Ahmedabadમાં રોંગ સાઈડ ટ્રાફિક ડ્રાઈવમાં બે દિવસમાં 370 કેસો કરવામાં આવ્યા

પહેલા દિવસે 160 ફરિયાદ દાખલ કરવામાં આવી બીજા દિવસે 210 લોકોના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી 2 દિવસની ડ્રાઈવમાં 370 કેસો કરવામાં આવ્યા અમદાવાદમાં રોંગ સાઈડને લઈ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે,ત્યારે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 370 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.તમામ સામે IPC કલમ 184 અને મોટર વ્હીકલ એક્ટ 279 અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.ભયજનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ અને વડોદરામાં ડ્રાઈવ અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોને લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા 22 જૂનથી રોંગ સાઈડમાં ચાલતાં વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી 30 જૂન સુધી ચાલુ રહેશે. ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે, પરંતુ તેની સામે પોલીસ કેસ કરવામાં આવશે. આજ પ્રકારે વડોદરા પોલીસ દ્વારા પણ આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. તો હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારા ચેતી જજો. અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુના નોંધ્યા શહેરમાં એનેક લોકો એવા છે કે, જેઓ શોર્ટ કટ લેવા માટે રોંગ સાઈડ જઈને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે. ત્યારે આવા લોકોને રોકવા માટે અને અકસ્માત અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ યોજાઈ છે. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી બ્રિજ પાસે પોલીસ દ્વારા રોંગ સાઈડ જતાં લોકોને રોકવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં અનેક લોકો રોંગ સાઈડ જતા સામે આવ્યા હતા. રોંગ સાઇડ જતા લોકોને અટકાવીને પોલીસે FIR સુધીની કાર્યવાહી કરી હતી. 5 મહિનામાં 3032 લોકો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા ઝડપાયા અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે, જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે: હર્ષ સંઘવી આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એકસીડન્ટના કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની : હર્ષ સંઘવી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. અનેક લોકોને ટ્રાફિકના જુના મેમો આવ્યા છે અને તે મેમો તો ભરવા જ પડશે, મેં મારા ઘરની ગાડી પર મેમો ભરાવ્યો છે એટલે તેમાં કોઈ કારણ ચલાવી લેવામાં આવશે નહીં. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે.

Ahmedabadમાં રોંગ સાઈડ ટ્રાફિક ડ્રાઈવમાં બે દિવસમાં 370 કેસો કરવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પહેલા દિવસે 160 ફરિયાદ દાખલ કરવામાં આવી
  • બીજા દિવસે 210 લોકોના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
  • 2 દિવસની ડ્રાઈવમાં 370 કેસો કરવામાં આવ્યા

અમદાવાદમાં રોંગ સાઈડને લઈ ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ચાલી રહી છે,ત્યારે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં 370 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.તમામ સામે IPC કલમ 184 અને મોટર વ્હીકલ એક્ટ 279 અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.ભયજનક રીતે રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

અમદાવાદ અને વડોદરામાં ડ્રાઈવ

અમદાવાદમાં વધી રહેલા અકસ્માતોને લઈને ટ્રાફિક-પોલીસ દ્વારા 22 જૂનથી રોંગ સાઈડમાં ચાલતાં વાહનો માટે ડ્રાઈવ યોજવામાં આવી છે. આ ડ્રાઈવ આગામી 30 જૂન સુધી ચાલુ રહેશે. ઇતિહાસમાં પહેલીવાર રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને દંડવામાં નહીં આવે, પરંતુ તેની સામે પોલીસ કેસ કરવામાં આવશે. આજ પ્રકારે વડોદરા પોલીસ દ્વારા પણ આજથી મેગા ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. તો હવે રોંગ સાઈડથી વાહન લઈને જનારા ચેતી જજો.

અમદાવાદ ટ્રાફિક પોલીસે ગુના નોંધ્યા

શહેરમાં એનેક લોકો એવા છે કે, જેઓ શોર્ટ કટ લેવા માટે રોંગ સાઈડ જઈને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે. ત્યારે આવા લોકોને રોકવા માટે અને અકસ્માત અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ યોજાઈ છે. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી બ્રિજ પાસે પોલીસ દ્વારા રોંગ સાઈડ જતાં લોકોને રોકવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં અનેક લોકો રોંગ સાઈડ જતા સામે આવ્યા હતા. રોંગ સાઇડ જતા લોકોને અટકાવીને પોલીસે FIR સુધીની કાર્યવાહી કરી હતી.

5 મહિનામાં 3032 લોકો રોંગ સાઈડમાં ડ્રાઈવ કરતા ઝડપાયા

અમદાવાદ શહેરની જ વાત કરી લઈએ તો 2024ના પહેલા પાંચ મહિનામાં જ 3032 લોકો એવા હતા જે રોન્ગ સાઈડમાં બેફામ ડ્રાઈવિંગ કરતા હતા. આટલા ડ્રાઈવર પાસેથી કૂલ 56 લાખ 58 હજાર રૂપિયા વસુલવામાં આવ્યા છે. 16 વિવિધ જગ્યા પરથી છેલ્લા પાંચ મહિનામાં જ 65,557 એવા લોકો સામે કડક પગલા ભર્યા છે, જેમને ટ્રાફિકના નાના મોટા નિયમભંગ બદલ દંડ ફટકારાયો છે. તેમની પાસેથી કૂલ દંડની રકમ 4 કરોડ 53 લાખ 79 હજાર રૂપિયા વસૂલવામાં આવી છે.

રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે: હર્ષ સંઘવી

આજે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ તેમના શહેર સુરતમાં પણ લોકોને કહ્યું કે પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં અને મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં. મારી ઓફિસે પણ કોઈ ફોન કરશો નહીં, કારણ કે રોંગ સાઈડ પર જવામાં મોટુ જોખમ છે, એટલે ભૂલથી પણ રોંગ સાઈડની અંદર જઈને ચલણ ફડાવતા નહીં, રોંગ સાઈડ પર પોલીસ કેસો કરવાના ચાલુ કરાયા છે. રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે નિયમોના અમલથી એકસીડન્ટના કેસોમાં મોટો ઘટાડો થયો છે. છેલ્લા અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માતોની સંખ્યા ઘટી છે અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે.

અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. અનેક લોકોને ટ્રાફિકના જુના મેમો આવ્યા છે અને તે મેમો તો ભરવા જ પડશે, મેં મારા ઘરની ગાડી પર મેમો ભરાવ્યો છે એટલે તેમાં કોઈ કારણ ચલાવી લેવામાં આવશે નહીં. અમારી પ્રાથમિકતા શહેરમાં અકસ્માત ઘટાડવાની છે. લાઈન ઓછી થાય ત્યારે મેમો ભરવા જઈ શકાય છે.