Surat News : વરાછામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષસ મામલે મ્યુ,કમિશનરે આપ્યા તપાસના આદેશ

વરાછાના સ્પોર્ટસ કોમ્પલેક્ષસને તાળા મારી કોન્ટ્રાક્ટર ભાગી જતા મ્યુ.કમિશનર આકરા પાણીએ ઇજારાના 2 મહિના બાકી હતા ત્યારે જ તમામ સાધનો ખાલી કરીને રફૂચક્કર થઈ ગયો ઈજારદારે 87.63 લાખનો વેરો ભર્યો ન હતો વરાછામાં સરદાર સ્પોર્ટસ કોમ્પલેક્ષસના કોન્ટ્રાક્ટરે ફિટનેસ ક્લબ 87.63 લાખનું વેરા બિલ ભર્યા વગર ઇજારાના 2 મહિના બાકી હતા ત્યારે જ તમામ સાધનો ખાલી કરીને રફૂચક્કર થઈ ગયો હતો છતાં પાલિકા તંત્ર ઊંઘતું રહ્યું હતું.આ કેસમાં 4 વર્ષથી આકારણી વેરા વસૂલાત જ કરાઈ ન હતી. શું છે સમગ્ર કેસ વરાછામાં મનપાના PPPPP ધોરણે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષસને ઇજાદાર રાતો રાત તાળા મારી છું થઈ ગયા છે.આના કારણે પાલિકાને લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની વાત સામે આવી છે,આ સ્પોર્ટ કોમ્પલેક્ષસમાં ઈજારદાર દ્વારા 6 મહિનાની ફી લઈ લીધી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.પાલિકાના લોકોએ ફોન કરતા સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છે.તો બીજી તરફ લોકો ફી પરત લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષસ બનશે નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષસ નિમાર્ણ થવા જઈ રહ્યું છે.જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ દેશનું મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર બિઝનેસ અને એજ્યુકેશનમાં આગવું સ્થાન ધરાવે છે. જે હવે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવા જઈ રહ્યું છે. અને તે એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેરમાં વિશ્વના મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ દેશનું સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ બનવા જઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.  

Surat News : વરાછામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષસ મામલે મ્યુ,કમિશનરે આપ્યા તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરાછાના સ્પોર્ટસ કોમ્પલેક્ષસને તાળા મારી કોન્ટ્રાક્ટર ભાગી જતા મ્યુ.કમિશનર આકરા પાણીએ
  • ઇજારાના 2 મહિના બાકી હતા ત્યારે જ તમામ સાધનો ખાલી કરીને રફૂચક્કર થઈ ગયો
  • ઈજારદારે 87.63 લાખનો વેરો ભર્યો ન હતો

વરાછામાં સરદાર સ્પોર્ટસ કોમ્પલેક્ષસના કોન્ટ્રાક્ટરે ફિટનેસ ક્લબ 87.63 લાખનું વેરા બિલ ભર્યા વગર ઇજારાના 2 મહિના બાકી હતા ત્યારે જ તમામ સાધનો ખાલી કરીને રફૂચક્કર થઈ ગયો હતો છતાં પાલિકા તંત્ર ઊંઘતું રહ્યું હતું.આ કેસમાં 4 વર્ષથી આકારણી વેરા વસૂલાત જ કરાઈ ન હતી.

શું છે સમગ્ર કેસ

વરાછામાં મનપાના PPPPP ધોરણે બનેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષસને ઇજાદાર રાતો રાત તાળા મારી છું થઈ ગયા છે.આના કારણે પાલિકાને લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની વાત સામે આવી છે,આ સ્પોર્ટ કોમ્પલેક્ષસમાં ઈજારદાર દ્વારા 6 મહિનાની ફી લઈ લીધી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે.પાલિકાના લોકોએ ફોન કરતા સંચાલકોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ છે.તો બીજી તરફ લોકો ફી પરત લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

નારણપુરામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષસ બનશે

નારણપુરા સ્પોટર્સ કોમ્પલેક્ષસ નિમાર્ણ થવા જઈ રહ્યું છે.જે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ દેશનું મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર બિઝનેસ અને એજ્યુકેશનમાં આગવું સ્થાન ધરાવે છે. જે હવે સ્પોર્ટ ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવા જઈ રહ્યું છે. અને તે એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે અમદાવાદ શહેરમાં વિશ્વના મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ દેશનું સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષસ બનવા જઈ રહ્યું છે. અમદાવાદના નારણપુરાના વરદાન ટાવર પાસે આવેલા મેદાનમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંદાજીત 631 કરોડના ખર્ચે તૈયાર થશે.