Surat Monsoon: જિલ્લામાં વરસાદી માહોલ, જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ મેઘમહેર થઇ

રાત્રિ સમય દરમ્યાન જિલ્લામાં પવન સાથે વરસાદ આવ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાત્રિ સમય દરમ્યાન જિલ્લામાં પવન સાથે વરસાદ આવ્યો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરત સહિત અલગ અલગ તાલુકાઓમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માંગરોળ તાલુકામાં મુશળધાર વરસાદ થયો હતો. માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું સુરત શહેર-જિલ્લામાં ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. જેમાં ઉમરપાડા, ઓલપાડ અને પલસાણા તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરમાં રવિવારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ હોય તે રીતે બપોરે એક કલાકમાં ગાજવીજ સાથે સરેરાશ દોઢ ઈંચ વરસાદ થયો હતો. 24 કલાકમાં 6 મીમીથી લઇ 48 મીમી (2 ઈંચ) વરસાદ વરસ્યો હતો. રવિવારે વહેલીસવારે 4થી 6 અને સાંજે 4થી 6માં વરસાદના બે મોટા રાઉન્ડ આવ્યા હતા. વીકએન્ડમાં વરસાદ થતાં શહેરીજનોએ ભરપૂર આનંદ માણ્યો હતો અને ડુમસ તરફ ફરવા પણ ઉમટી પડ્યા હતા.આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મંગળવારે અને બુધવારે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી પારો 4 ડિગ્રી ગગડી ગયો હતો. મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુતમ 25 ડિગ્રી નોંધાયું હતું. લઘુતમમાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો છે. સવારે ભેજનું પ્રમાણ 93 ટકા અને સાંજે 90 ટકા રહ્યું હતું. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદમાં બારડોલી : 26 મિમિ, ચોર્યાસી : 16 મિમિ, કામરેજ : 5 મિમિ, માંડવી : 6 મિમિ, મહુવા : 24 મિમિ, માંગરોળ : 37 મિમિ તથા ઉમરપાડા : 12 મિમિ અને ઓલપાડ : 15 મિમિ તેમજ સુરત સીટી : 17 મિમિ વરસાદ આવ્યો છે.

Surat Monsoon: જિલ્લામાં વરસાદી માહોલ, જાણો કયા વિસ્તારમાં સૌથી વધુ મેઘમહેર થઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાત્રિ સમય દરમ્યાન જિલ્લામાં પવન સાથે વરસાદ આવ્યો
  • વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે
  • 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાત્રિ સમય દરમ્યાન જિલ્લામાં પવન સાથે વરસાદ આવ્યો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરત સહિત અલગ અલગ તાલુકાઓમાં ભારે ઉકળાટ બાદ મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માંગરોળ તાલુકામાં મુશળધાર વરસાદ થયો હતો. માંગરોળમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું

સુરત શહેર-જિલ્લામાં ગઈકાલ સાંજથી જ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. જેમાં ઉમરપાડા, ઓલપાડ અને પલસાણા તાલુકામાં વધારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. શહેરમાં રવિવારે વિધિવત ચોમાસાની શરૂઆત થઈ હોય તે રીતે બપોરે એક કલાકમાં ગાજવીજ સાથે સરેરાશ દોઢ ઈંચ વરસાદ થયો હતો. 24 કલાકમાં 6 મીમીથી લઇ 48 મીમી (2 ઈંચ) વરસાદ વરસ્યો હતો. રવિવારે વહેલીસવારે 4થી 6 અને સાંજે 4થી 6માં વરસાદના બે મોટા રાઉન્ડ આવ્યા હતા. વીકએન્ડમાં વરસાદ થતાં શહેરીજનોએ ભરપૂર આનંદ માણ્યો હતો અને ડુમસ તરફ ફરવા પણ ઉમટી પડ્યા હતા.

આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મંગળવારે અને બુધવારે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી પારો 4 ડિગ્રી ગગડી ગયો હતો. મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી અને લઘુતમ 25 ડિગ્રી નોંધાયું હતું. લઘુતમમાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો છે. સવારે ભેજનું પ્રમાણ 93 ટકા અને સાંજે 90 ટકા રહ્યું હતું. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ વરસાદમાં બારડોલી : 26 મિમિ, ચોર્યાસી : 16 મિમિ, કામરેજ : 5 મિમિ, માંડવી : 6 મિમિ, મહુવા : 24 મિમિ, માંગરોળ : 37 મિમિ તથા ઉમરપાડા : 12 મિમિ અને ઓલપાડ : 15 મિમિ તેમજ સુરત સીટી : 17 મિમિ વરસાદ આવ્યો છે.