Sabarkantha કલેકટર કચેરી ખાતે હેલ્મેટ નહી પહેરનારા 240 લોકોને દંડ ફટકારાયો

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ મામલે કાયદો કરાયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત હેમલેટ મામલે ચેકિંગ કરાયું હતું જેમાં 240થી વધારે લોકો હેલ્મેટ વિનાના જણાતા તેઓને મેમો ફટકારવામાં આવ્યા હતા. હેલ્મેટ નહી તો દંડ થશે સરકારી કર્મચારીઓને બાઈક ઉપર ફરજિયાત હેલ્મેટ પહેરવા મામલે કાયદાકીય પરિપત્ર કરાયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગની મેઘા ડ્રાઇવ યોજાઈ હતી જેમાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવતા મળી આવ્યા હતા તે તમામને દંડનીય જોગવાઈ મુજબ મેમો આપી દંડિત કરાયા હતા,આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ તેમજ કર્મચારીઓમાં આવનારા દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા રજૂઆત કરાઈ છે. અધિકારીઓએ ફટકાર્યા સ્થળ પર મેમો આજે હિંમતનગરની કલેકટર કચેરી સહિત અન્ય કચેરીમાં આવનારા સરકારી કર્મચારીઓ તેમજ અરજદારો સહિત મુલાકાતીઓમાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના દંડને પાત્ર બન્યા છે સાથોસાથ આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ જિલ્લા કલેકટર કચેરીએ મુલાકાત માટે આવે તો હેલ્મેટ વિના જણાશે તો તેના ઉપર પણ દંડનીય કાર્યવાહી કરવા તંત્ર અત્યારથી જ આક્રમક બન્યું છે. ગાંધીનગરમાં પણ કરાઈ હેલ્મેટને લઈ કાર્યવાહી જુના અને નવા સચિવાલય બહાર ટ્રાફિક તથા આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સોમવારે સો જેટલા મેમા ફાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે એટલે કે, સતત બીજા દિવસે પણ આરટીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓફિસ જવાના સમયે તથા છુટવાના સમયે આરટીઓના ઇન્સ્પેક્ટર્સ દ્વારા જુના અને નવા સચિવાલયના પ્રવેશદ્વારો પાસે ધામા નાંખીને ટુ વ્હિલર ઉપર જતા-આવતા કર્મચારીઓને સાઇડ ઉપર ઉભા રાખીને તેમને હેલ્મેટ પહેરવા માટે સમજાવવાની સાથે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

Sabarkantha કલેકટર કચેરી ખાતે હેલ્મેટ નહી પહેરનારા 240 લોકોને દંડ ફટકારાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ મામલે કાયદો કરાયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા ફરજિયાત હેમલેટ મામલે ચેકિંગ કરાયું હતું જેમાં 240થી વધારે લોકો હેલ્મેટ વિનાના જણાતા તેઓને મેમો ફટકારવામાં આવ્યા હતા.

હેલ્મેટ નહી તો દંડ થશે

સરકારી કર્મચારીઓને બાઈક ઉપર ફરજિયાત હેલ્મેટ પહેરવા મામલે કાયદાકીય પરિપત્ર કરાયા બાદ આજે સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી ખાતે પોલીસ તેમજ આરટીઓ વિભાગની મેઘા ડ્રાઇવ યોજાઈ હતી જેમાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના બાઈક ચલાવતા મળી આવ્યા હતા તે તમામને દંડનીય જોગવાઈ મુજબ મેમો આપી દંડિત કરાયા હતા,આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કલેકટર કચેરી સહિત અન્ય સરકારી કચેરીઓ તેમજ કર્મચારીઓમાં આવનારા દરેક વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવા રજૂઆત કરાઈ છે.


અધિકારીઓએ ફટકાર્યા સ્થળ પર મેમો

આજે હિંમતનગરની કલેકટર કચેરી સહિત અન્ય કચેરીમાં આવનારા સરકારી કર્મચારીઓ તેમજ અરજદારો સહિત મુલાકાતીઓમાં 240 થી વધારે લોકો હેલ્મેટ વિના દંડને પાત્ર બન્યા છે સાથોસાથ આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ જિલ્લા કલેકટર કચેરીએ મુલાકાત માટે આવે તો હેલ્મેટ વિના જણાશે તો તેના ઉપર પણ દંડનીય કાર્યવાહી કરવા તંત્ર અત્યારથી જ આક્રમક બન્યું છે.

ગાંધીનગરમાં પણ કરાઈ હેલ્મેટને લઈ કાર્યવાહી

જુના અને નવા સચિવાલય બહાર ટ્રાફિક તથા આરટીઓ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સોમવારે સો જેટલા મેમા ફાડીને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે એટલે કે, સતત બીજા દિવસે પણ આરટીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓફિસ જવાના સમયે તથા છુટવાના સમયે આરટીઓના ઇન્સ્પેક્ટર્સ દ્વારા જુના અને નવા સચિવાલયના પ્રવેશદ્વારો પાસે ધામા નાંખીને ટુ વ્હિલર ઉપર જતા-આવતા કર્મચારીઓને સાઇડ ઉપર ઉભા રાખીને તેમને હેલ્મેટ પહેરવા માટે સમજાવવાની સાથે તેમની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.