Kheda: બે દેશના ખોટા પાસપોર્ટ બનાવનારા સામે નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના નડિયાદમાં ગેરકાયદેસર રીતે બે દેશના ખોટા પાસપોર્ટ બનાવવા બદલ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદમાં તાન્ઝાનિયાથી આવેલા અને ઓવર સ્ટે કરનારા આરોપી ચંદ્રેશ યોગેન્દ્રભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપી ચંદ્રેશ પટેલ 2005માં એક માસના વિઝા લઈને તાન્ઝાનિયા ગયો હતો અને ત્યાં ઓવરસ્ટે કર્યો હતો.
આરોપી તાન્ઝાનિયાના ખોટા પાસપોર્ટ પર નડિયાદ આવ્યો
તાન્ઝાનિયામાં ચંદ્રેશ પટેલે 2007માં નામ બદલીને ચંદ્રેશ સુરેશભાઈ પટેલના ખોટા નામથી તાન્ઝાનિયાનો પાસપોર્ટ બનાવ્યો હતો અને ચંદ્રેશકુમાર યોગેન્દ્રભાઈ પટેલ એ ચંદ્રેશ સુરેશભાઈ પટેલના ખોટા નામથી તાન્ઝાનિયામાં નાગરિક બન્યો હતો. ચંદ્રેશ સુરેશભાઈ પટેલે 05-09-2007થી 04-09-2017 સુધીની વેલિડિટીવાળો તાન્ઝાનિયાનો પાસપોર્ટ મેળવ્યો હતો. ચંદ્રેશ પટેલ તાન્ઝાનિયાના પાસપોર્ટ પર ભારતના ટુરિસ્ટ વિઝા લઈને વર્ષ 2015માં નડિયાદ આવ્યો હતો.
આરોપી 2017માં વિઝા પૂર્ણ થવા છતાં ભારતમાં રોકાયો
ત્યારે ચંદ્રેશ પટેલના ભારતના ટુરિસ્ટ વિઝા વર્ષ 2017માં પૂર્ણ થયા હોવા છતાં તેને ભારતમાં ઓવર સ્ટે કર્યો હતો. ભારતમાં ઓવરસ્ટે કરીને ચંદ્રેશ પટેલે પોતાના અસલી નામથી બીજી વાર ભારત દેશનું નવું પાનકાર્ડ અને ઈલેક્શન કાર્ડ મેળવ્યું હતું અને નવા પાનકાર્ડ અને ઈલેક્શન કાર્ડ દ્વારા નવો વર્ષ 2018થી વર્ષ 2028 સુધીની વેલિડિટીવાળો ભારતીય પાસપોર્ટ બનાવ્યો હતો. આમ, સાચી ઓળખ અને હકીકતો છુપાવી તાન્ઝાનિયાનો તેમજ ભારતનો પાસપોર્ટ બનાવી આ વ્યક્તિ રહેતો હતો, ત્યારે હાલમાં બંને દેશમાં તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. નડિયાદ ટાઉન પોલીસે ભારતીય પાસપોર્ટ અધિનિયમ તથા ફોરેનર્સ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી છે. આ સમગ્ર કેસ મામલે ખેડા એસઓજી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






