Jetpur: મોજશોખ પુરા કરવા ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા

આરોપીઓના મોજ શોખ તો પુરા ન થયા પરંતુ જેલની હવા ખાવી પડી 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી એક આરોપીએ અલગ અલગ 19 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે જેતપુરમાં મોજશોખ પુરા કરવા 7.80 લાખની ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. મોજ શોખ પુરા કરવા વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થાય છે અને ક્યારેક તે ગુનાખોરીની દુનિયામાં પણ પહોંચી જાય છે. આવા જ રીઢા ગુનેગારોને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે ઝડપી લીધા છે. રૂપિયા 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં વિસ્તારમાં મહાવીર શોપીંગ સેન્ટરમાં પેઢી ધરાવતાં અને ડુંગળી-બટેટાના વેપારી જયદીપભાઈ કેશરીયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની પત્ની બિમાર હોવાથી જેતપુરના કણકીયા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી. પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં જ રોકાયા હતાં, ત્યારબાદ ફરિયાદી પોતાના મકાને જતા મકાનનો મેઈન દરવાજો તુટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તુટેલો અને દરવાજામાં બાખોરુ પડેલું જોવા મળ્યું હતું, અને ઘરમાં સમાન વેર વિખેર હાલતમાં હતો. વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી 3.85 લાખની રોકડ, સોનાના સેટ-2,સોનાની વીંટી 3, સોનાના ચેન-2 સહિત સોનાના દાગીના જેની કિંમત રૂ.3.95 લાખની કિંમતના 15 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓ રાત્રી દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા ફરિયાદ બાદ જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો અને રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં હતી તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ગુનેગારને રોકડ રકમ, સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સૌપ્રથમ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈને બંધ મકાનને તાળું મારેલુ જોઈને ત્યાં રેકી કરતા બાદમાં રાત્રી દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા. ત્રણે આરોપીઓના મોજ શોખ તો પુરા ન થયા પરંતુ જેલની હવા ખાવાનો વારો આવ્યો આરોપીઓને પૈસાની જરૂર હોવાથી અને મોજ શોખ કરવા માટે વધુ પૈસા જોતા હોવાથી ચોરીઓ કરતા હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ આપી હતી. સાથે જ ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણિકભાઈ વાળા વિરુદ્ધ અલગ અલગ 19 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે, અન્ય આરોપી જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવી વિરુદ્ધ પણ 2 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે ચોરીની ઘટનામાં પગ મુકનાર આરોપી રવિ આંબાભાઈ કારતનિયા પહેલી જ વારમાં પોલીસના હાથે ઝડપાય ગયો હતો. હાલ તો ઝડપાયેલા ત્રણે આરોપીઓના મોજ શોખ તો પુરા ન થયા પરંતુ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

Jetpur: મોજશોખ પુરા કરવા ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપીઓના મોજ શોખ તો પુરા ન થયા પરંતુ જેલની હવા ખાવી પડી
  • 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી
  • એક આરોપીએ અલગ અલગ 19 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે

જેતપુરમાં મોજશોખ પુરા કરવા 7.80 લાખની ચોરી કરનાર આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે. મોજ શોખ પુરા કરવા વ્યક્તિ કંઈ પણ કરવા તૈયાર થાય છે અને ક્યારેક તે ગુનાખોરીની દુનિયામાં પણ પહોંચી જાય છે. આવા જ રીઢા ગુનેગારોને ચોરીના મુદ્દામાલ સાથે જેતપુર પોલીસે ઝડપી લીધા છે.

રૂપિયા 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી

જેતપુર શહેરના રાજેશ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં વિસ્તારમાં મહાવીર શોપીંગ સેન્ટરમાં પેઢી ધરાવતાં અને ડુંગળી-બટેટાના વેપારી જયદીપભાઈ કેશરીયા નામના વેપારીએ જેતપુર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલા પોતાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની પત્ની બિમાર હોવાથી જેતપુરના કણકીયા પ્લોટમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી. પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં જ રોકાયા હતાં, ત્યારબાદ ફરિયાદી પોતાના મકાને જતા મકાનનો મેઈન દરવાજો તુટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તુટેલો અને દરવાજામાં બાખોરુ પડેલું જોવા મળ્યું હતું, અને ઘરમાં સમાન વેર વિખેર હાલતમાં હતો. વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી 3.85 લાખની રોકડ, સોનાના સેટ-2,સોનાની વીંટી 3, સોનાના ચેન-2 સહિત સોનાના દાગીના જેની કિંમત રૂ.3.95 લાખની કિંમતના 15 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ રાત્રી દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા

ફરિયાદ બાદ જેતપુર સિટી પોલીસની અલગ અલગ ટીમો અને રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ તપાસમાં હતી તે દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢા ગુનેગારને રોકડ રકમ, સોનાના દાગીના સહિત તમામ મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીઓ સૌપ્રથમ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં જઈને બંધ મકાનને તાળું મારેલુ જોઈને ત્યાં રેકી કરતા બાદમાં રાત્રી દરમિયાન બંધ મકાનના દરવાજા તોડી ચોરી કરવાની ટેવ ધરાવતા હતા.

ત્રણે આરોપીઓના મોજ શોખ તો પુરા ન થયા પરંતુ જેલની હવા ખાવાનો વારો આવ્યો

આરોપીઓને પૈસાની જરૂર હોવાથી અને મોજ શોખ કરવા માટે વધુ પૈસા જોતા હોવાથી ચોરીઓ કરતા હોવાની કબૂલાત આરોપીએ પોલીસ સમક્ષ આપી હતી. સાથે જ ઝડપાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી ઉમેશ ઉર્ફે ઉંદરડી રમણિકભાઈ વાળા વિરુદ્ધ અલગ અલગ 19 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ ચુક્યા છે, અન્ય આરોપી જયેશ ઉર્ફે ટકો ભાયાભાઈ ગઢવી વિરુદ્ધ પણ 2 જેટલા ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે ચોરીની ઘટનામાં પગ મુકનાર આરોપી રવિ આંબાભાઈ કારતનિયા પહેલી જ વારમાં પોલીસના હાથે ઝડપાય ગયો હતો. હાલ તો ઝડપાયેલા ત્રણે આરોપીઓના મોજ શોખ તો પુરા ન થયા પરંતુ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.