Railway News: રેલવે બોર્ડના સભ્યએ અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામનું કર્યું નિરીક્ષણ

અનિલ કુમાર ખંડેલવાલ અમદાવાદ મંડળની મુલાકાતેવટવા ખાતે વર્કશોપ અને ગાર્ડ રનિંગ રૂમનું કર્યું અવલોકન વર્કિંગ અને સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા રેલવે બોર્ડના સભ્ય અનિલ કુમાર ખંડેલવાલે અમદાવાદ મંડળની મુલાકાત લીધી. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ કામની પ્રગતિની સમીક્ષા કરી તથા વટવા ખાતે સી.પી.ઓ.એચ. વર્કશોપ, એકિકૃત ક્રૂ અને ગાર્ડ રનિંગ રૂમ તથા લૉબીનું નિરીક્ષણ કર્યું. ખંડેલવાલે નિરીક્ષણ દરમિયાન અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામોનું નિરીક્ષણ કર્યું તથા અમદાવાદ મંડળ પર ચાલી રહેલી વિવિધ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી. વર્કશોપ અને ગાર્ડ રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું અમદાવાદ સ્ટેશન પર આરએલડીએના અધિકારીઓની સાથે સાથે સહિયારી બેઠક કરી અને અમદાવાદ સ્ટેશન પુનઃવિકાસ કામની સાઈટનું અવલોકન કર્યું અને સંબંધિત અધિકારીઓને કામમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ પણ આપ્યા. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વટવા ખાતે સી.પી.ઓ.એચ.વર્કશોપ અને એકિકૃત ક્રૂ લૉબી અને ગાર્ડ રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું તથા લોકો પાયલોટો સાથે મુલાકાત કરી અને તેમના વર્કિંગ અને મળતી સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. અમદાવાદ મંડળના સિનિયર અધિકારી ઉપસ્થિત રહ્યા આ દરિમિયાન શ્રી ખંડેલવાલની સાથે મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્મા, મુખ્ય વહીવટી અધિકારી નિર્માણ અમદાવાદ સંજય ગુપ્તા, મુખ્ય પરિયોજના પ્રબંધક આરએલડીએ સંજીવ કુમાર તથા પશ્ચિમ રેલવેના મુખ્ય અધિકારીઓની સાથે-સાથે અમદાવાદ મંડળના સિનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા.

Railway News: રેલવે બોર્ડના સભ્યએ અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામનું કર્યું નિરીક્ષણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અનિલ કુમાર ખંડેલવાલ અમદાવાદ મંડળની મુલાકાતે
  • વટવા ખાતે વર્કશોપ અને ગાર્ડ રનિંગ રૂમનું કર્યું અવલોકન
  • વર્કિંગ અને સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા

રેલવે બોર્ડના સભ્ય અનિલ કુમાર ખંડેલવાલે અમદાવાદ મંડળની મુલાકાત લીધી. આ દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટ કામની પ્રગતિની સમીક્ષા કરી તથા વટવા ખાતે સી.પી.ઓ.એચ. વર્કશોપ, એકિકૃત ક્રૂ અને ગાર્ડ રનિંગ રૂમ તથા લૉબીનું નિરીક્ષણ કર્યું. ખંડેલવાલે નિરીક્ષણ દરમિયાન અમદાવાદ સ્ટેશનના પુનઃવિકાસ કામોનું નિરીક્ષણ કર્યું તથા અમદાવાદ મંડળ પર ચાલી રહેલી વિવિધ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી.

વર્કશોપ અને ગાર્ડ રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું

અમદાવાદ સ્ટેશન પર આરએલડીએના અધિકારીઓની સાથે સાથે સહિયારી બેઠક કરી અને અમદાવાદ સ્ટેશન પુનઃવિકાસ કામની સાઈટનું અવલોકન કર્યું અને સંબંધિત અધિકારીઓને કામમાં વધુ ઝડપ લાવવાના નિર્દેશ પણ આપ્યા. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વટવા ખાતે સી.પી.ઓ.એચ.વર્કશોપ અને એકિકૃત ક્રૂ લૉબી અને ગાર્ડ રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું તથા લોકો પાયલોટો સાથે મુલાકાત કરી અને તેમના વર્કિંગ અને મળતી સુવિધાઓ વિશે વિગતવાર ચર્ચા કરી.

અમદાવાદ મંડળના સિનિયર અધિકારી ઉપસ્થિત રહ્યા

આ દરિમિયાન શ્રી ખંડેલવાલની સાથે મંડળ રેલવે મેનેજર સુધીર કુમાર શર્મા, મુખ્ય વહીવટી અધિકારી નિર્માણ અમદાવાદ સંજય ગુપ્તા, મુખ્ય પરિયોજના પ્રબંધક આરએલડીએ સંજીવ કુમાર તથા પશ્ચિમ રેલવેના મુખ્ય અધિકારીઓની સાથે-સાથે અમદાવાદ મંડળના સિનિયર અધિકારી પણ ઉપસ્થિત હતા.