Shinor-Vadodara : રાત્રે ઘર બહાર ખાટલામાં સૂતેલી 5 વર્ષની માસૂમ દિવ્યા રહસ્યમય રીતે ગુમ, પિતાએ વ્યક્ત કરી અપહરણની શંકા!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના એક ગામમાંથી હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં પોતાના ઘરની બહાર ખાટલામાં શાંતિથી સૂતેલી 5 વર્ષની એક માસૂમ બાળકી અચાનક રહસ્યમય રીતે ગુમ થઈ જતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચિંતા વ્યાપી ગઈ છે. બાળકીના ગુમ થવાના આ અકળ સમાચારને પગલે સ્થાનીય ગ્રામજનો અને પોલીસ કાફલો તેને શોધવા માટે કાર્યરત બન્યા છે.
બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી
મળતી માહિતી મુજબ, ગુમ થયેલી બાળકીનું નામ દિવ્યા ઉર્ફે દિવુ (ઉંમર વર્ષ 5) છે. પરિવારજનોએ જણાવ્યું કે, દિવ્યા છેલ્લે રાત્રે આશરે 11:30 વાગ્યે ઘરની બહાર ખાટલામાં સૂતેલી જોવા મળી હતી.
વહેલી સવારે દિવ્યા ના મળી
જોકે, વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ જ્યારે પરિવારની આંખ ખૂલી ત્યારે માસૂમ દિવ્યા ખાટલામાં ન હોવાનું માલૂમ પડ્યું હતું. બાળકીને આસપાસ ન જોતાં પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. તુરંત જ પરિવાર અને ગ્રામજનો દ્વારા ગામ, ફળિયા અને આજુબાજુના સીમ-ખેતરોમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. કોઇએ અપહરણ કર્યું હોવાની આશંકા
બાળકીના પિતાએ આ મામલે ભારે આશંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, કોઈ અજાણ્યો શખ્સ તેમની માસૂમ દીકરીને કોઈ લોભ-લાલચ આપીને ઉઠાવી ગયો હોઈ શકે છે. આ ઘટના અંગે શિનોર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના આધારે પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાળકીની ઓળખ અને અપીલ
ગુમ થયેલી 5 વર્ષની દિવ્યાએ છેલ્લે લાલ રંગનું ટી-શર્ટ અને કેસરી રંગની ચડ્ડી પહેરેલી છે. પોલીસે સાર્વજનિક અપીલ કરી છે કે, જો કોઈ પણ નાગરિકને આ માસૂમ બાળકી અંગે કોઈ પણ શંકાસ્પદ માહિતી કે સગડ મળે, તો તેમણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.
આ પણ વાંચો---- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

