Bhavnagarમાં ગંદકી ફેલાવતા અલગ-અલગ ડેરી સંચાલકોને 50 હજારનો દંડ ફટકારાયો

ભાવનગરમાં ગંદકી ફેલાવતા એકમો સામે તંત્રની તવાઈ આખલોલ, જકાતનાકા પાસે ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું અલગ અલગ ડેરી સંચાલકોને 50 હજારનો દંડ ફટકાર્યો ભાવનગર મ્યુ.કોર્પોરેશન દ્રારા આજે અલગ-અલગ વિસ્તારમાં ગંદકીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં ભાવનગર મનપા કમિશનર પણ ચેકિંગમાં સામેલ હતા.આખલોલ જકાતનાકા પાસે આવેલ ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.આ ચેકિંગ દરમિયાન અમુક દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ ઝડપાયો હતો તો અમુક ડેરીના સંચાલકો દ્રારા ગંદકી ફેલાવતા તેમને રૂપિયા 50 હજારનો દંડ પણ કરાયો હતો.ગત મહિને ફૂડ વિભાગે ચેકિંગ હાથધર્યુ હતુ ફૂડ વિભાગ દ્વારા ગત માસમાં બોટાદ તેમજ ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાદ્ય તેલ, કઠોળ, મિઠાઇ, ખાંડ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓના નમુના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ગત માસમાં જુદી જુદા ખાદ્ય ચીજ વસ્તુઓના 51 જેટલા નમુનાઓ લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન પાસ થયા હોવાનું ફુડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. અઠવાડિયા અગાઉ લોકોના ઘરે પણ રોગચાળાને લઈ કામગીરી હાથધરી ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ હેતુ મિશન મોડમાં સઘન સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં કોર્પો.ની 2140 ટીમ દ્વારા 1,84,441 ઘરમાં ચકાસણી કરાઇ હતી તેમાં 3,251 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા.મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી અંતર્ગત ભાવનગર શહેરનો તમામ વિસ્તાર કવર થાય એ મુજબ આયોજન કરી કુલ 2,140 ટીમ અને 556 સુપરવાઈઝર દ્વારા 1,84,441 ઘરની મુલાકાત લઈ 7,42,337 વસતિ કવર કરી હતી.

Bhavnagarમાં ગંદકી ફેલાવતા અલગ-અલગ ડેરી સંચાલકોને 50 હજારનો દંડ ફટકારાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવનગરમાં ગંદકી ફેલાવતા એકમો સામે તંત્રની તવાઈ
  • આખલોલ, જકાતનાકા પાસે ડેરીમાં ચેકિંગ હાથ ધરાયું
  • અલગ અલગ ડેરી સંચાલકોને 50 હજારનો દંડ ફટકાર્યો

ભાવનગર મ્યુ.કોર્પોરેશન દ્રારા આજે અલગ-અલગ વિસ્તારમાં ગંદકીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં ભાવનગર મનપા કમિશનર પણ ચેકિંગમાં સામેલ હતા.આખલોલ જકાતનાકા પાસે આવેલ ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.આ ચેકિંગ દરમિયાન અમુક દુકાનોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ ઝડપાયો હતો તો અમુક ડેરીના સંચાલકો દ્રારા ગંદકી ફેલાવતા તેમને રૂપિયા 50 હજારનો દંડ પણ કરાયો હતો.

ગત મહિને ફૂડ વિભાગે ચેકિંગ હાથધર્યુ હતુ

ફૂડ વિભાગ દ્વારા ગત માસમાં બોટાદ તેમજ ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખાદ્ય તેલ, કઠોળ, મિઠાઇ, ખાંડ સહિતની ખાદ્ય ચીજ વસ્તુઓના નમુના લઇ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ ગત માસમાં જુદી જુદા ખાદ્ય ચીજ વસ્તુઓના 51 જેટલા નમુનાઓ લેબોરેટરીમાં ચકાસણી દરમિયાન પાસ થયા હોવાનું ફુડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.


અઠવાડિયા અગાઉ લોકોના ઘરે પણ રોગચાળાને લઈ કામગીરી હાથધરી

ભાવનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ હેતુ મિશન મોડમાં સઘન સર્વેલન્સની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં કોર્પો.ની 2140 ટીમ દ્વારા 1,84,441 ઘરમાં ચકાસણી કરાઇ હતી તેમાં 3,251 ઘરોમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતા.મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી અંતર્ગત ભાવનગર શહેરનો તમામ વિસ્તાર કવર થાય એ મુજબ આયોજન કરી કુલ 2,140 ટીમ અને 556 સુપરવાઈઝર દ્વારા 1,84,441 ઘરની મુલાકાત લઈ 7,42,337 વસતિ કવર કરી હતી.