બનાસકાંઠાના અમીરગઢના 8 ગામડામાં રૂપાલા સામે રોષ,નેતાઓને પ્રવેશ બંધી

અમીરગઢ તાલુકાના આઠ જેટલા ગામડાઓમાં ભાજપને લઈ પ્રવેશબંધી ફરમાવી ભાજપના નેતા કે કાર્યકર્તાઓને ગામમાં ન પ્રવેશવાના બેનર સોશિયલ મીડિયામાં વાયરલ ક્ષત્રિય સમાજના બહુમતી ધરાવતા ગામડાઓમાં પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે,ત્યારે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ કાર્યક્રમો તેમજ મિટીંગનો દોર યથાવત છે,બનાસકાંઠાના અમીરગઢના આઠ ગામડાઓમાં રૂપાલાને લઈ રોષ ફેલાયો છે,ગામમાં બેનર લગાવવામાં આવ્યું છે અને તેમાં લખ્યું છે કે ગામમાં કોઈ પણ ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહી,ચેખલા,ઝાલરા,કઝરા ગામમાં સૌથી વધારે વિરોધ જોવા મળ્યો છે. રાજકોટમાં પાટીદાર સમાજે યોજી હતી બેઠક ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળી હતી. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાઈ હતી. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક યોજાઈ હતી. જાણો શું છે સમગ્ર મામલો લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.

બનાસકાંઠાના અમીરગઢના 8 ગામડામાં રૂપાલા સામે રોષ,નેતાઓને પ્રવેશ બંધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમીરગઢ તાલુકાના આઠ જેટલા ગામડાઓમાં ભાજપને લઈ પ્રવેશબંધી ફરમાવી
  • ભાજપના નેતા કે કાર્યકર્તાઓને ગામમાં ન પ્રવેશવાના બેનર સોશિયલ મીડિયામાં વાયરલ
  • ક્ષત્રિય સમાજના બહુમતી ધરાવતા ગામડાઓમાં પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ

રાજકોટ લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે,ત્યારે સમગ્ર ગુજરાતમાં અલગ-અલગ કાર્યક્રમો તેમજ મિટીંગનો દોર યથાવત છે,બનાસકાંઠાના અમીરગઢના આઠ ગામડાઓમાં રૂપાલાને લઈ રોષ ફેલાયો છે,ગામમાં બેનર લગાવવામાં આવ્યું છે અને તેમાં લખ્યું છે કે ગામમાં કોઈ પણ ભાજપના નેતાઓએ પ્રવેશ કરવો નહી,ચેખલા,ઝાલરા,કઝરા ગામમાં સૌથી વધારે વિરોધ જોવા મળ્યો છે.

રાજકોટમાં પાટીદાર સમાજે યોજી હતી બેઠક

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ દરમિયાન હવે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળી હતી. વિગતો મુજબ આ બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાઈ હતી. સ્થાનિક ચર્ચા મુજબ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા પાટીદારો બેઠક યોજાઈ હતી.

જાણો શું છે સમગ્ર મામલો

લોકસભા ચૂંટણી જાહેર થતા બાદ તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ લોકસભા સીટ પર ભાજપ દ્વાર પરુષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેઓ દ્વારા પુર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો. થોડા દિવસ પહેલા પરષોતમ રુપાલા દ્વારા એક સભામાં ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે તે વિવાદ ધીમે ધીમે વધતા ક્ષત્રિય સમાજ દ્વારા પરષોતમ રુપાલાની જગ્યાએ અન્ય કોઈ પણ ઉમેદવારની ટીકીટ આપવાની માંગ ઉચ્ચારી છે.