Rajkotમા સાંસદ રામ મોકરીયાની ઓફિસમાં ફાયર એનોસી નહી,પાલિકાએ ફટકારી નોટીસ

કોર્પોરેટ હાઉસમાં ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું કહેવાયું રામ મોકરીયાની વાતથી RMCની ટીમે સીલ ન માર્યું રાજયસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરીયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે.રામ મોકરીયા ની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસીન હોવાનો ઘટસ્ફોટ થયો છે.સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા મહાપાલિકાની ટીમે સીલ ન માર્યું અને ઓફીસથી નિકળી ગઈ. RMC ભાજપના સાંસદ સામે નત મસ્તક થઈ ગઈ અગાઉ ફાયર શાખા સામે સાંસદે લગાવ્યા હતા આક્ષેપ.આખા રાજકોટમાં ફાયર NOC વગરના એકમોને સીલ કરવામાં આવી રહ્યાં છે તો નેતાની ઓફીસને કેમ સીલ ના કરાયુ તેને લઈ લોકચર્ચા ઉઠી છે,જો બે દિવસ બાકી હોય એનઓસીને લઈ તો ફાયર વિભાગ સીલ કરી શકતી હતી.રામ મોકરીયાએ આરોપ લગાવ્યો હતો કે બિલ્ડીંગના પ્લાન પાસ કરાવવા માટે મે પણ 70 હજાર રૂપિયા આપ્યા હતા,એક તરફ મોટી મોટી વાતો કરનારા સાંસદ કેમ નિયમોનું પાલન કરતા નથી. રાજકોટમાં થયો હતો અગ્નિકાંડ રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ ફાયર વિભાગ એકટિવ થઈ ગયું છે,જે જગ્યાઓ પર ફાયરના સાધનો તેમજ ફાયરની એનઓસી ના હોય તેવા યુનિટને નોટીસ આપી સીલ મારવામાં આવી રહ્યું છે,બીજી તરફ આ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા.રાજકોટમા હજી પણ ગેમઝોનો ચાલુ થયા નથી,ત્યારે ફાયર વિભાગની કામગીરી ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ યથાવત છે. ફાયર એનઓસીને લઈ ચેકિંગ યથાવત ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ ફાયર વિભાગ ચેકિંગ કરી રહ્યું છે,આજે ફાયર વિભાગ દ્રારા સાંસદ રામ મોકરીયાની ઓફીસે ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં ફાયર એનઓસીને લઈ ફાયરવિભાગે નોટીસ આપી હતી પરંતુ સીલ મારવામાં આવ્યું ન હતુ,શું રાજકીય નેતાઓને નિયમ લાગુ નથી પડતા,રામ મોકરીયાના દબાણના કારણે સીલ માર્યુ નહી,તેને લઈ રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

Rajkotમા સાંસદ રામ મોકરીયાની ઓફિસમાં ફાયર એનોસી નહી,પાલિકાએ ફટકારી નોટીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોર્પોરેટ હાઉસમાં ફાયર NOC ન હોવાનો ઘટસ્ફોટ
  • સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું કહેવાયું
  • રામ મોકરીયાની વાતથી RMCની ટીમે સીલ ન માર્યું

રાજયસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરીયાની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે.રામ મોકરીયા ની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસીન હોવાનો ઘટસ્ફોટ થયો છે.સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા મહાપાલિકાની ટીમે સીલ ન માર્યું અને ઓફીસથી નિકળી ગઈ.

RMC ભાજપના સાંસદ સામે નત મસ્તક થઈ ગઈ

અગાઉ ફાયર શાખા સામે સાંસદે લગાવ્યા હતા આક્ષેપ.આખા રાજકોટમાં ફાયર NOC વગરના એકમોને સીલ કરવામાં આવી રહ્યાં છે તો નેતાની ઓફીસને કેમ સીલ ના કરાયુ તેને લઈ લોકચર્ચા ઉઠી છે,જો બે દિવસ બાકી હોય એનઓસીને લઈ તો ફાયર વિભાગ સીલ કરી શકતી હતી.રામ મોકરીયાએ આરોપ લગાવ્યો હતો કે બિલ્ડીંગના પ્લાન પાસ કરાવવા માટે મે પણ 70 હજાર રૂપિયા આપ્યા હતા,એક તરફ મોટી મોટી વાતો કરનારા સાંસદ કેમ નિયમોનું પાલન કરતા નથી.

રાજકોટમાં થયો હતો અગ્નિકાંડ

રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ ફાયર વિભાગ એકટિવ થઈ ગયું છે,જે જગ્યાઓ પર ફાયરના સાધનો તેમજ ફાયરની એનઓસી ના હોય તેવા યુનિટને નોટીસ આપી સીલ મારવામાં આવી રહ્યું છે,બીજી તરફ આ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા.રાજકોટમા હજી પણ ગેમઝોનો ચાલુ થયા નથી,ત્યારે ફાયર વિભાગની કામગીરી ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ યથાવત છે.

ફાયર એનઓસીને લઈ ચેકિંગ યથાવત

ફાયર એનઓસી તેમજ ફાયરના સાધનોને લઈ ફાયર વિભાગ ચેકિંગ કરી રહ્યું છે,આજે ફાયર વિભાગ દ્રારા સાંસદ રામ મોકરીયાની ઓફીસે ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.જેમાં ફાયર એનઓસીને લઈ ફાયરવિભાગે નોટીસ આપી હતી પરંતુ સીલ મારવામાં આવ્યું ન હતુ,શું રાજકીય નેતાઓને નિયમ લાગુ નથી પડતા,રામ મોકરીયાના દબાણના કારણે સીલ માર્યુ નહી,તેને લઈ રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે.