર રૂપિયાના દંડની સજા કરી હતી.

Surat : ટેકસી ચાલકની હત્યા કર્યા બાદ 9 વર્ષે આરોપી નોઈડાથી ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેરોલ જંમ્પ કેદી રાજુ ઉર્ફે રાજપાલ યાદવની ધરપકડ
  • રાજપાલ યાદવ નોઈડામાં ટેક્સી ડ્રાઇવિંગ કરતો હતો
  • 1998માં આરોપીઓએ હત્યા કરી ટેક્સી લૂંટી લીધી હતી

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા 9 વર્ષથી પેરોલ ફરાર પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉતરપ્રદેશના નોઇડા ખાતેથી ઝડપી પાડયો છે.સુરતમાં રહેતો મહમંદ રીયાઝ ભાડેથી ટેક્સી ચલાવતો હતો. દરમિયાન 1 જૂન 1998ના રોજ સુરત રેલવે સ્ટેશનથી બે મુસાફરોને રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસચંદ્ર બાજપાયને લઈને વડોદરા ખાતે જવા રવાના થયો હતો. પરંતુ બંને મુસાફરોએ ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થરથી મારી ફાયરિંગ કરી મહમંદ રીયાઝની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી.મારુતિવાન ટેક્સીની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

પેરોલ પર આરોપી ફરાર થઈ ગયો

પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ સુરતની લાજપોર જેલમાં કેદ હતો. દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાંથી 14 દિવસના પેરોલ રજા પર છૂટવા માટે અરજી કરી હતી. જે નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજુર કરતા કેદીને જેલ મુક્ત કરાયો હતો. 14 એપ્રિલ 2015ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ કેદી હાજર ના થઇ ફરાર થઇ ગયો હતો.

અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ છુપાતો રહ્યો

કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉતર પ્રદેશના અલગ-અલગ શહેરોમાં છુપાતો રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો. તેનો દીકરો નોઇડા ખાતે બેંકમાં નોકરી કરતો હોવાથી વર્ષ 2021ના વર્ષથી કેદી નોઇડા ખાતે શિફ્ટ થઇ ગયો હતો અને ત્યાં ડ્રાઈવિંગનું કામકાજ કરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચે તેને ત્યાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

આરોપી પહેલા મધ્યપ્રદેશથી ઝડપાયો હતો

મધ્યપ્રદેશ ખાતે ઝડપાઈ ગયા હતા. આ બનાવ અંગે સુરતના મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વર્ષ 2004માં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને 5 હજાર રૂપિયાના દંડની સજા કરી હતી.