Chhota Udepurમાં જનતા ડાયવર્ઝન તૂટી ગયુ, દિવાળી સમયે જ લોકો મુકાયા મુશ્કેલીમાં
છોટા ઉદેપુર જિલ્લાના જીવા દોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપરનો પુલ તૂટી જતાં જનતાએ જાતે લોકફળાથી જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું, તે ગઈકાલે સુખી ડેમનું પાણી છોડવામાં આવતા આજે સવારે તૂટી ગયું છે.ફાળો એકત્ર કરીને એક અઠવાડીયા પહેલા જ જનતા ડાયવર્ઝનનું નિર્માણ કર્યું હતું જેના કારણે હાલમાં જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને દિવાળીના સમયે ડાયવર્ઝન તૂટી જતાં લોકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા નેશનલ હાઇવે 56 ઉપર ભારજ નદી ઉપરનો પુલ તુટી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ડાયવર્ઝન બનાવવા માટે સ્થાનિક લોકો, આગેવાનો અને લીઝ ધારકોએ ફાળો એકત્ર કરીને એક અઠવાડીયા પહેલા જ જનતા ડાયવર્ઝનનું નિર્માણ કર્યું હતું, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી. જિલ્લો ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયો પરંતુ વહીવટી તંત્રને લોકોની ખુશી ગમતી ન હતી અને જેને લઈને સુખી ડેમનું પાણી છોડવાનો તઘલખી નિર્ણય લીધો અને દિવાળીના તહેવાર સમયે જ સુખી ડેમનું પાણી એક ગેટ 15 સેન્ટીમીટર ખોલીને 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવતું હતું, જેને લઈને આજે સવારે શિહોદ ખાતે એક અઠવાડિયા પહેલાં બનાવેલું જનતા ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને જિલ્લો ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે ફરી ક્યારે ડાયવર્ઝન બનશે તેની પર લોકોની નજર? હાલ દિવાળીના સમયે જનતા ડાયવર્ઝન બનાવતા પાવી જેતપુરનું બજાર ધમધમતું થયું હતું. પરંતુ આજે ડાયવર્ઝન તૂટી જતાં ફરીથી દિવાળીના તહેવારમાં જ પાવી જેતપુરના બજારને ભારે માઠી અસર પડશે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી થયો છે. હવે ફરીથી ક્યારે ડાયવર્ઝન બનશે તેના તરફ લોકોની નજર છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છોટા ઉદેપુર જિલ્લાના જીવા દોરી સમાન નેશનલ હાઈવે 56 ઉપરનો પુલ તૂટી જતાં જનતાએ જાતે લોકફળાથી જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું, તે ગઈકાલે સુખી ડેમનું પાણી છોડવામાં આવતા આજે સવારે તૂટી ગયું છે.
ફાળો એકત્ર કરીને એક અઠવાડીયા પહેલા જ જનતા ડાયવર્ઝનનું નિર્માણ કર્યું હતું
જેના કારણે હાલમાં જિલ્લો બે ભાગમાં વહેંચાઈ ગયો છે અને દિવાળીના સમયે ડાયવર્ઝન તૂટી જતાં લોકોને મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા નેશનલ હાઇવે 56 ઉપર ભારજ નદી ઉપરનો પુલ તુટી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ડાયવર્ઝન બનાવવા માટે સ્થાનિક લોકો, આગેવાનો અને લીઝ ધારકોએ ફાળો એકત્ર કરીને એક અઠવાડીયા પહેલા જ જનતા ડાયવર્ઝનનું નિર્માણ કર્યું હતું, જેને લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી.
જિલ્લો ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયો
પરંતુ વહીવટી તંત્રને લોકોની ખુશી ગમતી ન હતી અને જેને લઈને સુખી ડેમનું પાણી છોડવાનો તઘલખી નિર્ણય લીધો અને દિવાળીના તહેવાર સમયે જ સુખી ડેમનું પાણી એક ગેટ 15 સેન્ટીમીટર ખોલીને 522 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવતું હતું, જેને લઈને આજે સવારે શિહોદ ખાતે એક અઠવાડિયા પહેલાં બનાવેલું જનતા ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને જિલ્લો ફરીથી બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
હવે ફરી ક્યારે ડાયવર્ઝન બનશે તેની પર લોકોની નજર?
હાલ દિવાળીના સમયે જનતા ડાયવર્ઝન બનાવતા પાવી જેતપુરનું બજાર ધમધમતું થયું હતું. પરંતુ આજે ડાયવર્ઝન તૂટી જતાં ફરીથી દિવાળીના તહેવારમાં જ પાવી જેતપુરના બજારને ભારે માઠી અસર પડશે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી થયો છે. હવે ફરીથી ક્યારે ડાયવર્ઝન બનશે તેના તરફ લોકોની નજર છે.