Navsari Rain: નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણા નદીએ મચાવ્યું તાંડવ

નવસારી વારસાદને લઇ તારાજીના દ્રશ્યોઅનેક ગામડાઓ અને ખેતરોમાં ભરાયા પાણીભારે વરસાદ થતા જગતના તાતની હાલત કફોડી નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો ને પૂર્ણા ના પુરે બાન માં લીધા હતા.પૂર્ણા ના પાણી વિનાશ વેરવાની નેમ સાથે અનેક ગામડાઓ ખેતરોમાં ફરી વળ્યા હતા.જેને લઇ હવે જગતના તાતની હાલત કફોડી બની છે. ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નવસારી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શેરડી ની ખેતી કરે છે.ચોમાસા ની શરૂઆત સાથે સારો વરસાદ થતા સારો પાક લેવાની આશા ખેડૂતો ને બંધાઈ હતી.પરંતુ ખેડૂત ની એ આશા ઉપર પૂર્ણા ના પાણી ફરી વળ્યા છે.ડાંગર ની હજી તો ફેર રોપણી ખેડૂતો કરી હતી.તો કેટલાક ખેતરો માં ધરુવાડિયું તૈયાર થઈ રહ્યું હતું.તો બીજી તરફ હાર્ડી ક્રોપ ગણાતી શેરડી નો પાક અડધો તૈયાર થઈ ગયો હતો.અને ત્યારે જ પૂર્ણા નો પ્રકોપ પ્રગટ થયો.નવસારી ના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદે પૂર્ણા ને છલોછલ કરી દીધી.ગાંડી તૂર બનેલી પૂર્ણા 30 ફૂટ ઉપર વેહવા લાગી.સાથેજ ખેડૂતોને સારા પાકની આશા પણ પૂર્ણાના પુરમાં વહી જતી દેખાઈ છે. ખેતરોમાં તૈયાર થઈ રહેલું ડાંગર નું ધરું પુર માં વહી ગયું.ખેતરો માં રોપણી થયેલ ડાંગર છોડ પાણી માં તણાઈ ગયા.ધરતીપુત્રો એ મહા મહેનતે ઊભો કરેલો શેરડી નો પાક ધરા ઉપર ઢળી પડ્યો. સાથેજ ખેડૂતો ની આશા પણ ધરાશાઈ થઈ.પૂર્ણા ના પુર ની જેમજ ખેડૂત ની આંખો પણ છલકાઈ ઉઠી છે.ત્યારે હવે ધરતીપુત્રો સરકાર સામે આશ લગાવી ને બેઠા છે.ઝડપી નુકશાન નો સર્વે થાય અને સરકાર ઝડપથી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.ત્યારે જિલ્લા કલેકટરે હાલ તો બનતી ત્વરા એ સર્વે કરાવવાનું આશ્વાસન આપ્યું છે.પરંતુ હતાશ થયેલા ખેડૂતો ને ફરી આશ ક્યારે બંધાશે એ હાલ જોવું રહ્યું.

Navsari Rain: નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણા નદીએ મચાવ્યું તાંડવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી વારસાદને લઇ તારાજીના દ્રશ્યો
  • અનેક ગામડાઓ અને ખેતરોમાં ભરાયા પાણી
  • ભારે વરસાદ થતા જગતના તાતની હાલત કફોડી 

નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારો ને પૂર્ણા ના પુરે બાન માં લીધા હતા.પૂર્ણા ના પાણી વિનાશ વેરવાની નેમ સાથે અનેક ગામડાઓ ખેતરોમાં ફરી વળ્યા હતા.જેને લઇ હવે જગતના તાતની હાલત કફોડી બની છે. ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

નવસારી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માં ખેડૂતો મુખ્યત્વે ડાંગર અને શેરડી ની ખેતી કરે છે.ચોમાસા ની શરૂઆત સાથે સારો વરસાદ થતા સારો પાક લેવાની આશા ખેડૂતો ને બંધાઈ હતી.પરંતુ ખેડૂત ની એ આશા ઉપર પૂર્ણા ના પાણી ફરી વળ્યા છે.ડાંગર ની હજી તો ફેર રોપણી ખેડૂતો કરી હતી.તો કેટલાક ખેતરો માં ધરુવાડિયું તૈયાર થઈ રહ્યું હતું.તો બીજી તરફ હાર્ડી ક્રોપ ગણાતી શેરડી નો પાક અડધો તૈયાર થઈ ગયો હતો.અને ત્યારે જ પૂર્ણા નો પ્રકોપ પ્રગટ થયો.નવસારી ના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદે પૂર્ણા ને છલોછલ કરી દીધી.ગાંડી તૂર બનેલી પૂર્ણા 30 ફૂટ ઉપર વેહવા લાગી.સાથેજ ખેડૂતોને સારા પાકની આશા પણ પૂર્ણાના પુરમાં વહી જતી દેખાઈ છે.

ખેતરોમાં તૈયાર થઈ રહેલું ડાંગર નું ધરું પુર માં વહી ગયું.ખેતરો માં રોપણી થયેલ ડાંગર છોડ પાણી માં તણાઈ ગયા.ધરતીપુત્રો એ મહા મહેનતે ઊભો કરેલો શેરડી નો પાક ધરા ઉપર ઢળી પડ્યો. સાથેજ ખેડૂતો ની આશા પણ ધરાશાઈ થઈ.પૂર્ણા ના પુર ની જેમજ ખેડૂત ની આંખો પણ છલકાઈ ઉઠી છે.ત્યારે હવે ધરતીપુત્રો સરકાર સામે આશ લગાવી ને બેઠા છે.ઝડપી નુકશાન નો સર્વે થાય અને સરકાર ઝડપથી સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.ત્યારે જિલ્લા કલેકટરે હાલ તો બનતી ત્વરા એ સર્વે કરાવવાનું આશ્વાસન આપ્યું છે.પરંતુ હતાશ થયેલા ખેડૂતો ને ફરી આશ ક્યારે બંધાશે એ હાલ જોવું રહ્યું.