Mahadev Betting Appના એક આરોપીની ધરપકડ, 5200 કરોડના આર્થિક વ્યવહારો મળ્યા

કચ્છ બોર્ડર રેન્જ IGનું મોટું ઓપરેશન, ચિરાગ કોરડીયાની ટીમે એક આરોપીને પકડયોદુબઈથી પાટણ આવેલા એપના ડેવલપર ભરત ચૌધરીની ધરપકડ ફોન તપાસતા 5200 કરોડના આર્થિક હિસાબો મળ્યા મહાદેવ બેટિંગ એપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનારો એક આરોપી પાટણમાં હોવાની જાણકારી ભૂજ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. ત્યારબાદ કચ્છ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયાની ટીમે મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર મહાદેવ બેટિંગ એપના એક આરોપીને ઝડપી પાડ્યો છે. દુબઈથી પાટણ આવેલા મહાદેવ એપના ડેવલોપર ભરત ચૌધરીની બોર્ડર રેન્જ પોલીસે ધરપકડ કરી છે. 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર ત્યારે પોલીસને પહેલા અંદાજ ન હતો કે આ મોટુ રેકેટ હોય શકે છે પણ આરોપીની પૂછપરછ કરતાં અને તેનો ફોન તપાસતા રૂપિયા 5,200 કરોડના આર્થિક હિસાબો મળી આવ્યા છે અને આરોપીની વધુ તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલમાં આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજી કર્યાનાં પૂરાવા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી. ગુજરાતમાંથી જ કૌભાંડીઓના એક હજાર એકાઉન્ટ મળ્યા થોડા મહિનાઓ અગાઉ જ મહાદેવ ઓનલાઈન બેટીંગ એપની ઈડીની તપાસમાં ગુજરાતના એક હજાર એકાઉન્ટ મળ્યા હતા. ઈડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા, જેના આધારે તપાસ ચાલી રહી છે. મહાદેવ એપના પ્રમોટરો તે સમયે સૌરભ ચંન્દ્રાકર અને રવિ ઉત્પલ દુબઈમાં હતા પણ તેના માટે ગુજરાતમાં કામ કરતો ઓપરેટર દિનેશ ભરવા ઉર્ફે દિનેશ ખંભાતા 6 કરોડ રૂપિયા ખર્ચીની વનૌટુ આઈલેન્ડમાં જતો રહ્યો હતો. આ સિવાય ગુજરાતના પાંચ બુકીઓ પણ સિટીઝનશીપ મેળવીને આઈલેન્ડ ભાગી જતા ગુજરાત અને કેન્દ્રની એજન્સીઓ ઉંઘતી ઝડપાઈ હતી. 50 હજાર કરોડથી વધારેના મહાદેવ ઓનલાઈન સટ્ટાબેટીંગની એપના કૌભાંડની તપાસ ઈડી કરી રહી છે, જેમાં બુકીઓની સાથે બોલીવુડની હસ્તીઓ અને ક્રિકેટરોની પણ સંડોવણીની તપાસ ચાલી રહી છે. જસ્ટિસ લોઢા કમિટિના રિપોર્ટમાં પાંચ ક્રિકેટરોના સટ્ટાબેટીગમાં સંડોવણી હોવા છતાં પાંચ નામ દબાવી દેવામાં આવ્યા છે. ગુજરાત અને મુંબઇના મોટા બુકીઓ જીતેન્દ્ર પટેલ, બિશ્વાસકુમાર સિન્હા, પારીતોષ પટેલ, પ્રતીક વર્મા, નરેશ શાહ દેશ છોડીને ભાગી ગયા છે. આ બુકીઓ અમદાવાદમાં મણિનગર વિસ્તારના બુકી કાઠીકાકા પાસે સટ્ટાબેટિગનું કટ્ટિગ કરાવતા હતા.

Mahadev Betting Appના એક આરોપીની ધરપકડ, 5200 કરોડના આર્થિક વ્યવહારો મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કચ્છ બોર્ડર રેન્જ IGનું મોટું ઓપરેશન, ચિરાગ કોરડીયાની ટીમે એક આરોપીને પકડયો
  • દુબઈથી પાટણ આવેલા એપના ડેવલપર ભરત ચૌધરીની ધરપકડ
  • ફોન તપાસતા 5200 કરોડના આર્થિક હિસાબો મળ્યા

મહાદેવ બેટિંગ એપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનારો એક આરોપી પાટણમાં હોવાની જાણકારી ભૂજ સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. ત્યારબાદ કચ્છ બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડીયાની ટીમે મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર મહાદેવ બેટિંગ એપના એક આરોપીને ઝડપી પાડ્યો છે. દુબઈથી પાટણ આવેલા મહાદેવ એપના ડેવલોપર ભરત ચૌધરીની બોર્ડર રેન્જ પોલીસે ધરપકડ કરી છે.

1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર

ત્યારે પોલીસને પહેલા અંદાજ ન હતો કે આ મોટુ રેકેટ હોય શકે છે પણ આરોપીની પૂછપરછ કરતાં અને તેનો ફોન તપાસતા રૂપિયા 5,200 કરોડના આર્થિક હિસાબો મળી આવ્યા છે અને આરોપીની વધુ તપાસ દરમિયાન મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલમાં આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને કોર્ટે 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો અને આંતરરાષ્ટ્રીય હવાલાબાજી કર્યાનાં પૂરાવા મળી આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

ગુજરાતમાંથી જ કૌભાંડીઓના એક હજાર એકાઉન્ટ મળ્યા

થોડા મહિનાઓ અગાઉ જ મહાદેવ ઓનલાઈન બેટીંગ એપની ઈડીની તપાસમાં ગુજરાતના એક હજાર એકાઉન્ટ મળ્યા હતા. ઈડીને બેન્ક એકાઉન્ટ પણ મળ્યા, જેના આધારે તપાસ ચાલી રહી છે. મહાદેવ એપના પ્રમોટરો તે સમયે સૌરભ ચંન્દ્રાકર અને રવિ ઉત્પલ દુબઈમાં હતા પણ તેના માટે ગુજરાતમાં કામ કરતો ઓપરેટર દિનેશ ભરવા ઉર્ફે દિનેશ ખંભાતા 6 કરોડ રૂપિયા ખર્ચીની વનૌટુ આઈલેન્ડમાં જતો રહ્યો હતો. આ સિવાય ગુજરાતના પાંચ બુકીઓ પણ સિટીઝનશીપ મેળવીને આઈલેન્ડ ભાગી જતા ગુજરાત અને કેન્દ્રની એજન્સીઓ ઉંઘતી ઝડપાઈ હતી.

50 હજાર કરોડથી વધારેના મહાદેવ ઓનલાઈન સટ્ટાબેટીંગની એપના કૌભાંડની તપાસ ઈડી કરી રહી છે, જેમાં બુકીઓની સાથે બોલીવુડની હસ્તીઓ અને ક્રિકેટરોની પણ સંડોવણીની તપાસ ચાલી રહી છે. જસ્ટિસ લોઢા કમિટિના રિપોર્ટમાં પાંચ ક્રિકેટરોના સટ્ટાબેટીગમાં સંડોવણી હોવા છતાં પાંચ નામ દબાવી દેવામાં આવ્યા છે. ગુજરાત અને મુંબઇના મોટા બુકીઓ જીતેન્દ્ર પટેલ, બિશ્વાસકુમાર સિન્હા, પારીતોષ પટેલ, પ્રતીક વર્મા, નરેશ શાહ દેશ છોડીને ભાગી ગયા છે. આ બુકીઓ અમદાવાદમાં મણિનગર વિસ્તારના બુકી કાઠીકાકા પાસે સટ્ટાબેટિગનું કટ્ટિગ કરાવતા હતા.