Mehsana Election Result 2024 : મહેસાણામાં ભાજપ ઉમેદવારની 6.80 લાખથી વધુ મતોથી જીત

Mehsana Lok Sabha Election Result 2024 : દેશભરની 543 લોકસભા બેઠકોમાંથી ગુજરાતની 26 બેઠકોની વાત કરીએ તો ભાજપે રાજ્યમાં 25 બેઠકો જીતી લીધી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ભાજપે અહીં મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં જીત નોંધાવી છે, જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવા ગેનીબેન ઠાકોરે જીત મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપે વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો જીતી હતી, જોકે આ વખતે કોંગ્રેસના બનાસકાંઠા બેક પરના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રીક પર બ્રેક મારી દીધી છે. જો મહેસાણા લોકસભા ચૂંટણીના ઈતિહાસની વાત કરીએ તો અહીં ભાજપ 10 અને કોંગ્રેસ 6 વખત જીત્યું છે.મહેસાણા બેઠક પર ભાજપ ઉમેદવારની જીતમહેસાણા બેઠક પરની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલે (Haribhai Patel) 6.80 લાખથી વધુ મતો મેળવી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર (Ramji Thakor) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર અમૃતલાલ મકવાણાને મોટા માર્જીથી હાર આપી છે. આ વખેતે મહેસાણા બેઠક પર છ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યું હતું. આ બેઠક પર ભાજપ વિરુદ્ધ ચાર પક્ષો અને એક અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા હતા.મહેસાણા બેઠક પરના ઉમેદવારોને મળેલા મતોહરીભાઈ પટેલ (ભાજપ) - 686406 મતોરામજી ઠાકોર (કોંગ્રેસ) - 358360 મતોઅમૃતલાલ મકવાણા (BSP) - 9874 મતોપ્રકાશકુમાર ત્રિભુવનદાસ ચૌહાણ (અખિલ વિજય પાર્ટી) - 3882 મતોમનુભાઈ શંકરલાલ પટેલ (અપક્ષ) - 3672 મતોવિક્રમસિંહ ભાનેસિંહ ઝાલા (રાષ્ટ્ર નિર્માણ પાર્ટી) - 3007 મતોનોટા - 11626 મતોમહેસાણાની 18 લોકસભા ચૂંટણીમાંથી ભાજપ 10 વખત જીત્યુંગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી મહેસાણા બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્ત્વની રહી છે. જો કે આ બેઠક પર અત્યાર સુધી સૌથી વધુ ભાજપનો કેસરિયો લહેરાયો છે. આઝાદીથી લઇને અત્યાર સુધી લોકસભાની બેઠક માટે 18 વખત ચૂંટણી યોજાઇ છે, જેમાં 2024ની ચૂંટણી સાથે આ બેઠક 10 વખત ભાજપ અને છ વખત કોંગ્રેસની જીત થઈ છે. મહેસાણા બેઠક પર 1984 થી 1998 સુધી ભાજપના એ.કે.પટેલ અને 2009થી 2014 સુધી ભાજપના જયશ્રીબેન પટેલની જીત થઈ હતી. 1984માં ભાજપે બે જ બેઠક જીતી હતી, જેમાં એક હતી મહેસાણા 29 ડિસેમ્બર 1984ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના ધૂરંધર નેતાઓ ચૂંટણી હાર્યા હતા. જો કે બે બેઠકો પર ભાજપનું ખાતું ખૂલ્યું હતું. 1984માં ભાજપે જે 2 બેઠકો પર જીત મેળવી હતી, તેમાં પહેલી બેઠક ગુજરાતની મહેસાણા અને બીજી હતી સંયુક્ત આંધ્રની હનામકોંડા. આ ઘટનાના 40 વર્ષ બાદ દેશની રાજનીતિમાં 360 ડિગ્રી યુટર્ન આવી ચૂક્યો છે. હવે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 400થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભાજપને પાટીદાર આંદોલનનો ફટકો પડી ચૂક્યો છેવર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં પાટીદાર સમાજનો યુવા વર્ગ ભાજપથી વિમુખ થઈ ગયો હતો. પાટીદાર સમાજનાં યુવા મતદારોએ ભાજપ વિરોધી માનસિકતા કેળવતાં જે તે સમયે યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને મોટી પછડાટ ખાવી પડી હતી. આ ચૂંટણીઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકા ગુમાવવી પડી હતી. ત્યારબાદ વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપે વિજાપુર અને કડી બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી, પરંતુ બહુચરાજી, ઉંઝા અને માણસા બેઠક ગુમાવવી પડી હતી. આ ઉપરાંત સાત વિધાનસભા બેઠકોની લીડમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. જો કે વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મહેસાણા જિલ્લા પંચાયત અને 10 પૈકી 9 તાલુકા પંચાયતમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યો હતો, તો જિલ્લાની 10માંથી 5 તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક-એક વ્યક્તિની ઉમેદવારી હોવાથી બિનહરીફ જાહેર થતા નજરે પડ્યા હતા.મહેસાણા બેઠક પર 1951થી 2019 સુધીનું રાજકીય ગણિતઆઝાદી બાદ દેશમાં સૌ પ્રથમવાર 1951માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ મહેસાણા બેઠક માટે 18 વખત સામાન્ય ચૂંટણી તેમજ એક વખતે પેટા ચૂંટણી યોજાઇ છે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે વિજયી ખાતું ખોલાવ્યું હતું. જો કે 1957માં બીજી ટર્મમાં અપક્ષના ઉમેદવારે બાજી મારી હતી. જ્યારે 1962માં ફરી એકવાર કોંગ્રેસે પ્રભુત્વ પાછું મેળવ્યું હતું. ત્યારબાદ 1967માં ફરી કોંગ્રેસે બેઠક ગુમાવી દીધી અને સ્વતંત્ર પાટીની જીત થઈ હતી. 1971માં કોંગ્રેસ(આઇ)ના હાથમાં બેઠકમાં આવી હતી. 1977માં જનતા પક્ષ વિજયી બની હતી. 1980માં ફરી કોંગ્રેસનો વિજય થયો હતો.1984થી 1998 સુધી અહીં ભાજપનો દબદબો રહ્યો1984માં ભાજપના ડો. એ. કે. પટેલે ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. જેઓ સતત પાંચ ટર્મ સુધી જીત્યા હતા. જો કે 1999માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સામે ભાજપની હાર થઈ હતી, પરંતુ વર્ષ 1999માં આ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર આત્મારામભાઇ પટેલનું નિધન થતાં વર્ષ 2002ના ડિસેમ્બરમાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી અને ભાજપના પૂંજાજી ઠાકોરની જીત થઈ હતી. 2004માં ફરી બાજી પલટાઈ અને કોંગ્રેસનો વિજય થયો હતો. જો કે કોંગ્રેસ વિજય પરંપરા જાળવી ના શકતાં વર્ષ 2009માં ફરી આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. 2009, 2014 અને 2019 આમ સતત ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.મહેસાણા બેઠકના વિજયી ઉમેદવાર1951 પારેખ શાંતિલાલ કોંગ્રેસ1957 પટેલ પુરષોત્તમદાસ અપક્ષ1962 માનસિંહ પટેલ કોંગ્રેસ1967 રામચંદ્ર અમીન સ્વતંત્ર પક્ષ1971 નટવરલાલ એ. પટેલ કોંગ્રેસ(ઓર્ગેનાઈઝેશન)1977 મણિબેન પટેલ જનતા પાર્ટી1980 મોતીભાઇ ચૌધરી કોંગ્રેસ1984 એ. કે. પટેલ ભાજપ1989 એ. કે. પટેલ ભાજપ1991 એ. કે. પટેલ ભાજપ1996 એ. કે. પટેલ ભાજપ1998 એ. કે. પટેલ ભાજપ1999 આત્મારામભાઇ પટેલ કોંગ્રેસ2002 પૂંજાજી ઠાકોર ભાજપ2004 જીવાભાઇ પટેલ કોંગ્રેસ2009 જયશ્રીબેન પટેલ ભાજપ2014 જયશ્રીબેન પટેલ ભાજપ2019 શારદાબેન પટેલ ભાજપભાજપે 2019 અને 2014માં મોટી લીડથી જીત મેળવીવર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2

Mehsana Election Result 2024 : મહેસાણામાં ભાજપ ઉમેદવારની 6.80 લાખથી વધુ મતોથી જીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mehsana Lok Sabha Election Result 2024 : દેશભરની 543 લોકસભા બેઠકોમાંથી ગુજરાતની 26 બેઠકોની વાત કરીએ તો ભાજપે રાજ્યમાં 25 બેઠકો જીતી લીધી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ભાજપે અહીં મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં જીત નોંધાવી છે, જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવા ગેનીબેન ઠાકોરે જીત મેળવી ભાજપને મોટો ઝટકો આપ્યો છે. ભાજપે વર્ષ 2014 અને વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો જીતી હતી, જોકે આ વખતે કોંગ્રેસના બનાસકાંઠા બેક પરના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપની હેટ્રીક પર બ્રેક મારી દીધી છે. જો મહેસાણા લોકસભા ચૂંટણીના ઈતિહાસની વાત કરીએ તો અહીં ભાજપ 10 અને કોંગ્રેસ 6 વખત જીત્યું છે.

મહેસાણા બેઠક પર ભાજપ ઉમેદવારની જીત

મહેસાણા બેઠક પરની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર હરીભાઈ પટેલે (Haribhai Patel) 6.80 લાખથી વધુ મતો મેળવી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર (Ramji Thakor) અને બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર અમૃતલાલ મકવાણાને મોટા માર્જીથી હાર આપી છે. આ વખેતે મહેસાણા બેઠક પર છ ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં જંપ લાવ્યું હતું. આ બેઠક પર ભાજપ વિરુદ્ધ ચાર પક્ષો અને એક અપક્ષ ઉમેદવાર ઉભા રહ્યા હતા.

મહેસાણા બેઠક પરના ઉમેદવારોને મળેલા મતો

  • હરીભાઈ પટેલ (ભાજપ) - 686406 મતો
  • રામજી ઠાકોર (કોંગ્રેસ) - 358360 મતો
  • અમૃતલાલ મકવાણા (BSP) - 9874 મતો
  • પ્રકાશકુમાર ત્રિભુવનદાસ ચૌહાણ (અખિલ વિજય પાર્ટી) - 3882 મતો
  • મનુભાઈ શંકરલાલ પટેલ (અપક્ષ) - 3672 મતો
  • વિક્રમસિંહ ભાનેસિંહ ઝાલા (રાષ્ટ્ર નિર્માણ પાર્ટી) - 3007 મતો
  • નોટા - 11626 મતો

મહેસાણાની 18 લોકસભા ચૂંટણીમાંથી ભાજપ 10 વખત જીત્યું

ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી મહેસાણા બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે ખૂબ જ મહત્ત્વની રહી છે. જો કે આ બેઠક પર અત્યાર સુધી સૌથી વધુ ભાજપનો કેસરિયો લહેરાયો છે. આઝાદીથી લઇને અત્યાર સુધી લોકસભાની બેઠક માટે 18 વખત ચૂંટણી યોજાઇ છે, જેમાં 2024ની ચૂંટણી સાથે આ બેઠક 10 વખત ભાજપ અને છ વખત કોંગ્રેસની જીત થઈ છે. મહેસાણા બેઠક પર 1984 થી 1998 સુધી ભાજપના એ.કે.પટેલ અને 2009થી 2014 સુધી ભાજપના જયશ્રીબેન પટેલની જીત થઈ હતી. 

1984માં ભાજપે બે જ બેઠક જીતી હતી, જેમાં એક હતી મહેસાણા 

29 ડિસેમ્બર 1984ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના ધૂરંધર નેતાઓ ચૂંટણી હાર્યા હતા. જો કે બે બેઠકો પર ભાજપનું ખાતું ખૂલ્યું હતું. 1984માં ભાજપે જે 2 બેઠકો પર જીત મેળવી હતી, તેમાં પહેલી બેઠક ગુજરાતની મહેસાણા અને બીજી હતી સંયુક્ત આંધ્રની હનામકોંડા. આ ઘટનાના 40 વર્ષ બાદ દેશની રાજનીતિમાં 360 ડિગ્રી યુટર્ન આવી ચૂક્યો છે. હવે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચૂકી છે અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 400થી વધુ બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. 

ભાજપને પાટીદાર આંદોલનનો ફટકો પડી ચૂક્યો છે

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થતાં પાટીદાર સમાજનો યુવા વર્ગ ભાજપથી વિમુખ થઈ ગયો હતો. પાટીદાર સમાજનાં યુવા મતદારોએ ભાજપ વિરોધી માનસિકતા કેળવતાં જે તે સમયે યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપને મોટી પછડાટ ખાવી પડી હતી. આ ચૂંટણીઓમાં ભાજપે જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકા ગુમાવવી પડી હતી. ત્યારબાદ વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભા ચુંટણીમાં ભાજપે વિજાપુર અને કડી બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી, પરંતુ બહુચરાજી, ઉંઝા અને માણસા બેઠક ગુમાવવી પડી હતી. 

આ ઉપરાંત સાત વિધાનસભા બેઠકોની લીડમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. જો કે વર્ષ 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મહેસાણા જિલ્લા પંચાયત અને 10 પૈકી 9 તાલુકા પંચાયતમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવ્યો હતો, તો જિલ્લાની 10માંથી 5 તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે એક-એક વ્યક્તિની ઉમેદવારી હોવાથી બિનહરીફ જાહેર થતા નજરે પડ્યા હતા.

મહેસાણા બેઠક પર 1951થી 2019 સુધીનું રાજકીય ગણિત

આઝાદી બાદ દેશમાં સૌ પ્રથમવાર 1951માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ મહેસાણા બેઠક માટે 18 વખત સામાન્ય ચૂંટણી તેમજ એક વખતે પેટા ચૂંટણી યોજાઇ છે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે વિજયી ખાતું ખોલાવ્યું હતું. જો કે 1957માં બીજી ટર્મમાં અપક્ષના ઉમેદવારે બાજી મારી હતી. જ્યારે 1962માં ફરી એકવાર કોંગ્રેસે પ્રભુત્વ પાછું મેળવ્યું હતું. ત્યારબાદ 1967માં ફરી કોંગ્રેસે બેઠક ગુમાવી દીધી અને સ્વતંત્ર પાટીની જીત થઈ હતી. 1971માં કોંગ્રેસ(આઇ)ના હાથમાં બેઠકમાં આવી હતી. 1977માં જનતા પક્ષ વિજયી બની હતી. 1980માં ફરી કોંગ્રેસનો વિજય થયો હતો.

1984થી 1998 સુધી અહીં ભાજપનો દબદબો રહ્યો

1984માં ભાજપના ડો. એ. કે. પટેલે ભાજપનું ખાતું ખોલાવ્યું હતું. જેઓ સતત પાંચ ટર્મ સુધી જીત્યા હતા. જો કે 1999માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સામે ભાજપની હાર થઈ હતી, પરંતુ વર્ષ 1999માં આ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર આત્મારામભાઇ પટેલનું નિધન થતાં વર્ષ 2002ના ડિસેમ્બરમાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી અને ભાજપના પૂંજાજી ઠાકોરની જીત થઈ હતી. 2004માં ફરી બાજી પલટાઈ અને કોંગ્રેસનો વિજય થયો હતો. જો કે કોંગ્રેસ વિજય પરંપરા જાળવી ના શકતાં વર્ષ 2009માં ફરી આ બેઠક ભાજપના ખાતામાં ગઈ હતી. 2009, 2014 અને 2019 આમ સતત ત્રણ ટર્મથી ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.

મહેસાણા બેઠકના વિજયી ઉમેદવાર

  • 1951 પારેખ શાંતિલાલ કોંગ્રેસ
  • 1957 પટેલ પુરષોત્તમદાસ અપક્ષ
  • 1962 માનસિંહ પટેલ કોંગ્રેસ
  • 1967 રામચંદ્ર અમીન સ્વતંત્ર પક્ષ
  • 1971 નટવરલાલ એ. પટેલ કોંગ્રેસ(ઓર્ગેનાઈઝેશન)
  • 1977 મણિબેન પટેલ જનતા પાર્ટી
  • 1980 મોતીભાઇ ચૌધરી કોંગ્રેસ
  • 1984 એ. કે. પટેલ ભાજપ
  • 1989 એ. કે. પટેલ ભાજપ
  • 1991 એ. કે. પટેલ ભાજપ
  • 1996 એ. કે. પટેલ ભાજપ
  • 1998 એ. કે. પટેલ ભાજપ
  • 1999 આત્મારામભાઇ પટેલ કોંગ્રેસ
  • 2002 પૂંજાજી ઠાકોર ભાજપ
  • 2004 જીવાભાઇ પટેલ કોંગ્રેસ
  • 2009 જયશ્રીબેન પટેલ ભાજપ
  • 2014 જયશ્રીબેન પટેલ ભાજપ
  • 2019 શારદાબેન પટેલ ભાજપ

ભાજપે 2019 અને 2014માં મોટી લીડથી જીત મેળવી

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2 લાખ 81 હજાર કરતા વધારે મતથી લીડ મેળવી હતી. ભાજપ ઉમેદવાર શારદાબેન પટેલને 6 લાખ 59 હજાર 525 મત મળ્યા હતા, તો કોંગ્રેસ ઉમેદવારને 3 લાખ 78 હજાર મત મળ્યા હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે બે લાખ કરતાં વધારે મતની લીડ મેળવી હતી.