Porbandarમાં ખાણ ખનીજ વિભાગે 6 કટર મશીન કર્યા જપ્ત, સર્જાયો મોટો વિવાદ
પોરબંદરના બળેજ ગામે ખાણ ખનીજ વિભાગે 6 ચકેડી (કટર મશીન) જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો છે અને ખાણ ખનીજના અધિકારી એમ.એમ મોદી પર રૂપિયા 1 લાખની લાંચ માગવાનો ચકેડીના માલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.6 કટર મશીન જપ્ત કરાતા સર્જાયો વિવાદ તમને જણાવી દઈએ કે પોરબંદરમાં મોટા પ્રમાણમાં ખનન ઉપલબ્ધ છે અને અનેક વેપારીઓ ખાણના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેને લઈને પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા બળેજ ગામે 6 ચકેડી (કટર મશીન) જપ્ત કરાતા વિવાદ સર્જાયો છે. જેને લઈને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. મશીન માલિક દ્વારા કાયદાકીય દંડ ભરવામાં આવ્યો મશીન માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં એસ.ડી.એમ દ્વારા ચકેડીઓ (કટર મશીન) જપ્ત કરવામાં આવી હતી અને મશીન માલિક દ્વારા 09/08/24ના રોજ કાયદાકીય દંડ ભરી આપવામાં આવ્યો હતો અને બાદમાં માલિકીના ખેતરમાં કટર મશીનો રાખવામાં આવ્યા હતા તેમ છતાં પણ ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ફરીથી મશીન જપ્ત કરવાની કાર્યવાહી થતાં મશીન માલિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મશીન માલિકે કલેક્ટર અને ACBને લેખિતમાં કરી જાણ આ બાબતે મશીન માલિક માલદેભાઈ પરમાર દ્વારા પોરબંદર જિલ્લા કલેકટર, ACB અને માધવપુર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, હાલ તો પોરબંદરના ઘેડ પંથકમાં ખાણ ખનીજ અને મશીન માલિકના વિવાદને લઈને ચર્ચા ચરમસીમાએ થઈ રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનો ઈન્કાર કરી અને ટુંક સમયમાં પ્રેસ નોટ જાહેર કરવાનું જણાવવામાં આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પોરબંદરના બળેજ ગામે ખાણ ખનીજ વિભાગે 6 ચકેડી (કટર મશીન) જપ્ત કરવા બાબતે વિવાદ સર્જાયો છે અને ખાણ ખનીજના અધિકારી એમ.એમ મોદી પર રૂપિયા 1 લાખની લાંચ માગવાનો ચકેડીના માલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
6 કટર મશીન જપ્ત કરાતા સર્જાયો વિવાદ
તમને જણાવી દઈએ કે પોરબંદરમાં મોટા પ્રમાણમાં ખનન ઉપલબ્ધ છે અને અનેક વેપારીઓ ખાણના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેને લઈને પોરબંદરના ખાણ ખનીજ વિભાગ દ્વારા બળેજ ગામે 6 ચકેડી (કટર મશીન) જપ્ત કરાતા વિવાદ સર્જાયો છે. જેને લઈને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મશીન માલિક દ્વારા કાયદાકીય દંડ ભરવામાં આવ્યો
મશીન માલિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં એસ.ડી.એમ દ્વારા ચકેડીઓ (કટર મશીન) જપ્ત કરવામાં આવી હતી અને મશીન માલિક દ્વારા 09/08/24ના રોજ કાયદાકીય દંડ ભરી આપવામાં આવ્યો હતો અને બાદમાં માલિકીના ખેતરમાં કટર મશીનો રાખવામાં આવ્યા હતા તેમ છતાં પણ ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા ફરીથી મશીન જપ્ત કરવાની કાર્યવાહી થતાં મશીન માલિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મશીન માલિકે કલેક્ટર અને ACBને લેખિતમાં કરી જાણ
આ બાબતે મશીન માલિક માલદેભાઈ પરમાર દ્વારા પોરબંદર જિલ્લા કલેકટર, ACB અને માધવપુર પોલીસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, હાલ તો પોરબંદરના ઘેડ પંથકમાં ખાણ ખનીજ અને મશીન માલિકના વિવાદને લઈને ચર્ચા ચરમસીમાએ થઈ રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનો ઈન્કાર કરી અને ટુંક સમયમાં પ્રેસ નોટ જાહેર કરવાનું જણાવવામાં આવ્યું હતું.