Banaskanthaના અંબાજીમાં ભાદરવી સુદ પૂનમના મેળાને લઈ મોહનથાળનો પ્રસાદ બનાવવાની થઈ શરૂઆત
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી.ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભકતોને મોહનથાળ પ્રસાદ આસાનીથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જીલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે. અંબાજીમાં પ્રસાદ બનવાની થઈ શરૂઆત અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દુધ,બનાસ ઘી, ઈલાયચીથી બની રહ્યો છે.અહી કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રસાદ બની ગયા બાદ તેને કેરેટમાં પાથરવામાં આવે છે ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે તેવી માહિતી અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા આપવામાં આવી. 1 ઘાણ બરાબર 325 કિલો થાય આમ આખા મેળા માટે મોટી સંખ્યામાં પ્રસાદ બનશે. હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અંબાજી મંદિરનો પ્રસાદ હવે ઘરે બેઠા પણ મેળવી શકાશે 01-સૌ પ્રથમ તો www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે. 02-જેમાં પ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકી બે ઓપ્શન આવશે 03-ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતા Sign UP કરવાનું રહેશે. જેમાં વિગતો ભર્યા બાદ એક OTP આવશે. 04-ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાંખી Login કરવાનું રહેસે. 05-પાંચમાં સ્ટેપમાં પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે. 06-છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાી વિગતો એડ કરવાની રહેશે. 07-જે બાદ સાતમાં અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે. સાત દિવસ ચાલશે અંબાજીમાં મેળો અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો સાત દિવસ ચાલશે, ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે. લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવશે તો, તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાદરવા સુદ પૂનમ છે.માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી.ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભકતોને મોહનથાળ પ્રસાદ આસાનીથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જીલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે.
અંબાજીમાં પ્રસાદ બનવાની થઈ શરૂઆત
અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આ મોહનથાળ બેસન, દુધ,બનાસ ઘી, ઈલાયચીથી બની રહ્યો છે.અહી કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પ્રસાદ બની ગયા બાદ તેને કેરેટમાં પાથરવામાં આવે છે ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પોઇન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવશે તેવી માહિતી અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા આપવામાં આવી. 1 ઘાણ બરાબર 325 કિલો થાય આમ આખા મેળા માટે મોટી સંખ્યામાં પ્રસાદ બનશે. હાલથી પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
અંબાજી મંદિરનો પ્રસાદ હવે ઘરે બેઠા પણ મેળવી શકાશે
01-સૌ પ્રથમ તો www.ambajitemple.in સર્ચ કરશો એટલે હોમપેજ ખુલશે.
02-જેમાં પ્રસાદનું ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે મોહનથાળ અને ચીકી બે ઓપ્શન આવશે
03-ત્રીજા સ્ટેપમાં ખરીદી પર ક્લિક કરતા Sign UP કરવાનું રહેશે. જેમાં વિગતો ભર્યા બાદ એક OTP આવશે.
04-ચોથા સ્ટેપમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ નાંખી Login કરવાનું રહેસે.
05-પાંચમાં સ્ટેપમાં પ્રસાદની કિંમત, ડીલીવરી ચાર્જ, તારીખ અને એડ્રેસ બતાવશે.
06-છઠ્ઠા સ્ટેપમાં એડ ન્યૂ એડ્રેસમાં નામ-સરનામાી વિગતો એડ કરવાની રહેશે.
07-જે બાદ સાતમાં અને છેલ્લા સ્ટેપમાં ઓનલાઈન પેમેન્ટ કરતા આપનો ઓર્ડર કન્ફર્મ થઈ જશે.
સાત દિવસ ચાલશે અંબાજીમાં મેળો
અંબાજી ભાદરવી પૂનમનો મહા મેળો સાત દિવસ ચાલશે, ભાદરવા સુદ નોમ થી ભાદરવા સુદ પૂનમ સુધી આ મેળો યોજાશે. લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવશે તો, તમને જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ભાદરવા સુદ પૂનમ છે.માતાજીની સાતેય દિવસની સવારી અલગ અલગ હોય છે. રવિવારે વાઘ સવારી, સોમવારે નંદી સવારી, મંગળવારે સિંહ સવારી, બુધવારે ઊંચી સૂંઢના હાથીની સવારી, ગુરુવારે ગરુડ સવારી, શુક્રવારે હંસ સવારી અને શનિવારે નીચી સૂંઢના હાથી (ઐરાવત)ની સવારીમાં મા દ્રશ્યમાન થાય છે.