Ahmedabadની જીવાદોરી સમાન AMTSને દિવાળી ફળી, તહેવારોના સમયે 80 લાખની થઈ આવક

અમદાવાદની જીવાદોરી સમાન એએમટીએસ બસને દિવાળી ફળી છે,દિવાળીના સમયે એએમટીએસ વિભાગની રૂપિયા 80 લાખની આવક થઈ છે.5 દિવસ દરમિયાન 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોવાની વાત સામે આવી છે.સૌથી વધુ 4.51 લાખ મુસાફરો ધનતેરસના દિવસે નોંધાયા છે તો ભાઈબીજના દિવસે 4.02 લાખ લોકોએ કરી મુસાફરી. શહેરીજનો માટે આશીર્વાદ સમાન AMTS બસ અમદાવાદની એએમટીએસ બસ કે જે વર્ષોથી શહેરીજનોની સેવામાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શહેરીજનો સામાન્ય ભાવમા મુસાફરી કરતા હોય છે,તહેવારોના સમયે મુસાફરોને સમયસર બસ પણ મળી રહી છે અને લોકોએ તેમાં મુસાફરી પણ કરી છે જેના કારણે એએમટીએસ બસને મોટો ફાયદો પણ થયો છે.દિવાળીના પાંચ દિવસોમાં એએમટીએસ બસને સારી આવક થઈ છે,કોઈ પણ તહેવારના સમયે એએમટીએસને સારી આવક થતી હોય છે. દિવ્યાંગો માટે દરખાસ્ત મૂકાઈ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. દરખાસ્ત મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજુ કરશે, તો સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવશે.અમદાવાદમાં કાયમી વસવાટ કરતા સિનિયર સિટીઝન ઉપરાંત શારિરીક રીતે દિવ્યાંગ વગેરેને આપવામા આવતા ફ્રી બસ પાસના હાલના નિયમમાં અરજદાર તરફથી ચાલુ વર્ષે તેણે મ્યુનિ.નુ પ્રોપર્ટીટેકસનુ બિલ ભરેલુ હોવા અંગેની ઝેરોક્ષ નકલ રજુ કરવાની બાબતનો ઉમેરો કરવા મંજુરી માંગવામા આવી છે. ભાડા-પત્રક અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાઓ પર વસુલ કરવામાં આવતું ભાડું તબક્કાવાર અસરકર્તા હોય છે અને પ્રત્યેક તબક્કાની લંબાઈ ૨ કિલોમીટર નક્કી કરાવામાં આવી છે[૨]. આ ઉપરાંત એક મનપસંદ પ્રવાસ યોજના પણ ચલાવવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂ.ની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી એએમટીએસ દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.  

Ahmedabadની જીવાદોરી સમાન AMTSને દિવાળી ફળી, તહેવારોના સમયે 80 લાખની થઈ આવક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની જીવાદોરી સમાન એએમટીએસ બસને દિવાળી ફળી છે,દિવાળીના સમયે એએમટીએસ વિભાગની રૂપિયા 80 લાખની આવક થઈ છે.5 દિવસ દરમિયાન 20 લાખ મુસાફરોએ મુસાફરી કરી હોવાની વાત સામે આવી છે.સૌથી વધુ 4.51 લાખ મુસાફરો ધનતેરસના દિવસે નોંધાયા છે તો ભાઈબીજના દિવસે 4.02 લાખ લોકોએ કરી મુસાફરી.

શહેરીજનો માટે આશીર્વાદ સમાન AMTS બસ

અમદાવાદની એએમટીએસ બસ કે જે વર્ષોથી શહેરીજનોની સેવામાં છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે શહેરીજનો સામાન્ય ભાવમા મુસાફરી કરતા હોય છે,તહેવારોના સમયે મુસાફરોને સમયસર બસ પણ મળી રહી છે અને લોકોએ તેમાં મુસાફરી પણ કરી છે જેના કારણે એએમટીએસ બસને મોટો ફાયદો પણ થયો છે.દિવાળીના પાંચ દિવસોમાં એએમટીએસ બસને સારી આવક થઈ છે,કોઈ પણ તહેવારના સમયે એએમટીએસને સારી આવક થતી હોય છે.

દિવ્યાંગો માટે દરખાસ્ત મૂકાઈ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કમિટી સમક્ષ વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે. દરખાસ્ત મુજબ ચાલુ વર્ષનું પ્રોપર્ટી ટેકસ બિલ ભર્યાની ઝેરોક્ષ કોપી રજુ કરશે, તો સિનિયર સિટીઝન, દિવ્યાંગ કે મેન્ટલી ડિસેબલ વ્યકિત કે બાળકને ફ્રી બસ પાસ આપવામા આવશે.અમદાવાદમાં કાયમી વસવાટ કરતા સિનિયર સિટીઝન ઉપરાંત શારિરીક રીતે દિવ્યાંગ વગેરેને આપવામા આવતા ફ્રી બસ પાસના હાલના નિયમમાં અરજદાર તરફથી ચાલુ વર્ષે તેણે મ્યુનિ.નુ પ્રોપર્ટીટેકસનુ બિલ ભરેલુ હોવા અંગેની ઝેરોક્ષ નકલ રજુ કરવાની બાબતનો ઉમેરો કરવા મંજુરી માંગવામા આવી છે.

ભાડા-પત્રક

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સેવાઓ પર વસુલ કરવામાં આવતું ભાડું તબક્કાવાર અસરકર્તા હોય છે અને પ્રત્યેક તબક્કાની લંબાઈ ૨ કિલોમીટર નક્કી કરાવામાં આવી છે[૨]. આ ઉપરાંત એક મનપસંદ પ્રવાસ યોજના પણ ચલાવવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રવાસી ૩૫ રૂ.ની એક ટિકિટ ખરીદીને સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી એએમટીએસ દ્વારા ચલાવાતી કોઈ પણ સેવામાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકે છે.