Porbandarના માધવપુરમાં વીજ વાયર તૂટતા જીવના જોખમે PGVGCLના કર્મચારીએ કરી કામગીરી

માધવપુરમાં પીજીવીસીએલની સરાહનીય કામગીરી માધવપુર મેળા ગ્રાઉન્ડમાં 10 ફૂટથી વધારે પાણી ભરાયા છે 11 કેવીનો વાયર અચાનક તૂટતા વીજળી થઈ હતી ગુલ પોરબંદરના માધવપુરમાં વીજ વાયર તૂટતા જીવના જોખમે પીજીવીજીસીએલના કર્મચારીએ કામગીરી કરી હતી,11 કેવીનો વાયર અચાનક તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે કર્મચારીએ તેની ફરજ બજાવી હતી.મહત્વનું છે કે ઘેડ પંથકમાં પાણી ભરાયા છે તેમ છત્તા કર્મચારીએ તેની ફરજ બજાવતા સ્થાનિકોએ કામગીરીના વખાણ કર્યા હતા. રાજકોટના ઉપલેટામાં પણ પીજીવીજીસીએલની જોરદાર કામગીરી હતી રાજકોટના ઉપલેટા પી.જી.વિ.સી.એલ કચેરીના સ્ટાફે ચાલુ વરસાદે બજાવી પોતાની ફરજ.લાઈટનો ફોલ્ટ આવતા ટ્રક પર ચડીને કામ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.ઉપલેટા રૂરલ સ્ટાફ દ્વારા કામ કરતા હોવાનો આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી,પોતાના જીવની પરવાહ કર્યા વિના તેઓ કામગીરી કરી રહ્યાં હતા.પોરબંદરમાં વીજપોલને નુકસાનમળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો પોરબંદરમાં 267 વીજપોલને નુકસાન થયું છે,જામનગરમાં 445 વીજપોલને નુકસાન થયું છે તો 34 ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીજીવીજીસીએલને મોટી માત્રામાં નુકસાન થતા વીજપુરવઠો ઠપ થયો છે,તો આસપાસના ગામડાઓમાં પીજીવીજીસીએલના ફીડરો હાલ કામગીરી કરી રહ્યાં છે,તો અમુક ગામોમાં વીજ પુરવઠો આવે અને જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વીજપોલ આખા ધરાશાયી થયા પીજીવીજીસીએલના 237 ફીડર બંધ થયા છે તો 987 વીજપોલ અને 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે.જૂનાગઢ અને દ્રારકામાં સૌથી વધારે વીજપોલને નુકસાન થયું છે.જામનગર તેમજ કચ્છના અમુક આંતરિયાળ ગામોમાં ધીમે ધીમે વીજ પૂરવઠો શરૂ થયો છે.

Porbandarના માધવપુરમાં વીજ વાયર તૂટતા જીવના જોખમે PGVGCLના કર્મચારીએ કરી કામગીરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માધવપુરમાં પીજીવીસીએલની સરાહનીય કામગીરી
  • માધવપુર મેળા ગ્રાઉન્ડમાં 10 ફૂટથી વધારે પાણી ભરાયા છે
  • 11 કેવીનો વાયર અચાનક તૂટતા વીજળી થઈ હતી ગુલ

પોરબંદરના માધવપુરમાં વીજ વાયર તૂટતા જીવના જોખમે પીજીવીજીસીએલના કર્મચારીએ કામગીરી કરી હતી,11 કેવીનો વાયર અચાનક તૂટી જતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો ત્યારે કર્મચારીએ તેની ફરજ બજાવી હતી.મહત્વનું છે કે ઘેડ પંથકમાં પાણી ભરાયા છે તેમ છત્તા કર્મચારીએ તેની ફરજ બજાવતા સ્થાનિકોએ કામગીરીના વખાણ કર્યા હતા.

રાજકોટના ઉપલેટામાં પણ પીજીવીજીસીએલની જોરદાર કામગીરી હતી

રાજકોટના ઉપલેટા પી.જી.વિ.સી.એલ કચેરીના સ્ટાફે ચાલુ વરસાદે બજાવી પોતાની ફરજ.લાઈટનો ફોલ્ટ આવતા ટ્રક પર ચડીને કામ કરી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.ઉપલેટા રૂરલ સ્ટાફ દ્વારા કામ કરતા હોવાનો આ વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી,પોતાના જીવની પરવાહ કર્યા વિના તેઓ કામગીરી કરી રહ્યાં હતા.

પોરબંદરમાં વીજપોલને નુકસાન

મળતી માહિતી મૂજબ વાત કરવામાં આવે તો પોરબંદરમાં 267 વીજપોલને નુકસાન થયું છે,જામનગરમાં 445 વીજપોલને નુકસાન થયું છે તો 34 ટ્રાન્સફોર્મરને પણ નુકસાન થયું છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પીજીવીજીસીએલને મોટી માત્રામાં નુકસાન થતા વીજપુરવઠો ઠપ થયો છે,તો આસપાસના ગામડાઓમાં પીજીવીજીસીએલના ફીડરો હાલ કામગીરી કરી રહ્યાં છે,તો અમુક ગામોમાં વીજ પુરવઠો આવે અને જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વીજપોલ આખા ધરાશાયી થયા

પીજીવીજીસીએલના 237 ફીડર બંધ થયા છે તો 987 વીજપોલ અને 77 ટ્રાન્સફોર્મર ડેમેજ થયા છે.જૂનાગઢ અને દ્રારકામાં સૌથી વધારે વીજપોલને નુકસાન થયું છે.જામનગર તેમજ કચ્છના અમુક આંતરિયાળ ગામોમાં ધીમે ધીમે વીજ પૂરવઠો શરૂ થયો છે.