સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાઈ
વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષારોપણ કરવા અપીલ કરાઈસુરેન્દ્રનગર એકમાત્ર જિલ્લો જેને 2 સાંસ્કૃતિક વનની ભેટ મળી છે : નાયબ મુખ્ય દંડક 75મા વન મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં અધીકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં અધીકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડકે જણાવ્યુ કે, સુરેન્દ્રનગર એકમાત્ર જિલ્લો છે જેને 2 સાંસ્કૃતીક વનની ભેટ મળી છે. ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ વર્ષ 1950માં સૌ પ્રથમ વખત વન મહોત્સવની શરૂઆત કરાઈ હતી. તે સમયના યુનીયન મીનીસ્ટર કે.એમ.મુન્શીએ વૃક્ષારોપણનું મહત્વ સમજી વન મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું આયોજન કરાયુ હતુ. શહેરની સોનીની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેકટર કે.સી.સંપત સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈએ જણાવ્યુ કે, રાજયના 19 જિલ્લામાં રર સ્થળે અલગ-અલગ પ્રકારના ધાર્મીક અને આધ્યાત્મીક સ્થળોએ સાંસ્કૃતીક વન બનાવાયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લો એકમાત્ર જિલ્લો છે જેને ચોટીલામા ભકિતવન અને દુધરેજ કેનાલ સાઈડ પર વટેશ્વર વન એમ 2 સાંસ્કૃતીક વનની ભેટ મળી છે. આ તકે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભીયાન હેઠળ વૃક્ષારોપણ કરવા લોકોને અપીલ કરી હતી. જયારે મહાનુભવોના હસ્તે સોનીની વાડી સામે આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાઈ વૃક્ષારોપણ કરવા અપીલ કરાઈ
- સુરેન્દ્રનગર એકમાત્ર જિલ્લો જેને 2 સાંસ્કૃતિક વનની ભેટ મળી છે : નાયબ મુખ્ય દંડક
- 75મા વન મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં અધીકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જેમાં અધીકારીઓ અને પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા. આ તકે નાયબ મુખ્ય દંડકે જણાવ્યુ કે, સુરેન્દ્રનગર એકમાત્ર જિલ્લો છે જેને 2 સાંસ્કૃતીક વનની ભેટ મળી છે.
ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ વર્ષ 1950માં સૌ પ્રથમ વખત વન મહોત્સવની શરૂઆત કરાઈ હતી. તે સમયના યુનીયન મીનીસ્ટર કે.એમ.મુન્શીએ વૃક્ષારોપણનું મહત્વ સમજી વન મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના 75મા વન મહોત્સવનું આયોજન કરાયુ હતુ. શહેરની સોનીની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા કલેકટર કે.સી.સંપત સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.
આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈએ જણાવ્યુ કે, રાજયના 19 જિલ્લામાં રર સ્થળે અલગ-અલગ પ્રકારના ધાર્મીક અને આધ્યાત્મીક સ્થળોએ સાંસ્કૃતીક વન બનાવાયા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લો એકમાત્ર જિલ્લો છે જેને ચોટીલામા ભકિતવન અને દુધરેજ કેનાલ સાઈડ પર વટેશ્વર વન એમ 2 સાંસ્કૃતીક વનની ભેટ મળી છે.
આ તકે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભીયાન હેઠળ વૃક્ષારોપણ કરવા લોકોને અપીલ કરી હતી. જયારે મહાનુભવોના હસ્તે સોનીની વાડી સામે આવેલ સીએનઆઈ ચર્ચ ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ.