Vadodara: ગણેશ મંડળોએ ખુશીની સાથે આક્રોશ વ્યક્ત કર્યો
આખરે પોલીસ વિભાગે આગમન યાત્રાની આપી મંજૂરી રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર મંડળોને સહયોગ અપાશે જન્માષ્ટમી સુધી યાત્રા પર પ્રતિબંધ લગાવતા થયો હતો વિરોધ ગણેશજીની આગમન યાત્રાના મુદ્દે પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે પ્રશ્નો સર્જાતાં તેના શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પોલીસ કમિશનરે ગણેશ મંડળો સાથે બેઠક કરી હતી. વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આગામી તા.૭મી સપ્ટેમ્બરથી 10 દિવસ માટે ગણેશજી આતિથ્ય માણવા આવી રહ્યા છે ત્યારે ભગવાનની આગમન યાત્રાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. ગણેશ મંડળો પોલીસને સહકાર આપવા તૈયાર પોલીસ કમિશનરે ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠક કરી હતી. જેમાં ડીજેના અવાજ, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન, નિર્ધારિત રૂટ પર સમય મુજબ યાત્રા જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. ગણેશ મંડળો પોલીસને સહકાર આપવા માટે તૈયાર થયા છે. ભગવાનની આગમન યાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે તા.૨૭મી ઓગષ્ટ પછી જ આગમનયાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતાં મંડળોએ અસહમતિ દાખવેલ છે. તેમણે ભગવાનની પ્રતિમાને પંડાલ સુધી લઇ ગયા બાદ ડેકોરેશન માટે ખાસ્સો સમય જતો હોવાથી આગમનયાત્રા વહેલી કાઢવામાં આવતી હોવાની દલીલ કરેલ. એક અંદાજ મુજબ તા.27મી પહેલાં 50 થી વધુ આગમનયાત્રા નીકળતી જોવા મળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- આખરે પોલીસ વિભાગે આગમન યાત્રાની આપી મંજૂરી
- રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર મંડળોને સહયોગ અપાશે
- જન્માષ્ટમી સુધી યાત્રા પર પ્રતિબંધ લગાવતા થયો હતો વિરોધ
ગણેશજીની આગમન યાત્રાના મુદ્દે પોલીસ અને ગણેશ મંડળો વચ્ચે પ્રશ્નો સર્જાતાં તેના શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પોલીસ કમિશનરે ગણેશ મંડળો સાથે બેઠક કરી હતી.
વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને આગામી તા.૭મી સપ્ટેમ્બરથી 10 દિવસ માટે ગણેશજી આતિથ્ય માણવા આવી રહ્યા છે ત્યારે ભગવાનની આગમન યાત્રાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.
ગણેશ મંડળો પોલીસને સહકાર આપવા તૈયાર
પોલીસ કમિશનરે ગણેશ મંડળો સાથે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે બેઠક કરી હતી. જેમાં ડીજેના અવાજ, કૃત્રિમ તળાવમાં જ વિસર્જન, નિર્ધારિત રૂટ પર સમય મુજબ યાત્રા જેવા મુદ્દા મુખ્ય રહ્યા હતા. ગણેશ મંડળો પોલીસને સહકાર આપવા માટે તૈયાર થયા છે.
ભગવાનની આગમન યાત્રાઓના મુદ્દે ગણેશ મંડળોએ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે તા.૨૭મી ઓગષ્ટ પછી જ આગમનયાત્રાઓ કાઢવા માટે આગ્રહ રાખતાં મંડળોએ અસહમતિ દાખવેલ છે. તેમણે ભગવાનની પ્રતિમાને પંડાલ સુધી લઇ ગયા બાદ ડેકોરેશન માટે ખાસ્સો સમય જતો હોવાથી આગમનયાત્રા વહેલી કાઢવામાં આવતી હોવાની દલીલ કરેલ. એક અંદાજ મુજબ તા.27મી પહેલાં 50 થી વધુ આગમનયાત્રા નીકળતી જોવા મળે છે.