અમદાવાદમાં સામાન્ય બાબતે તકરાર વધી, બે દિવસમાં ત્રણ મર્ડર થતા ચકચાર
Ahmedabad Murder Case : ગુજરાતમાં હત્યા સહિત ચોરી અને અપહરણની ઘટનાઓ પ્રકાશમાં આવી હોય છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એવો સવાલ થઈ રહ્યો છે. તેવામાં બાપુનગર, નારોલ અને રખિયાલમાં બે દિવસમાં ત્રણ મર્ડર થતા ચકચાર મચી છે.બાપુનગરમાં સિગારેટ પીવાની બાબતે હત્યાબાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર ટાવર પાસે સિગારેટ પીવાની બાબતે 45 વર્ષીય વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી પ્રવિણે સિગારેટ પીવા માટે મતૃક વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિયા માંગ્યા હતા. જો કે, રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા ઉશ્કેરાયો પ્રવિણે વ્યક્તિને જાનથી મારી નાખ્યો હતો. આ પછી, પ્રવીણ ઉર્ફે ફાઈટર જાદવ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ નેતાના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી, બે કારસવારની ધરપકડરખિયાલમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરારરખિયાલમાં અજિતમીલ ચાર માળિયામાં યુવકની હત્યા થઈ છે. અંગત અદાવત હોવાથી 3 યુવકોએ અન્ય યુવકને છરીના ઘા ઝીંકી દેતા મોત થયું હતું. સમગ્ર ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસને ઘટનાની જાણ થતાયુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.નારોલમાં જમવાની સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીની હત્યા કરી બીજી તરફ, શહેરના નારોલ વિસ્તારમાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પતી પત્ની વચ્ચે જમવાની સામાન્ય બાબતે બોલાચાલી થતા પ્રદિપ વણકર નામનાં યુવકે આવેશમાં આવીને ઘરમાં દુપટ્ટાથી ગળે ટુંપો આપી પત્નીની હત્યા કરી નાખી છે. જો કે, હત્યા બાદ આરોપી પતિ પોલીસ સમક્ષ હાજર થઈને ગુનાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Murder Case : ગુજરાતમાં હત્યા સહિત ચોરી અને અપહરણની ઘટનાઓ પ્રકાશમાં આવી હોય છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં હત્યાના ત્રણ બનાવો બન્યા છે. અમદાવાદ શહેરમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો ન હોય એવો સવાલ થઈ રહ્યો છે. તેવામાં બાપુનગર, નારોલ અને રખિયાલમાં બે દિવસમાં ત્રણ મર્ડર થતા ચકચાર મચી છે.
બાપુનગરમાં સિગારેટ પીવાની બાબતે હત્યા
બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર ટાવર પાસે સિગારેટ પીવાની બાબતે 45 વર્ષીય વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી પ્રવિણે સિગારેટ પીવા માટે મતૃક વ્યક્તિ પાસેથી ઉછીના રૂપિયા માંગ્યા હતા. જો કે, રૂપિયા આપવાનો ઇન્કાર કરી દેતા ઉશ્કેરાયો પ્રવિણે વ્યક્તિને જાનથી મારી નાખ્યો હતો. આ પછી, પ્રવીણ ઉર્ફે ફાઈટર જાદવ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ નેતાના પુત્રની ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી, બે કારસવારની ધરપકડ
રખિયાલમાં છરીના ઘા ઝીંકી યુવકની હત્યા, આરોપી ફરાર
રખિયાલમાં અજિતમીલ ચાર માળિયામાં યુવકની હત્યા થઈ છે. અંગત અદાવત હોવાથી 3 યુવકોએ અન્ય યુવકને છરીના ઘા ઝીંકી દેતા મોત થયું હતું. સમગ્ર ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસને ઘટનાની જાણ થતાયુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં જમવાની સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીની હત્યા કરી
બીજી તરફ, શહેરના નારોલ વિસ્તારમાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પતી પત્ની વચ્ચે જમવાની સામાન્ય બાબતે બોલાચાલી થતા પ્રદિપ વણકર નામનાં યુવકે આવેશમાં આવીને ઘરમાં દુપટ્ટાથી ગળે ટુંપો આપી પત્નીની હત્યા કરી નાખી છે. જો કે, હત્યા બાદ આરોપી પતિ પોલીસ સમક્ષ હાજર થઈને ગુનાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.