Rajkot News: રાજકોટની અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મુકાયું

નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર ખુલ્લુ મુકતા માનવ મહેરામણ ઊમટ્યુંઅટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર 36 એકર ની અંદર 126 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો આજે ગુજરાતના સ્થાપના દિવસે જ રાજકોટવાસીઓને સૌથી મોટી ભેટ મળી છે. રાજકોટનું અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર ખુલ્લુ મુકતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે સૌથી વધુ સંખ્યામાં યુવાનો અટલ સરોવર પહોંચ્યા હતા અને યંગસ્ટર્સ દ્વારા અટલ સરોવરના કાંઠે ગરબા ખેલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં રેકોર્ડ બ્રેક લોકો ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અટલ સરોવરમાં પ્રવેશ માટે રૂપિયા 25 ટિકિટ રાખવામાં આવી છે. વધુમાં, રાજકોટના અટલ સરોવર ખાતે અદ્વિતીય એમ્યુઝમેન્ટ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 36 એકરની જગ્યામાં 126 કરોડ રૂપિયાના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો છે.

Rajkot News: રાજકોટની અટલ સરોવર લોકો માટે ખુલ્લુ મુકાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર ખુલ્લુ મુકતા માનવ મહેરામણ ઊમટ્યું
  • અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
  • 36 એકર ની અંદર 126 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો

આજે ગુજરાતના સ્થાપના દિવસે જ રાજકોટવાસીઓને સૌથી મોટી ભેટ મળી છે. રાજકોટનું અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર ખુલ્લુ મુકતા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે સૌથી વધુ સંખ્યામાં યુવાનો અટલ સરોવર પહોંચ્યા હતા અને યંગસ્ટર્સ દ્વારા અટલ સરોવરના કાંઠે ગરબા ખેલવામાં આવ્યા હતા. 

મળતી માહિતી મુજબ, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તો ઉદ્ઘાટનના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં રેકોર્ડ બ્રેક લોકો ઉમટી પડ્યા હતા. મહત્વનું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અટલ સરોવરમાં પ્રવેશ માટે રૂપિયા 25 ટિકિટ રાખવામાં આવી છે.

વધુમાં, રાજકોટના અટલ સરોવર ખાતે અદ્વિતીય એમ્યુઝમેન્ટ પાર્કનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 36 એકરની જગ્યામાં 126 કરોડ રૂપિયાના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો છે.