Valsad: ઉદવાડામાં દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળ્યા

દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં મળ્યું ચરસ પોલીસે ચરસના જથ્થા અંગે તપાસ હાથ ધરી વલસાડ જિલ્લાની પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું વલસાડ જિલ્લાના ઉડવાડા ગામમાં આવેલ દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. આ ચરસના પેકેટ અહીંયા કેવી રીતે આવ્યા તે અંગે જાણકારી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા SOG અને પારડી પોલીસે સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી છે. જિલ્લાના તમામ દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ચાલુ કરવામાં આવ્યું છે. ઉડવાડા ગામે દરિયા કિનારે બિન વારસી હાલતમાં મળેલ ચરસના પેકેટ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ચરસના પેકેટ પર નાર્કો વિશે અને ઉર્દુ ભાષામાં લખાણ લખેલ હતું. કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળતુ હોય છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયકાંઠેથી છેલ્લા લાંબા સમયથી આ રીતે જ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળતા હોય છે. હમણાં થોડા સમયની વાત કરીએ તો, કચ્છ અને દ્વારકામાંથી દરિયાકિનારે તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળ્યા હતા. જો કે, હવે દક્ષિણ ગુજરાતના દરિયામાંથી પણ બિનવારસી ડ્રગ્સના પેકેટ મળતા પોલીસ દ્વારા અહીં પેકેટ કઈ રીતે આવ્યા અને કોણ લાવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Valsad: ઉદવાડામાં દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દરિયાકિનારેથી બિનવારસી હાલતમાં મળ્યું ચરસ
  • પોલીસે ચરસના જથ્થા અંગે તપાસ હાથ ધરી
  • વલસાડ જિલ્લાની પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

વલસાડ જિલ્લાના ઉડવાડા ગામમાં આવેલ દરિયા કિનારેથી 11 કિલો 800 ગ્રામ ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા છે. આ ચરસના પેકેટ અહીંયા કેવી રીતે આવ્યા તે અંગે જાણકારી મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ જિલ્લાને ચરસના પેકેટ વિશે બાતમી મળતા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વલસાડ જિલ્લા SOG અને પારડી પોલીસે સ્થળ પર પોહચી તપાસ હાથ ધરી છે. જિલ્લાના તમામ દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ચાલુ કરવામાં આવ્યું છે. ઉડવાડા ગામે દરિયા કિનારે બિન વારસી હાલતમાં મળેલ ચરસના પેકેટ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ચરસના પેકેટ પર નાર્કો વિશે અને ઉર્દુ ભાષામાં લખાણ લખેલ હતું.

કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સ મળતુ હોય છે

કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયકાંઠેથી છેલ્લા લાંબા સમયથી આ રીતે જ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળતા હોય છે. હમણાં થોડા સમયની વાત કરીએ તો, કચ્છ અને દ્વારકામાંથી દરિયાકિનારે તણાઈને આવેલા ડ્રગ્સના બિનવારસી પેકેટ મળ્યા હતા. જો કે, હવે દક્ષિણ ગુજરાતના દરિયામાંથી પણ બિનવારસી ડ્રગ્સના પેકેટ મળતા પોલીસ દ્વારા અહીં પેકેટ કઈ રીતે આવ્યા અને કોણ લાવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.