Ahmedabad AMC આર્બીટ્રેટરમાં ચાલતા તમામ 60 કેસ હારી ગયુ,થયુ 107 કરોડનું નુકસાન

અંધેરીનગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો AMCમાં આર્બીટ્રેટરની નિમણુંક કરે છે AMCઅને કેસ પણ હારે છે AMC કૌભાંડ છે કે AMCની બેદરકારી ? અંધેરીનગરી ગંડુ રાજા જેવી સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્જાઈ છે.જી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદામાં નથી તેવી નિમણુંક કરે છે અને તેના કારણે amcને અંદાજે 107 કરોડનું નુકસાન થયું છે.છેલ્લા 5 વર્ષમાં આર્બીટ્રેટરમાં ચાલતા તમામ 60 કેસ amc હારી ગયું અને તેના કારણે જનતાએ ચૂકવેલા ટેક્ષના કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે શું છે આર્બીટ્રેટર કેસ અને કેમ આ પદ્ધતિ હવે હટાવવા માટે કવાયત શરુ થઇ છે આવો જાણીએ. એએમસીને નુકસાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વાંધા અને દાવાઓ ચાલતા હોય છે આમ તો સ્થાપનાથી અત્યાર સુધી 6200 કેસ હાલમાં પણ ચાલી રહ્યા છે.જે પૈકી ઘણા એવા કેસ છે જે સીધા કોર્ટમાં ના ચાલે પરંતુ આર્બીટ્રેટર દ્વારા સાંભળવામાં આવતા હોય છે.અને તેના નિર્ણયને માન્ય રાખવામાં આવતો હોય છે એટલે કે કોર્ટની પેરેલલ આ કામગીરી ગેરકાયદે AMCની મંજૂરીથી ચાલી રહી છે જેમાં છેલ્લા 5 વર્ષમાં નુકસાન AMC નું જ થયું છે. કોન્ટ્રાકટરને ચૂકવણા પેટે 104 કરોડ રૂપિયા આપ્યા આર્બીટ્રેટરી કેસના નામે શુ આયોજિત રીતે જાણે કે કૌભાંડ ચાલતું હોય તેવી ગંધ આવી રહી છે અમે આ અમે નથી કહી રહ્યા પરંતુ આ વાતનો અંદેશો AMC લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર વ્યક્ત કરી રહ્યા છે. તે ચેરમેન બન્યા બાદ AMCમાં ચાલતા આર્બીટ્રેટરી કેસને બારીકાઇથી ચકાસવાનું શરુ કર્યું અને હકીકત સામે આવી કે છેલ્લા 5 વર્ષમાં આર્બીટ્રેટરીમાં 60 કેસ ચાલતા હતા અને તે તમામ કેસ AMC હારી ગયું છે.આર્બીટ્રેટરની નિમણુંક માટે AMC દ્વારા 1 કરોડ 80 લાખ ચૂકવ્યા આર્બીટ્રેટરીમાં ચાલતા કેસ માટે વકીલને ફી પેટે 1.60 કરોડ ચૂકવ્યા અને તમામ 60 કેસ AMC વિરુદ્ધમાં આવતા કોન્ટ્રાકટરને ચૂકવણા પેટે 104 કરોડ રૂપિયા આપ્યા છે. કેમ આવી મોટી ભૂલ હદ તો ત્યારે થાય છે કે જયારે AMCની સત્તામાં જ નથી કે કોઈ આર્બીટ્રેટરીની નિમણુંક કરી આવી રીતે કેસ ચલાવવા એટલે કે gpmc એક્ટની ઉપરવટ જઈને સતત આર્બીટ્રેટરની નિમણુંક કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ધુમાડો અત્યાર સુધી AMC કરતુ આવ્યું છે.આપને હવે એ જણાવી કે કેવા સંજોગોમાં આર્બીટ્રેટરની નિમણુંક કરવામાં આવે છે AMC ને કોઈ કોન્ટ્રાકટર સાથે ટેન્ડરને લઈને વાંધો ચાલતો હોય તો તેને લઈને સીધા કોર્ટમાં નથી જતા પરંતુ કોર્ટના નિવૃત જજની નિમણુંક કરવામાં આવે છે અને તેના દ્વારા બંને પાર્ટી એટલે કે AMC અને સામે જે કોન્ટ્રાકટર હોય તેને સાંભળે છે અને બાદમાં પોતાનો ચુકાદો સંભળાવે છે હવે આવા કિસ્સામાં AMC આર્બીટ્રેટરની નિમણુંક કરે છે અને તેને મહેનતાણું પણ AMC ચૂકવે છે. કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે ત્યારે હવે સવાલ એ થઇ રહ્યો છે કે આખરે કઈ સત્તા કે ક્યાં કાયદા હેઠળ કમિશનર આર્બીટ્રેટરની નિમણુંક કરવામાં આવે છે સવાલ અનેક ઉઠી રહ્યા છે AMC અત્યાર સુધી કોઈ ખોટા કામ કરતુ નથી કોન્ટ્રાકટર સાથે ટેન્ડર મુજબ જ કામગીરી કરાવતું હોય છે તેમ છતાં કેમ તમામ કેસ AMC હારી ગયું ? આર્બીટ્રેટરની નિમણુંક કોર્પોરેશન કરે તેને ફી પણ કોર્પોરેશન કરે તો પછી દરેક કેસ કેમ AMC હારે ? આ સવાલ ઉઠ્યા અને તેના કારણે ચેરમેન દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં આવી નિમણુંક ના કરી કરોડો રૂપિયાના આંધણ ના કરવા કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે.

Ahmedabad AMC આર્બીટ્રેટરમાં ચાલતા તમામ 60 કેસ હારી ગયુ,થયુ 107 કરોડનું નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંધેરીનગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો AMCમાં
  • આર્બીટ્રેટરની નિમણુંક કરે છે AMCઅને કેસ પણ હારે છે AMC
  • કૌભાંડ છે કે AMCની બેદરકારી ?

અંધેરીનગરી ગંડુ રાજા જેવી સ્થિતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્જાઈ છે.જી હા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદામાં નથી તેવી નિમણુંક કરે છે અને તેના કારણે amcને અંદાજે 107 કરોડનું નુકસાન થયું છે.છેલ્લા 5 વર્ષમાં આર્બીટ્રેટરમાં ચાલતા તમામ 60 કેસ amc હારી ગયું અને તેના કારણે જનતાએ ચૂકવેલા ટેક્ષના કરોડો રૂપિયાનો ધુમાડો થયો છે શું છે આર્બીટ્રેટર કેસ અને કેમ આ પદ્ધતિ હવે હટાવવા માટે કવાયત શરુ થઇ છે આવો જાણીએ.

એએમસીને નુકસાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણા વાંધા અને દાવાઓ ચાલતા હોય છે આમ તો સ્થાપનાથી અત્યાર સુધી 6200 કેસ હાલમાં પણ ચાલી રહ્યા છે.જે પૈકી ઘણા એવા કેસ છે જે સીધા કોર્ટમાં ના ચાલે પરંતુ આર્બીટ્રેટર દ્વારા સાંભળવામાં આવતા હોય છે.અને તેના નિર્ણયને માન્ય રાખવામાં આવતો હોય છે એટલે કે કોર્ટની પેરેલલ આ કામગીરી ગેરકાયદે AMCની મંજૂરીથી ચાલી રહી છે જેમાં છેલ્લા 5 વર્ષમાં નુકસાન AMC નું જ થયું છે.

કોન્ટ્રાકટરને ચૂકવણા પેટે 104 કરોડ રૂપિયા આપ્યા

આર્બીટ્રેટરી કેસના નામે શુ આયોજિત રીતે જાણે કે કૌભાંડ ચાલતું હોય તેવી ગંધ આવી રહી છે અમે આ અમે નથી કહી રહ્યા પરંતુ આ વાતનો અંદેશો AMC લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જર વ્યક્ત કરી રહ્યા છે. તે ચેરમેન બન્યા બાદ AMCમાં ચાલતા આર્બીટ્રેટરી કેસને બારીકાઇથી ચકાસવાનું શરુ કર્યું અને હકીકત સામે આવી કે છેલ્લા 5 વર્ષમાં આર્બીટ્રેટરીમાં 60 કેસ ચાલતા હતા અને તે તમામ કેસ AMC હારી ગયું છે.આર્બીટ્રેટરની નિમણુંક માટે AMC દ્વારા 1 કરોડ 80 લાખ ચૂકવ્યા આર્બીટ્રેટરીમાં ચાલતા કેસ માટે વકીલને ફી પેટે 1.60 કરોડ ચૂકવ્યા અને તમામ 60 કેસ AMC વિરુદ્ધમાં આવતા કોન્ટ્રાકટરને ચૂકવણા પેટે 104 કરોડ રૂપિયા આપ્યા છે.

કેમ આવી મોટી ભૂલ

હદ તો ત્યારે થાય છે કે જયારે AMCની સત્તામાં જ નથી કે કોઈ આર્બીટ્રેટરીની નિમણુંક કરી આવી રીતે કેસ ચલાવવા એટલે કે gpmc એક્ટની ઉપરવટ જઈને સતત આર્બીટ્રેટરની નિમણુંક કરવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ધુમાડો અત્યાર સુધી AMC કરતુ આવ્યું છે.આપને હવે એ જણાવી કે કેવા સંજોગોમાં આર્બીટ્રેટરની નિમણુંક કરવામાં આવે છે AMC ને કોઈ કોન્ટ્રાકટર સાથે ટેન્ડરને લઈને વાંધો ચાલતો હોય તો તેને લઈને સીધા કોર્ટમાં નથી જતા પરંતુ કોર્ટના નિવૃત જજની નિમણુંક કરવામાં આવે છે અને તેના દ્વારા બંને પાર્ટી એટલે કે AMC અને સામે જે કોન્ટ્રાકટર હોય તેને સાંભળે છે અને બાદમાં પોતાનો ચુકાદો સંભળાવે છે હવે આવા કિસ્સામાં AMC આર્બીટ્રેટરની નિમણુંક કરે છે અને તેને મહેનતાણું પણ AMC ચૂકવે છે.

કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે

ત્યારે હવે સવાલ એ થઇ રહ્યો છે કે આખરે કઈ સત્તા કે ક્યાં કાયદા હેઠળ કમિશનર આર્બીટ્રેટરની નિમણુંક કરવામાં આવે છે સવાલ અનેક ઉઠી રહ્યા છે AMC અત્યાર સુધી કોઈ ખોટા કામ કરતુ નથી કોન્ટ્રાકટર સાથે ટેન્ડર મુજબ જ કામગીરી કરાવતું હોય છે તેમ છતાં કેમ તમામ કેસ AMC હારી ગયું ? આર્બીટ્રેટરની નિમણુંક કોર્પોરેશન કરે તેને ફી પણ કોર્પોરેશન કરે તો પછી દરેક કેસ કેમ AMC હારે ? આ સવાલ ઉઠ્યા અને તેના કારણે ચેરમેન દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં આવી નિમણુંક ના કરી કરોડો રૂપિયાના આંધણ ના કરવા કમિશનર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવશે.