Rajkot: પડધરી તાલુકામાં 6 ઈંચ વરસાદ, ડેમોમાં નવા નીરની આવક
રાજકોટ જિલ્લાના પડધરીમાં સૌથી વધુ વરસાદ નોંધાયોપડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો સારા વરસાદના પગલે આજી ન્યારી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ સમગ્ર રાજ્ય સહિત આજે રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ પડઘરી તાલુકામાં નોંધાયો છે.સારા વરસાદને પગલે આજી, ન્યારી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ ત્યારે પડધરી વિસ્તારના આસપાસના અનેક ડેમ ઓવરફ્લો થયા છે અને આજે 3 ડેમના 6 દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સારા વરસાદને પગલે આજી, ન્યારી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટમાં ભારે વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કાલાવડ રોડ પર એક BRTS બસ અને સીટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને પાણીમાં બંધ પડી હતી અને વરસાદી પાણી બસમાં ઘુસ્યા હતા અને મુસાફરોને બસમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસતા તંત્રએ કાર્યક્રમો પડતા મૂક્યા બીજી તરફ રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસતા તંત્રએ કાર્યક્રમો પડતા મૂક્યા છે. જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લોક ડાયરાનું આયોજન કરાયું હતું અને આ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા સહિતના કલાકારો ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ ભારે વરસાદને લઈને લોક ડાયરાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી વરસાદ પ્રભાવિત વિસ્તારોની માહિતી મેળવી ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. જેમાં વલસાડ, તાપી, નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત, નર્મદા, પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી છે અને વરસાદ પ્રભાવિત વિસ્તારોની માહિતી મેળવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજકોટ જિલ્લાના પડધરીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
- પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો
- સારા વરસાદના પગલે આજી ન્યારી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ
સમગ્ર રાજ્ય સહિત આજે રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ પડઘરી તાલુકામાં નોંધાયો છે.
સારા વરસાદને પગલે આજી, ન્યારી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ
ત્યારે પડધરી વિસ્તારના આસપાસના અનેક ડેમ ઓવરફ્લો થયા છે અને આજે 3 ડેમના 6 દરવાજા અઢી ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સારા વરસાદને પગલે આજી, ન્યારી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટમાં ભારે વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે કાલાવડ રોડ પર એક BRTS બસ અને સીટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને પાણીમાં બંધ પડી હતી અને વરસાદી પાણી બસમાં ઘુસ્યા હતા અને મુસાફરોને બસમાંથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસતા તંત્રએ કાર્યક્રમો પડતા મૂક્યા
બીજી તરફ રાજકોટ શહેરમાં ભારે વરસાદ વરસતા તંત્રએ કાર્યક્રમો પડતા મૂક્યા છે. જન્માષ્ટમી નિમિત્તે શહેરમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ લોક ડાયરાનું આયોજન કરાયું હતું અને આ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી, ધીરુભાઈ સરવૈયા સહિતના કલાકારો ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ ભારે વરસાદને લઈને લોક ડાયરાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે.
CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી વરસાદ પ્રભાવિત વિસ્તારોની માહિતી મેળવી
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. જેમાં વલસાડ, તાપી, નવસારીમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત, નર્મદા, પંચમહાલમાં વરસાદી માહોલ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી છે અને વરસાદ પ્રભાવિત વિસ્તારોની માહિતી મેળવી છે.