Rajkot: ગોંડલમાં કૂવામાં પડી જતા 2 બાળકોના મોત થયા
નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા મોત બન્ને બાળકો રમતા રમતા કૂવામાં પડ્યાની આશંકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ગોંડલમાં કૂવામાં પડી જતા 2 બાળકોના મોત થયા છે. જેમાં નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા મોત થયુ છે. બન્ને બાળકો રમતા રમતા કૂવામાં પડ્યાની આશંકા છે . બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બન્ને સગાભાઈઓ રમતા રમતા કૂવામાં પડ્યા રાજકોટના ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોત થયા છે. નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. ધીરૂભાઈ પોપટભાઈ વેકરીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતા મોત થયા છે. મૃતક બાળકોમાં બન્ને સગાભાઈઓ હોવાની સાથે રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.4 અને અશ્ર્વિન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.2 હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ બન્ને સગાભાઈઓ રમતા રમતા કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો છે. બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો મૃતકને મૃતદેહોમાં એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમએ બહાર કાઢ્યો હતો. પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પરપ્રાંતિય બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદન થયુ છે. તેમજ સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તથા બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા મોત
- બન્ને બાળકો રમતા રમતા કૂવામાં પડ્યાની આશંકા
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ગોંડલમાં કૂવામાં પડી જતા 2 બાળકોના મોત થયા છે. જેમાં નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતા મોત થયુ છે. બન્ને બાળકો રમતા રમતા કૂવામાં પડ્યાની આશંકા છે . બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
બન્ને સગાભાઈઓ રમતા રમતા કૂવામાં પડ્યા
રાજકોટના ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતા બે પરપ્રાંતિય બાળકોના મોત થયા છે. નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. ધીરૂભાઈ પોપટભાઈ વેકરીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતા મોત થયા છે. મૃતક બાળકોમાં બન્ને સગાભાઈઓ હોવાની સાથે રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.4 અને અશ્ર્વિન ધર્મેન્દ્રભાઈ જાદવ ઉ.વ.2 હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ બન્ને સગાભાઈઓ રમતા રમતા કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો છે.
બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો
મૃતકને મૃતદેહોમાં એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમએ બહાર કાઢ્યો હતો. પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પરપ્રાંતિય બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદન થયુ છે. તેમજ સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તથા બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.