Kuttchના માંડવી બીચ પર ભારે પવનને લઈ સ્નાન કરવા પર લાગ્યો પ્રતિબંધ

ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે લેવાયો નિર્ણય 7 જૂન સુધી બીચ પર સ્નાન પ્રતિબંધ લાગ્યો મામલતદારે સાઈન બોર્ડ લગાવવા આપી સૂચના માંડવી મામલતદારા માંડવી બીચ પર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકયો છે.ગુજરાત સહિત કરછના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે પ્રતિબંધ મૂકાયો છે.માંડવી મામલતદારે 7 જુન સુધી પોલીસ અને પાલિકા તંત્રને સ્નાન નહી કરવાના સાઈન બોર્ડ લગાવવા સૂચના આપી છે.તો બીચ પર હરી ફરી શકાશે પણ સ્નાન નહી કરી શકાય માટે સહેલાણીઓ માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. સુરતના બીચ 7 દિવસ રહેશે બંધ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઇને સુરત શહેરના બીચ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. નવસારી બીચ પણ બંધ નવસારીમાં હવામાન વિભાગની આગાહીના પગલે બે બીચ બંધ કરાયા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહી કરતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે.વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે. હાલ વાદળછાયું વાતાવરણ છેલ્લા 2 દિવસથી રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપની સાથે-સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે હવે રાજયના લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજયમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે. ભારતમાં ચોમાસાની થઈ શરૂઆત ભારતીય હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે. જો કે તેમાં ચાર-પાંચ દિવસ આગળ-પાછળ થઈ શકે એમ છે.

Kuttchના માંડવી બીચ પર ભારે પવનને લઈ સ્નાન કરવા પર લાગ્યો પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે લેવાયો નિર્ણય
  • 7 જૂન સુધી બીચ પર સ્નાન પ્રતિબંધ લાગ્યો
  • મામલતદારે સાઈન બોર્ડ લગાવવા આપી સૂચના

માંડવી મામલતદારા માંડવી બીચ પર સ્નાન કરવા પર પ્રતિબંધ મૂકયો છે.ગુજરાત સહિત કરછના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહીના પગલે પ્રતિબંધ મૂકાયો છે.માંડવી મામલતદારે 7 જુન સુધી પોલીસ અને પાલિકા તંત્રને સ્નાન નહી કરવાના સાઈન બોર્ડ લગાવવા સૂચના આપી છે.તો બીચ પર હરી ફરી શકાશે પણ સ્નાન નહી કરી શકાય માટે સહેલાણીઓ માટે માઠા સમાચાર આવી રહ્યાં છે.

સુરતના બીચ 7 દિવસ રહેશે બંધ

હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઇને સુરત શહેરના બીચ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા 1થી 7 જૂન સુધી ડભારી, દાંડી, સુવાલી અને ડુમસના દરિયા કિનારાને સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.


નવસારી બીચ પણ બંધ

નવસારીમાં હવામાન વિભાગની આગાહીના પગલે બે બીચ બંધ કરાયા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે પવન ફૂંકાવવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગાહી કરતા નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું છે. દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયા છે.વાતાવરણની અસર દાંડી દરિયા કિનારે પણ જોવા મળી હતી. દરિયામાં કરંટની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે.


હાલ વાદળછાયું વાતાવરણ

છેલ્લા 2 દિવસથી રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે, તાપની સાથે-સાથે સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારે હવે રાજયના લોકો ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોના હવામાનની આગાહી કરતા જણાવ્યું હતું કે રાજયમાં પાંચ દિવસ સુધી વાતાવરણ સુકું રહેશે અને રાજ્યમાં ચોમાસું 15 જૂનથી શરૂ થવાની સંભાવના છે.

ભારતમાં ચોમાસાની થઈ શરૂઆત

ભારતીય હવામાન વિભાગની (IMD)આગાહી અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળ અને ઉત્તરપૂર્વના ભાગોમાં પહોંચી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે. 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે, જે રાજ્યમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ છે. જો કે તેમાં ચાર-પાંચ દિવસ આગળ-પાછળ થઈ શકે એમ છે.