Rajkotના ઉપલેટામાં ધોધમાર વરસાદ, તલંગણા ગામ બેટમાં ફેરવાયું

ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું પાણી લોકોના ઘરોમાં ઘુસતા હાલાકી રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. પાણી લોકોના ઘરોમાં ઘુસતા હાલાકી પડી રહી છે. પાણી ભરાતા વાહનચાલકોને રોડ રસ્તા પર મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉપલેટા તાલુકાના તલંગણા ગામ જળબંબાકાર થયુ છે. સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા 3 કલાકમાં 15 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ભારે હાલાકી થઇ છે. તેમજ તલંગણા ગામનું જનજીવન ખોરવાયું છે. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ વરસતા સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદથી રસ્તાથી લઈને ખેતરો સુધી બધું પાણી-પાણી થઈ ગયું છે. પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના લાઠ ગામમાં 3 કલાકમાં જ ભારે વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે અને તે બેટમાં ફેરવાઈ ગયું છે. સવારે 3 કલાકમાં જ ગામમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો ઉપલેટાના લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાનો દાવો છે કે સવારે 3 કલાકમાં જ ગામમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, દુકાનોમાં પાણી ઘુસી ગયા છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદે તારાજી સર્જી છે, ધોરાજીમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ છે. પંચનાથ મહાદેવ મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે, સાથે સાથે નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોની આશા પર વરસાદ સારો સાબિત થયો છે. ભવિષ્યમાં ખેડૂતોને પાણીને લઈ તકલીફ નહી પડે તેવી આશા સેવાઈ રહી છે. ગઈકાલે ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું હતુ. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું હતું. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા હતા.

Rajkotના ઉપલેટામાં ધોધમાર વરસાદ, તલંગણા ગામ બેટમાં ફેરવાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદ
  • નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું
  • પાણી લોકોના ઘરોમાં ઘુસતા હાલાકી

રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ થયો છે. જેમાં ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદ આવ્યો છે. તેમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું છે. પાણી લોકોના ઘરોમાં ઘુસતા હાલાકી પડી રહી છે. પાણી ભરાતા વાહનચાલકોને રોડ રસ્તા પર મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉપલેટા તાલુકાના તલંગણા ગામ જળબંબાકાર થયુ છે.

સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

3 કલાકમાં 15 ઈંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં સોસાયટીઓ અને ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોના ઘરોમાં પાણી ફરી વળતા ભારે હાલાકી થઇ છે. તેમજ તલંગણા ગામનું જનજીવન ખોરવાયું છે. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ વરસતા સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદથી રસ્તાથી લઈને ખેતરો સુધી બધું પાણી-પાણી થઈ ગયું છે. પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના લાઠ ગામમાં 3 કલાકમાં જ ભારે વરસાદથી આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામનો સંપર્ક પણ તૂટી ગયો છે અને તે બેટમાં ફેરવાઈ ગયું છે.

સવારે 3 કલાકમાં જ ગામમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

ઉપલેટાના લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમાનો દાવો છે કે સવારે 3 કલાકમાં જ ગામમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, દુકાનોમાં પાણી ઘુસી ગયા છે અને જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદે તારાજી સર્જી છે, ધોરાજીમાં ભારે વરસાદને લઈ સફૂરા નદી બે કાંઠે વહેતી થઈ છે. પંચનાથ મહાદેવ મંદિરમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થયો છે, સાથે સાથે નદીમાં નવા નીર આવતા લોકોમાં ખુશીનો પણ માહોલ જોવા મળ્યો છે. ખેડૂતોની આશા પર વરસાદ સારો સાબિત થયો છે. ભવિષ્યમાં ખેડૂતોને પાણીને લઈ તકલીફ નહી પડે તેવી આશા સેવાઈ રહી છે.

ગઈકાલે ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકયો હતો

રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું હતુ. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું હતું. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું હતું. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા હતા.