રતનપર સર્કિટ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

- રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૃા.૩૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યોસુરેન્દ્રનગર : રતનપર સર્કિટ હાઉસ પાસે આવેલા પડતર ખેતરની બાજુમાં બાવળની કાંટાની આડમાં જુગાર રમતા ૬ શખ્સોને જોરાવરનગર પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૃપિયા તેમજ ૪ મોબાઇલ ફોન સહીત કુલ રૃા.૩૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.રતનપર સર્કિટ હાઉસ પાસે આવેલ પડતર ખેતરની બાજુમાં બાવળના કાંટાની આડમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.ચુડાસમા, વિજયસિંહ રથવી સહીતની ટીમે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.પરંતુ પૂર્વ તૈયારી સાથે આવેલ જોરાવરનગર પોલીસ ટીમે જુગાર રમી રહેલા રહીમભાઇ મોહમદભાઇ ભટ્ટી, અવેશભાઇ સિકંદરભાઇ માણેક, અનીશભાઇ રહીમભાઇ મોવર, સલીમભાઇ નુરમહમદભાઇ મોવર, રફીકભાઇ હારૃનભાઇ ભટ્ટી અને મોહસીનભાઇ કાદરભાઇ મોવરને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૃપિયા ૨૪૫૦ તેમજ ૪ મોબાઇલ ફોન સહીત કુલ રૃા.૩૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રતનપર સર્કિટ હાઉસ પાસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રોકડ રકમ તેમજ મોબાઇલ સહીત કુલ રૃા.૩૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

સુરેન્દ્રનગર : રતનપર સર્કિટ હાઉસ પાસે આવેલા પડતર ખેતરની બાજુમાં બાવળની કાંટાની આડમાં જુગાર રમતા ૬ શખ્સોને જોરાવરનગર પોલીસે ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૃપિયા તેમજ ૪ મોબાઇલ ફોન સહીત કુલ રૃા.૩૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

રતનપર સર્કિટ હાઉસ પાસે આવેલ પડતર ખેતરની બાજુમાં બાવળના કાંટાની આડમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે જોરાવરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી.ચુડાસમા, વિજયસિંહ રથવી સહીતની ટીમે દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.પરંતુ પૂર્વ તૈયારી સાથે આવેલ જોરાવરનગર પોલીસ ટીમે જુગાર રમી રહેલા રહીમભાઇ મોહમદભાઇ ભટ્ટી, અવેશભાઇ સિકંદરભાઇ માણેક, અનીશભાઇ રહીમભાઇ મોવર, સલીમભાઇ નુરમહમદભાઇ મોવર, રફીકભાઇ હારૃનભાઇ ભટ્ટી અને મોહસીનભાઇ કાદરભાઇ મોવરને ઝડપી લીધા હતાં. પોલીસે સ્થળ પરથી રોકડા રૃપિયા ૨૪૫૦ તેમજ ૪ મોબાઇલ ફોન સહીત કુલ રૃા.૩૭,૪૫૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.