Surat News : પાલિકાની કચરાની ગાડીએ બાળકને કચડતા નિપજયું મોત

સરથાણામાં પાલિકાની કચરાની ગાડી બાળક પર ફરી વળી 8 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત કચરાની ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર સુરતના સરથાણામાં પાલિકાની કચરાની ગાડીએ બાળકને કચડતા તેનું મોત નિપજયુ છે,બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.સરથાણા પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા શોધખોળ હાથધરી છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પાંડેસરામાં આજે ટેમ્પાચાલે બાળકીનો લીધો ભોગ પાંડેસરામાં નશાખોર ટેમ્પાચાલકે 12 મહિનાની બાળકીને કચડી નાખી હતી,બાળકી તેની માતા સાથે સૂતી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.માથાના ભાગે બાળકીને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.પાંડેસરા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી. બે દિવસ અગાઉ પ્લેટ પડતા બાળકીનું મોત થયું હતુ સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગ કામ કરતા માતા-પિતાની દોઢ વર્ષની દીકરી રમી રહી હતી. આ દરમિયાન તેના માથે લોખંડની પ્લેટ પડતી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઈજાઓ થઇ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 17 મે 2024ના રોજ પોલીસે ભણાવ્યો પાઠ સોશિયલ મીડિયા રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરવાનો ટ્રેન્ડ હમણાં ચાલી નીકળ્યો છે, ત્યારે બે દિવસ પહેલાં શહેરના ડીંડોલી બ્રિજ પર એક દોડતા ટેમ્પોના બોનેટ પર બેઠેલા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો જોઈ પોલીસ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક તથા સ્ટંટ કરનાર બંને યુવકોને દબોચી લીધા હતાં. મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને કાન પણ પકડાવ્યા હતા. 17 મે 2024ના રોજ રાજકોટમાં બની હીટ એન્ડ રનની ઘટના રાજકોટમાં કારની રફતારે 2 વ્યક્તિઓનો જીવ લીધો હતો. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં સતત હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરતા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક બાળકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા કારનાં નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે.

Surat News : પાલિકાની કચરાની ગાડીએ બાળકને કચડતા નિપજયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સરથાણામાં પાલિકાની કચરાની ગાડી બાળક પર ફરી વળી
  • 8 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત
  • કચરાની ગાડીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર

સુરતના સરથાણામાં પાલિકાની કચરાની ગાડીએ બાળકને કચડતા તેનું મોત નિપજયુ છે,બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ.સરથાણા પોલીસે ફરાર ડ્રાઈવરને શોધવા શોધખોળ હાથધરી છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

પાંડેસરામાં આજે ટેમ્પાચાલે બાળકીનો લીધો ભોગ

પાંડેસરામાં નશાખોર ટેમ્પાચાલકે 12 મહિનાની બાળકીને કચડી નાખી હતી,બાળકી તેની માતા સાથે સૂતી હતી તે દરમિયાન આ ઘટના બની હતી.માથાના ભાગે બાળકીને ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.પાંડેસરા પોલીસે ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથધરી હતી.

બે દિવસ અગાઉ પ્લેટ પડતા બાળકીનું મોત થયું હતુ

સુરતમાં ઘોડદોડ રોડ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગ કામ કરતા માતા-પિતાની દોઢ વર્ષની દીકરી રમી રહી હતી. આ દરમિયાન તેના માથે લોખંડની પ્લેટ પડતી હતી. જેને લઈને બાળકીને ગંભીર ઈજાઓ થઇ હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. એકની એક દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

17 મે 2024ના રોજ પોલીસે ભણાવ્યો પાઠ

સોશિયલ મીડિયા રિલ્સ બનાવવા જોખમી સ્ટંટ કરવાનો ટ્રેન્ડ હમણાં ચાલી નીકળ્યો છે, ત્યારે બે દિવસ પહેલાં શહેરના ડીંડોલી બ્રિજ પર એક દોડતા ટેમ્પોના બોનેટ પર બેઠેલા યુવકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો જોઈ પોલીસ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક તથા સ્ટંટ કરનાર બંને યુવકોને દબોચી લીધા હતાં. મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને કાન પણ પકડાવ્યા હતા.

17 મે 2024ના રોજ રાજકોટમાં બની હીટ એન્ડ રનની ઘટના

રાજકોટમાં કારની રફતારે 2 વ્યક્તિઓનો જીવ લીધો હતો. મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં સતત હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરતા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક બાળકનું ઘટનાં સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત થયું હતું. કાર ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. મેટોડા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા કારનાં નંબરનાં આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી છે.