Surat: ચોકીદાર જ નીકળ્યો લાખો રૂપિયાની ચોરી કરનારો ચોર

સુરતમાં 3 દિવસ પહેલા કરી હતી ચોરી મિલ માલિકના બંગલે ચોરી કરનાર વોચમેન ઝડપાયો ચોરી કરનાર વોચમેન અલ્તાફ ફકીરની ધરપકડ ચોકીદાર જ લાખોની ચોરીનો ચોર નીકળ્યો છે. જેમાં સુરતમાં 3 દિવસ પહેલા લાખોની ચોરી થઇ હતી. તેમાં મિલ માલિકના બંગલે ચોરી કરનાર વોચમેન ઝડપાયો છે. ચોરી કરનાર વોચમેન અલ્તાફ ફકીરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચોરીના દાગીના બાંધકામ કોન્ટ્રાકટરના ઘરે છુપાવ્યા હતા. જેમાં આરોપી ઝકરીયા નુરૂલહક અંસારીની પણ ધરપકડ થઇ છે. પોલીસે કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો પોલીસે કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દાગીના પીગળાવી નાખનાર સોની સામે તપાસ થઇ નથી. જેમાં દાગીના પીગળાવી નાખનાર પોલીસ તપાસમાં ગાયબ છે. તેમાં એક પણ સોનીની ધરપકડ નહીં કરતા રાંદેર પોલીસની સમગ્ર કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. અડાજણ પાટિયા સ્થિત ગાર્ડન સોસાયટીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં વોચમેન તરીકે કામ કરતા અલતાફ સાંડુશા ફકીરની ધરપકડ થઇ છે. જેમાં રૂપિયા 11.50 લાખની ચોરીની ફરિયાદ સામે પોલીસે 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાઇ ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેના આધારે પોલીસે છેલ્લા 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ ફકીરની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો, ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરુલ હક અન્સારીના ઘરે ગયો હતો અને તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી રાબિયા બસરી અને તેના પતિ ઝિયાઉલ અનીશ કાપડિયાએ જણાવ્યું હતું કે તેમના કબાટમાંથી નેકલેસ સેટ, ઝુમકી, 68 તોલા સોનાના દાગીના અને રોકડ રૂ.1,05,000 સહિત રૂ. 35,05,000નો સામાન ચોરાઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી તમામ સામાન રિકવર કરી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ કેટલાક ઘરેણાં 17.50 લાખ રૂપિયામાં વેચ્યા હતા અને બાકીના છુપાવી દીધા હતા અને આરોપી પાસેથી સમગ્ર સામાન રિકવર કરવામાં આવ્યો છે.

Surat: ચોકીદાર જ નીકળ્યો લાખો રૂપિયાની ચોરી કરનારો ચોર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં 3 દિવસ પહેલા કરી હતી ચોરી
  • મિલ માલિકના બંગલે ચોરી કરનાર વોચમેન ઝડપાયો
  • ચોરી કરનાર વોચમેન અલ્તાફ ફકીરની ધરપકડ

ચોકીદાર જ લાખોની ચોરીનો ચોર નીકળ્યો છે. જેમાં સુરતમાં 3 દિવસ પહેલા લાખોની ચોરી થઇ હતી. તેમાં મિલ માલિકના બંગલે ચોરી કરનાર વોચમેન ઝડપાયો છે. ચોરી કરનાર વોચમેન અલ્તાફ ફકીરની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચોરીના દાગીના બાંધકામ કોન્ટ્રાકટરના ઘરે છુપાવ્યા હતા. જેમાં આરોપી ઝકરીયા નુરૂલહક અંસારીની પણ ધરપકડ થઇ છે.

પોલીસે કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

પોલીસે કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દાગીના પીગળાવી નાખનાર સોની સામે તપાસ થઇ નથી. જેમાં દાગીના પીગળાવી નાખનાર પોલીસ તપાસમાં ગાયબ છે. તેમાં એક પણ સોનીની ધરપકડ નહીં કરતા રાંદેર પોલીસની સમગ્ર કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. અડાજણ પાટિયા સ્થિત ગાર્ડન સોસાયટીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં વોચમેન તરીકે કામ કરતા અલતાફ સાંડુશા ફકીરની ધરપકડ થઇ છે. જેમાં રૂપિયા 11.50 લાખની ચોરીની ફરિયાદ સામે પોલીસે 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાઇ

ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેના આધારે પોલીસે છેલ્લા 3 વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા અલ્તાફ ફકીરની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન, તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો, ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખીને અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નુરુલ હક અન્સારીના ઘરે ગયો હતો અને તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી રાબિયા બસરી અને તેના પતિ ઝિયાઉલ અનીશ કાપડિયાએ જણાવ્યું હતું કે તેમના કબાટમાંથી નેકલેસ સેટ, ઝુમકી, 68 તોલા સોનાના દાગીના અને રોકડ રૂ.1,05,000 સહિત રૂ. 35,05,000નો સામાન ચોરાઈ ગયો હતો. પોલીસે આરોપીઓ પાસેથી તમામ સામાન રિકવર કરી લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ કેટલાક ઘરેણાં 17.50 લાખ રૂપિયામાં વેચ્યા હતા અને બાકીના છુપાવી દીધા હતા અને આરોપી પાસેથી સમગ્ર સામાન રિકવર કરવામાં આવ્યો છે.